Home /News /anand /Anand: સગર્ભાએ એવું તો શું કહ્યું કે 1000 ગામમાં આરોગ્ય સેવા પહોંચી

Anand: સગર્ભાએ એવું તો શું કહ્યું કે 1000 ગામમાં આરોગ્ય સેવા પહોંચી

આણંદ ના ગામડાના લોકોનો પગભર બનાવનાર એવા શ્રી ત્રિભુવનદાસ કિશિભાઈ પટેલે શરૂઆત કરી

ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોના પરિવાર માટે આગવી સુજ્જ ધરાવતા ત્રિભુવનદાસ પટેલે આરોગ્ય સેવા શરૂ કરી હતી. 70ના દાયકમાં બૃહ્દ ખેડા જિલ્લામાં અમૂલ ડેરીના દૂધ મંડળીઓ પગલે ગામે ગામ પશુ સારવાર પહોચી હતી.

  Salim Chauhan, Anand: અમૂલ ડેરી સાથે સંકળાયેલ ત્રિભુનદાસ ફાઉન્ડેશન નો પ્રારંભ 1980ના દાયકમાં આણંદ ખાતે થયો. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોના પરિવાર માટે આગવી સુજ્જ ધરાવતા ત્રિભુવનદાસ પટેલે આરોગ્ય સેવા શરૂ કરી હતી. 70ના દાયકમાં બૃહ્દ ખેડા જિલ્લામાં અમૂલ ડેરીના દૂધ મંડળીઓ પગલે ગામે ગામ પશુ સારવાર પહોચી હતી.પરંતુ માનવી સારવાર માટે કોઇ જ વ્યવસ્થા નથી. તેઓને દુઃખ અને પીડાઇમાં જીંદગી વિતાવવી પડતી હતી.

  સગર્ભાએ ટોણો માર્યો અને આરોગ્ય સેવાનાં પ્રારંભ થયો

  1972માં એક વખત ત્રિભુવનદાસ પટેલ બાલાસિનોર અંતરિયાળ ગામની મુલાકાત લીધી હતી. ત્યારે સર્ગભા મહિલાએ ત્રિભુનદાસ પટેલને ટોણો માર્યો હતો કે,આવતા જન્મમાં ભગવાન મને ભેંસનો અવતાર આપે તો સારૂ જેથી પટેલ પુછયુ કે કેમ, બહેને આવું બોલો ? સર્ગભાએ જણાવ્યું હતું કે, છેવાડા ગામમાં ભેંસની સારવાર માટે ડોકટર મળી રહી છે. માનવીની સારવાર માટેની કોઇ જ વ્યવસ્થા નથી. મહિલાની આ વાત ત્રિભુવદાસ પટલને ખટકી ગઇ હતી. તેમણે માત્ર 5 વર્ષના ગાળામાં અમૂલ ડેરીની મંડળી હોય ત્યાં તમામ પશુપાલકો અને ખેડૂતોને આરોગ્ય સેવા મળી રહી તે માટે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન હેઠળ આરોગ્ય સેવા માટે ગામે ગામે સેવિકા મુકીને આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યા હતા.

  1000થી વધુ ગામમાં મળે છે સેવા

  સંસ્થા આજે 1000થી વધુ ગામોમાં રાહત દરે આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી  રહી છે. આ સેવાનો લાભ દર વર્ષે અંદાજે 2.57 લાખ દર્દીઓ લઈ રહ્યાં છે. જ્યારે 1385 સગર્ભા સ્ત્રીઓની ડિલિવરી કરવામાં આવે છે. આજે ગ્રામ્ય વિસ્તારની જનતા ત્રિભુવનદાસ પટેલની આ સેવાને બિરદાવી રહી છે.

  કાર્યને પીઠબળ માટે આરોગ્ય સેવા સંસ્થાઓ કાર્યરત

  આ કાર્યક્રમને પીઠબળ આપવા માટે પ્રસુતિ ગ્રુહ અને નિષ્ણાત તબીબોની સેવા સંસ્થાના આણંદ અને કપડવણજ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. ઉપરાંત, ઓપીડી ચિકિત્સા સેવાઓ સંસ્થાના આણંદ કેન્દ્ર અને ચાર પેટાકેન્દ્રો (કપડવંજ, ખેડા, તારાપુર અને બાલાસિનોર) પર ઉપલબ્ધ છે. સમયની સાથે તેમા વિવિધ સેવાઓનો ઉમેરો થયો છે. તેમા મુખ્યત્વે આણંદ ખાતે ફિઝિશિયન ઓપીડી, દાંતરોગોની સારવાર, ફિઝિયોથેરાપી અને સગર્ભા બહેનો માટે સોનોગ્રાફી વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Anand, Help, Local 18, Medicines

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन