Home /News /anand /

Anand RTO: આણંદ RTO કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર ત્રણ અધિકારી સસ્પેન્ડ

Anand RTO: આણંદ RTO કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરનાર ત્રણ અધિકારી સસ્પેન્ડ

આણંદની RTO કચેરીમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા છે.

આણંદની RTO કચેરીમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા છે. જેમાં આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર પી.કે. પટેલ સસ્પેન્ડ થયા છે આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર યૂ.ડી ત્રિવેદી પણ સસ્પેન્ડ થયા છે સાથે જ આરટીઓ કચેરીના ઇલાબેન દેસાઇ પણ સસ્પેન્ડ થયા છે. આ તમામ લોકો કોમ્પ્યુટરમાં ડેટા વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરતા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદ આરટીઓ (Ahmedabd RTO)માં રજાના દિવસે અસંખ્ય બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યુ હતું. જે બાદ આણંદની આરટીઓ કચેરીમાં પણ બોગસ લાઇસન્સ (Anand bogus license scam) કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમા આણંદ આરટીઓ (Anand RTO)ના બે આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર અને એક મહિલા અધિકારીની સંડોવણી સામે આવી હતી. જેના પર હવે વાહન વ્યવહાર કમિશનરે પગલા લેતા ત્રણેય ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ  (Anand police inspector suspended)કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકો કોમ્પ્યુટરમાં ડેટા વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરી કૌભાંડ આચરતા હતા.



    આણંદની RTO કચેરીમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા છે. જેમાં આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર પી.કે. પટેલ સસ્પેન્ડ થયા છે આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર યૂ.ડી ત્રિવેદી પણ સસ્પેન્ડ થયા છે સાથે જ આરટીઓ કચેરીના ઇલાબેન દેસાઇ પણ સસ્પેન્ડ થયા છે. આ તમામ લોકો કોમ્પ્યુટરમાં ડેટા વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરતા હતા. આણંદની RTO કચેરીમાં આ ત્રણેય અધિકારીઓ દ્રારા બોગલ લાઇસન્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંગે ખુલાસો થયા બાદ વાહન વ્યવહાર કમિશનરે આ ત્રણેય ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    આ પણ વાંચો- આણંદ BMW વિવાદ: કન્યાને લીધા વગર જ પરત ફરનારા વરરાજાનો આક્ષેપ, 'અમારા વડીલોને માર માર્યો હતો'

    એક જાણકારી અનુસાર, આણંદ આરટીઓમાં ત્રણ વર્ષમાં 5 હજારથી વધુ બોગસ લાઇસન્સના કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. એજન્ટો બોગસ લાઇસન્સ કઢાવવાના 20 હજારથી વધુ રકમ અરજદારો પાસેથી લેતા હતા, જેમાંથી આઠથી દસ હજારથી જેટલી રકમ એઆરટીઓના અધિકારીઓને આપતા હતા. કથિત કૌભાંડમાં સંડોવાયેલો અધિકારી બોગસ એકાઉન્ટમાંથી લાઇસન્સ મંજૂર કરી લાખો રૂપિયા કમાયા હોવાનું બહાર આવ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Anand News, Gujarat RTO, Gujarati news, Rto office, આણંદ

    આગામી સમાચાર