Home /News /anand /Anand: પહેલા ટામેટાની આવક વધી તો ભાવ ગગડ્યા, હવે ટામેટામાં લાલચોળ તેજી
Anand: પહેલા ટામેટાની આવક વધી તો ભાવ ગગડ્યા, હવે ટામેટામાં લાલચોળ તેજી
ગરમી પડતાં ઉતારો ઘટયો- 10 ટનની માગ સામે 4 થી 5 ટન ની આવક ભાવ વધ્યો
આણંદ અને ખેડા જિલ્લામાં ટામેટાનું વાવેતર થયું છે. ઠંડીમાં વધુ ઉત્પાદન થતા ભાવ તળિયે બેસી ગયા હતા. પરંતુ ગરમી પડતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે.
Salim Chauhan, Anand: આણંદ-ખેડા જિલ્લામાં ટામેટાનું વાવેતર 1800 હેકટરથી વધુ થયું છે. મોટા પ્રમાણમાં ટામેટાનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહ પહેલાં 1 મણ ટામેટા 60 રૂપિયા ભાવ હતાં. ખેડૂતોને મજૂરી માથે પડતી હતી. ગત સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધી જતાં અચાનક જ ટામેટાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેમજ અન્ય રાજયમાં આવતી ટામેટાની આવક ઘટી ગઇ છે. હાલમાં ટામે ટાની માંગમાં વધારો છે.
આણંદ-ખેડા બજારમાં જરૂરીયાત કરતાં દૈનિક 10 ટન ટામેટાની સામે હાલમાં 4 થી 5 ટન ટામેટા આવી રહ્યાં છે. જેના કારણે બે દિવસમાં ટામેટા ભાવ બમણાં થઇ ગયા છે. એક સપ્તાહ પહેલા રૂપિયા 60નાં મણ વેચાતાં ટામેટાનો ભાવ રૂપિયા 120 સુધી પહોંચી ગયો છે.
પાંચ રૂપિયાનાં કિલો ટામેટા થઇ ગયા હતાં
ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી ઠંડીનું જોર રહેતા ટામેટાનો ઉતારો વધી ગયો હતો. દિલ્હી, મુંબઇ અને નાસિક પંથકમાં ટામેટા સ્પાલાય કરવા છતાં દૈનિક 20 ટનથી વધુ આવક આણંદના બજારમાં થતાં હતી. જેના કારણે ટામેટા ભાવ ગગડી ગયા હતા. એવન ટામેટા 60 રૂપિયે મણ જતાં હતા. જેથી બજારમાં 5 રૂપિયે કિલો છુટક વેચાતાં હતા.
ખેડૂતોને ભારે ખોટ જતી હતી. જેથી કેટલાંક ખેડૂતોએ ટામેટી કાઢી નાંખી હતી. પરંતુ છેલ્લા બે સપ્તાહથી ગરમી જોર વધતાં ટામેટા ઉતાર પર અસર થતાં ટામેટાની આવક છેલ્લા એક સપ્તાહથી ઘટી ગઇ હતી. પરિણામે બે દિવસમાં ટામેટાના ભાવ ડબલ થઇ ગયા છે. હાલમાં ખેડૂતો પાસેથી વેપારીઓ 100 થી120 રૂપિયે મણ ટામેટા ખરીદી કરી રહ્યાં છે.
રાજ્ય બહારથી આવતાં ટામેટાની આવક ઘટી
ચરોતરના બજારમાં સ્થાનિક ટામેટાની સાથે મહારાષ્ટ્ર, એમ પી સહિત સૌરાષ્ટ્રમાંથી ટામેટા આવતાં હતા. પરંતુ ગરમીનું જોર રાજ્ય વધી ગયું છે. તેના કારણે બહારથી આવતાં ટામેટા બંધ થઇ ગયા છે. જયારે સ્થાનિક ટામેટાની આવક ઘટી છે. જેથી ભાવ ડબલ થઇ ગયા છે. સલીમભાઈ વ્હોરા, વેપારી
ટામેટાના ભાવ ડબલ થતાં ખર્ચો નીકળી ગયો
ટામેટા ભાવ શરૂઆતમાં 200 રૂપિયા હતાં. ઠંડી વધતાં ટામેટા મબલક પાક ઉતર્યો હતો. જેના કારણે 50 થી 60 રૂપિયે મણ ટામેટા જતાં ખેડૂતોને ખર્ચ જેટલા નાંણા મળતાં ન હતા.જેથી કેટલાંક ખેડૂતોએ ટામેટી કાઢી નાંખી હતી.પરંતુ ગરમી વધતાં ઉતારો ઘટી જતાં હાલમાં ટામેટા 120 રૂપિયે મણ વેચાઇ રહ્યાં છે. - રિયાઝ બેલીમ, ખેડૂત.