આ સંસ્થા માં મહિલા પેટલાદ, હાડગુડ,ખંભાત,રાસ, જેવા ગામોમાં થી આવી ઘરેબેઠા કમાય છે
આણંદમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા ઈનકમ જનરેશન પ્રોગ્રામ થકી ગામડાના મહિલાને રોજગારી પુરી પાડવામાં આવે છે.સંસ્થાના માધ્યમથી મહિલાઓ હસ્તકળાનાં કામમાં ઘરે બેસી કરે છે અને કમાણી કરી રહ્યા છે.
Salim chauhan, Anand: આણંદમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અનેક પ્રોજેક્ટ પર કામ કરી લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ કરે છે. ગામડાની મહિલાઓ માટે વર્ષ 1980થી શરૂ કરવામાં આવેલ ઈનકમ જનરેશન પ્રોગ્રામના માધ્યમથી મહિલાઓ ઘરે બેઠા રોજગારી મેળવી રહી છે.
અહીં ક્યાં ક્યાં પ્રકારની વસ્તુ બને
સંસ્થાના માધ્યમથી હેન્ડબેગ,પોકેટ,ચાદર,તકિયા કવર અને હાથ બેગ જેવી વસ્તુઓ મહિલાઓ બનાવી રહી છે.આ વસ્તુનું સિલાય કામ મહિલાઓને ગામડે ગામડે સુધી આપવામાં આવે છે. આ કામ થકી મહિલા ઘરે બેઠા આવક મેળવી શકે છે અને પોતાની સમયનો સદુપયોગ કરી શકે છે.
એક બેગની સિલાયના 50 રૂપિયા આપે
સંસ્થામાં કામ લેવા આવતા મહિલાઓને ભાડા પેટેનો ખર્ચ આપવામાં આવે છે.આખા મહિનાનું યથા શક્તિ પ્રમાણે તેને કામ આપવામાં આવે છે. એક બેગની સિલાઈ અંદાજે 50 રૂપિયા જેટલી કમાણી થાય છે. આમ દિવસમાં 5 બેગ બનાવે તો 200 રૂપિયા ઘરે બેઠા કમાઈ લે છે.
સંસ્થામાં 200 મહિલા જોડાયેલી છે
ત્રિભુવન દાસ ફાઉન્ડેશનમાં 200 જેટલી મહિલાઓ જોડાઈ છે અને ઘરે બેઠા રોજગારી મેળવી રહી છે. તેમજ સંસ્થાની પોતાની શોપ ચલાવે છે અને ગોપાલભાઈ પ્રજાપતિ કોડીનેટર તરીકે ફરજ બજાવે છે.ગોપાલભાઈ સંસ્થામાં ઘણા સમયથી જોડાયેલા છે અને અહીંયા આવનારી મહિલાઓને તાલીમ આપે છે.બાદ મહિલાઓ ઘરેથી કામ કરી શકે તેવું આયોજન કરી આપે છે.
આ સંસ્થાની શોપ પર અન્ય લોકો ખરીદી કરવા આવે છે.તેમજ જુદાજુદા શહેરમાં હસ્તકલાનાં પ્રદર્શન યોજવામાં આવે છે. આણંદ રજોડપુરા ચિખોદરા રોડ પર ઓવરબ્રિજ પાસે સંસ્થા કાર્યરત છે. કોઈ પણ મહિલાને જોડાવું હોય તો તે જોડાઈને કામ મેળવી શકે છે.