Home /News /anand /Nadiad: આ મહાકાય કાચબાને ઉચકવા જેસીબી બોલાવી પડી, આટલું હતું વજન
Nadiad: આ મહાકાય કાચબાને ઉચકવા જેસીબી બોલાવી પડી, આટલું હતું વજન
વિશાળ કાચબાની વજન છે 25 કિલોગ્રામ
નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ બિલોદરા ગામની સીમમાંથી મહાકાય કાચબો મળી આવ્યો હતો.25 કિલો વજન ધરાવતા કાચબાનું રેસ્ક્યુ કરવા માટે જેસીબીની જરૂર પડી હતી.
Salim Chauhan, Anand: નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ બિલોદરા ગામની સીમમાંથી મહાકાય કાચબો રોડની સાઈડમાંથી મળી આવ્યો હતો. અહીં યા ભારે કુતુહલતા સર્જાઈ હતી. જોકે, કાચાબાનુ જિલ્લાની IDRRC ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો.
શહેરના કપડવંજ રોડ પર બિલોદરા ગામની સીમમાંથી બુધવારની સમી સાંજે રોડની સાઈડ પરથી મહાકાય કાચબો મળી આવ્યો હતો. આ કાચબો આશરે 2 ફુટ લાંબો અને 25 કિલો વજન ધરાવતો હતો. સ્થાનિકોની નજર કાચબા પર પડતાં સ્થાનિકો થોડા સમય માટે ગભરાયા હતા. આટલો મહાકાય કાચબો જોઈ સ્થાનિકોએ આ અંગેની જાણ જિલ્લાની IDRRC ટીમને કરી હતી. ટીમના સાગર ચૌહાણ અને નિસર્ગ શાહ અહીયા દોડી આવ્યાં હતા અને રેસ્ક્યુ કર્યું હતું.
જેસીબીની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો
બાદ નજીક જેસીબીથી કામ કરતાં સ્થાનિક નીલેશભાઈની મદદ મેળવી IDRRC ટીમે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. કાચબાને સામાન્ય થોડી ઈજા હોવાના કારણે સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદ જેસીબીની મદદથી મહાકાય કાચાબાને ઉઠાવી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. અને પછી છેલ્લે શેઢી નદીમાં કાચબાને છોડી દેવાયો હતો.
ટીમે અનેક રેસ્ક્યુ કર્યા
જિલ્લાની કલેકટર કચેરીમા ફરજ બજાવતી IDRRC ટીમના સભ્યોએ અગાઉ રહેણાંક મકાનમાં ઘૂસી આવેલા સાપ સહિત અન્ય જળચર પ્રાણીઓના રેસ્ક્યુ કરી માનવતા ભરી કામગીરી કરી છે.