Salim chauhan, Anand: આણંદના ઉમરેઠ તાલુકાના ઘોટા ગામનાં મૂળ વતની શશી પારેખ આજે ચરોતરમાં લગ્ન પ્રસંગમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. આમ તો ચરોતર વિસ્તારને NRI વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શિયાળાની ઋતુમાં લગ્ન સીઝન જામે છે.અહી NRIઓ ખાસ લગ્ન માટે આવતા હોય છે.જેના ભાગરૂપે તેઓ અહી લોગ ગીતો ગાતા કલાકારોની બુકિંગ કરાવતા હોય છે.
આ પ્રકારના લગ્ન પ્રસંગ જ્યારે યોજવામાં આવતા હોય છે ત્યારે ચરોતરનાં સુપ્રસિધ ગાયક કલકારને પણ લગ્ન પ્રસંગમાં બોલવામાં આવે છે. જેમાં ચરોતરમાં અત્યારે ટોપ પર નામ ધરાવનાર શશી પારેખ લગ્નમાં ધૂમ મચાવી રહ્યા છે. આણંદના કરમસદ હોય કે ધર્મજ કે બાકરોલ આજુ બાજુનાં બધાય ગામોમાં શશી પારેખને લોકો બોલવાનું પસંદ કરે છે.વાત કરીએ તો શશી પરેખની તો તેઓ લિંબચ ઓર્કેસ્ટ્રા ધરાવે છે જેમાં લગ્ન પ્રસંગમાં ગુજરાતી લગ્ન ગીતો આ ગાયક કલાકાર તેમના અંદાજમાં ગાઈને લોકોને આનંદ કરાવે છે.
શશી પારેખે વાતચીત માં જણાવ્યું કે પેહલા જમાના ચરોતરનાં લગ્નમાં એક ગીત બહુ ગવાતું હતું જે ગીત બગલા પર હતું જેની કદી આવી છે કે બગલું આવીને જાયરે કે બગલુ પટેલને લઇ જાય રે આ ગીત ચરોતરનું જૂનામાં જૂનું ગીત હતું એ લગ્ન માં ખાસ ગવાતું હતું.
આજે લોકો જૂના ગીતો ઓછા સાંભળતા હોય છે ત્યારે અત્યારે ટ્રેન્ડ બદલાયો છે અને અત્યારે એક ગીત છે જે ચરોતરમાં ત્રણ તાળી સાથે ગાવામાં આવે છે જે ગીત આ પ્રકારનું છે કે ભાઈ બેહન ચાલ્યા રે મોસાળ જે મામાં ભાણેજ માટે લગ્નમાં ખાસ ગવા માટે લોકો ફરમાઈશ કરતા હોય છે.આ કલાકારને લોકો એટલા માટે વધારે પસંદ કરે છે કે તેવો જે પરિવારમાં લગ્ન હોત તેના ઉપર અમુક કડી જોડીને ગાય છે.લગ્નમાં આવતા મહેમાનો અને પરીવારના લોકોના દિલ જીતી લે છે.
આજે શશી પારેખ અનેક ફિલ્મ અને આલ્બમમાં કામ કરી ચૂક્યા છે અને બહુ મેહનત થી તેવો એ પોતાની સિધ્ધિ મેળવી છે તેઓને અનેક એવોર્ડ થી ચરોતર પ્રેમી નવાજી ચૂક્યા છે. એક આલ્બમ ની વાત કરીએ તો બેવફા તને દૂરથી સલામ ગીત આજે 30 કરોડ લોકોમાં પ્રખ્યાત બન્યુ હતું અને તે સિવાય ક્યારે મળીશું જેવું સોંગ પણ બહુ ફેમસ થયું હતું.
આમ આજે આ નાના એવા ગામનો વતની ચરોતર વિસ્તારમાં ખુબ પ્રખ્યાત બન્યો છે. અને એક એક પ્રોગ્રામ માં 50 હાજર થી વધારે રૂપિયા આપી લોકો તેમને આમંત્રણ આપી રહ્યા છે. આ સિવાયશશિ પરેખ અન્ય સામજિક પ્રવરૂતીમાં પણ જોડાઈ સમજ સેવા પણ કરી રહ્યા છે. જેમ કે એક શુખ સાગર નામનું મેરજ બ્યુરો પણ ચલાવે છે જેમાં લગ્ન સાથીનો મેળાપ કરવાનુ પણ કામ કરી રહ્યા છે.