મૂળ જૂનાગઢના વતની અનિલભાઈ સંતાનોના અભ્યાસ માટે વિદ્યાનગર આવ્યા હતા. અહીં પાણીપુરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમજ તેમનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતો આવે છે. એટલો લોકો તેમને મોદીકાકા કહી સંબોધે છે.
Salim chauhan, Anand: આણંદના વિદ્યાનગર ખાતે મોટાબજાર વિસ્તામાં તુલસી પાણીપુરીની દુકાન આવેલી છે. જેમાં અનિલભાઈ ચંદારાણાનો ચેહરો મોદી જેવો છે. અહીં સ્થાનિક લોકો,NRIથી લઈને વિદ્યાર્થીઓ પાણીપુરીની મજા માણવા આવતા હોય છે અને અલગ અલગ પ્રકારના પાણી અને અલગ અલગ પૂરી ની ડીશ આહરતા હોય છે.
પાણીપૂરી ખાધા બાદ અનીલભાઈ ચંદારાણાની દુકાને લોકો સેલ્ફી લે છે અને મોદીકાકાનાં નામથી બોલાવે છે. ક,રણ કે અનીલભાઈનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતો આવે છે. પેહરવેશ પણ એવો જ છે. આ દુકાન પર લાગેલા બેનરને જોઇને લોકો વિચારમાં પડી જાય છે.
જૂનાગઢથી આવી પાણીપુરીની દુકાન શરૂ કરી
વિદ્યાનગરમાં તુલસી પાણીપૂરી ની શરૂઆત અનિલભાઈ ચંદારાણાએ વર્ષ 2011 માં કરી હતી. પોતાના વતન જૂનાગઢથી વિદ્યાનગરમાં બાળકોનાં અભ્યાસ માટે આવવાનું થયું હતું. એક પુત્ર અને એક પુત્રીનાં સપના સાકર બનવા સાથે વિદ્યાનગરમાં તુલસી પાણીપૂરીની શરૂઆત કરી હતી. જેમાં શરૂઆતમાં રીક્ષા ટેમ્પોમાં નાનું સેટઅપ કરીને વ્યવસાય શરૂ કર્યો હતો.
અનિલભાઈનાં પિતા જૂનાગઢમાં ભેળપૂરી નો વ્યવસાય કરતા હતાં એટલે આ વ્યવસાય શરૂ કરવામાં અનિલભાઈ પાસે ઘણી આવડત હતી અને ઘરના લોકો પણ મદદરૂપ બનતા હતા. વ્યવસાય પોતાની આવડતથી વિદ્યાનગરમાં ઉભો કર્યો અને મોટા બજારમાં ભાડે દુકાન રાખી અન્ય કારીગરોને અનિલભાઈ રોજગારી પુરી પાડે છે.
આ કારણે લોકો ખાવા આવે છે પાણીપુરી
અનિલભાઈ ચંદારાણા જણાવ્યું હતું કે, પાણીપુરીમાં ઘઉંના લોટનો ઉપયોગ કરીને જાતે જ બનાવીએ. સામાન્ય રીતે પૂરીમાં બીજે બધે મેંદાના લોટનો વપરાશ વધારે કરવામાં આવે છે અને તમામ પ્રકારના મસાલા અને તેનું પાણી ઘરે જ બનાવીએ છીએ. ખાસ હાઇજેનિક રીતે બનાવમાં આવે છે.
એટલે લોકો અહીંયા પાણીપુરી ખાવા આવે છે. વાર તેહવાર પર અલગ પ્રકારની પાણીપુરી બનાવામાં આવે છે. જેમાં 26 મી જાન્યુઆરીનાં દિવસે પાણીપુરીનો રંગ ફુદીનાનો ઉપયોગ કરીને ગ્રીન અને કેસરી બનાવી ત્રિરંગા પાણીપુરી બનાવવામાં આવે છે. અહીં બાસ્કેટ પાણીપુરી, દહીપુરી ,પાપડી સેવપુરી, પાણીપુરી, અને ભેલપુરી આમ પાંચ પ્રકારની પાણીપુરી મળે છે.
પાણીપુરીનો ભાવ એક ડીશનો ભાવ
પાણીપુરી ડીશ 30 રૂપિયા,બાસ્કેટપુરી 40 રૂપિયા, ભેલપુરી 40 રૂપિયા, પાપડી સેવ પુરી 40 રૂપિયા છે અને એક ડીશમાં 5 થી 6 નંગ પાણીપુરી આપવામાં આવે છે અંને આ દુકાન સાંજે 4 વાગ્યા નાં સમયે ખુલ્લે છે.
જાણો રોજનું વેચાણ કેટલું થાય છે ?
તુલસી પાણીપુરીના માલિક અનિલભાઈ ચંદારાણા એ વધુમાં જણાવ્યું હતી કે, રોજ અંદાજે 300 થી વધારે ડીશ વેચાઈ જાય છે અને સારી આવક મળી જાય છે. આ વ્યવસાય થકી આજે બે બાળકોને અનિલભાઈ ચંદારાણાએ વિદેશમાં અભ્યાસ અર્થે પણ મોકલ્યા છે જેમાં પુત્રી કેનેડા અને પુત્ર દુબઈમાં અભ્યાસ કરે છે.