Home /News /anand /Anand: ટેરાકોટાની વસ્તુઓ છે વિશ્વ વિખ્યાત; આટલા લોકોને આપે છે રોજગારી

Anand: ટેરાકોટાની વસ્તુઓ છે વિશ્વ વિખ્યાત; આટલા લોકોને આપે છે રોજગારી

X
મહિલા

મહિલા ને રોજગારી સાથે તેમના અંદર રહેલી કાળા ને વિકસાવી રહયા છે ઇન્દિરા બેન

નડિયાદના કણજરી ગામમાં રહેતા 82 વર્ષિય ઈન્દીરાબેન સિરામીક દુનિયમાં આગવી ઓળખ ધરાવે છે.તેઓએ બનાવેલી વસ્તુઓની દેશ, વિદેશોમાં ખુબ જ માંગ છે. ઈન્દીરાબેને ટેરાકોટાની વસ્તુઓ બનાવાવામાં મહારથ હાંસલ કરી છે.

Salim Chauhan, Anand: નડિયાદના કણજરી ગામમાં રહેતા 82 વર્ષિય ઈન્દીરાબેન સિરામીક દુનિયમાં આગવી ઓળખ ધરાવે છે.તેઓએ બનાવેલી તમામ વસ્તુઓની દેશ, વિદેશોમાં પણ ખુબજ માંગ ધરાવે છે. ઈન્દીરાબેને ટેરાકોટાની વસ્તુઓ બનાવાવામાં મહારથ હાંસલ કરી છે. ઈન્દિરાબેને આજથી 40 વર્ષ પહેલા શરૂ કરેલી એક નાની પ્રવૃત્તિ આજે એક સુંદર વિશાળ “માંગલ્ય હેન્ડીક્રાફ્ટ” માં પરિવર્તીત થઇ છે.

35 થી વધુ કારીગરો કામ કરે છે

“માંગલ્ય હેન્ડીક્રાફ્ટ” માં ટેરાકોટા, સ્ટોનવેરમાં પોટ્સ, પ્લાન્ટસ, સ્ટેચ્યુ, મ્યુરલ્સ અનેક કલાકૃતિ બને છે. અમદાવાદ તથા વડોદરાની વચ્ચે આવેલી નડિયાદ તાલુકાના કણજરી ગામમાં “માંગલ્ય” નામનો સ્ટુડિયો છે. શરૂઆતમાં 2-3 કારીગરો હતા. હવે “માંગલ્ય” માં 35થી 40 કારીગરો ખૂબ લગનથી કામ કરી રહ્યા છે. એક ફલાવરવાઝથી શરૂ કરેલી યાત્રામાં અત્યારે 500થી 600 અલગ-અલગ કલાના નમૂના છે.

6 ઇંચથી માંડીને 6 ફુટ સુધીની કલાકૃતિ

6 ઇંચથી માંડીને 6 ફુટ સુધીની કલાકૃતિ બનાવી છે. માટીની તાકાતથી ટેરાકોટા, સ્ટોનવેરમાં પોટ્સ, પ્લાન્ટસ, સ્ટેચ્યુ, મ્યુરલ્સ અનેક કલાકૃતિ બને છે. આ કલાત્મક પ્રવૃત્તિમાં આજુબાજુના કુંભારોને ટેકનીકલ નોલેજ આપીને આધુનીક પધ્ધતિથી કામ લઇએ છીએ. ગામના લોકોમાં, બહેનોમાં કલા ભરપૂર છે. એમને સાચા માર્ગે વાળીને બહેનોના સાથ-મહેનતથી અમે સુંદર કામ કરી શકીએ છીએ, તેમ ઈન્દિરાબેને જણાવ્યું છે.

અમેરીકા, લંડન, નૈરોબી જેવા દેશો માંગ

આ કલા ભારત સહિત અમેરીકા, લંડન, નૈરોબી જેવા દેશોમાં પણ પહોંચી છે. ઈન્દિરાબેને જણાવ્યું છે કે, આ પ્રવૃત્તિને આગળ લાવવામાં તેમના પતિ, બનારસ યુનિવર્સિટીમાંથી સીરામીક એન્જીનીયર થયા છે, તેમનું ટેકનીકલ જ્ઞાન અને તેમની દીકરીઓ પારૂલ તથા ચૌલા જે ક્રીએટીવીટીની સૂઝ સાથે અત્યારના જમાના પ્રમાણે કલાને લોકો સુધી પહોંચાડે છે. માતા-દીકરીની ટીમવર્ક રંગ લાવી છે. બંને દિકરીના સહયોગથી આ કલા ભારત સહિત અમેરીકા, લંડન, નૈરોબી જેવા દેશોમાં પણ પહોંચી છે.

માંગલ્ય એક સ્ટુડિયો નહીં પણ કલાનું કુટુંબ

પ્રેમભર્યા કુદરતી વાતાવરણમાં કામ કરવાની મઝા જ અલગ છે વધુમા ઈન્દિરાબેને કહ્યું કે, અમને એ વાતનો સંતોષ છે કે અમારી બહેનો અને કુશળ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવામાં કલાનો હાથ છે. અને એમનામાં રહેલી સુષુપ્ત કલા અમે બહાર લાવી શક્યા છીએ.માટીમાં કેટલી તાકાત હોય છે તે અમારા સ્ટુડિયોના દરેક ખૂણામાં પ્રતીત થાય છે. માંગલ્ય એક સ્ટુડિયો નહીં પણ કલાનું કુટુંબ છે. જેમાં અમે કારીગરોના બાળકોને ભણતર અને વ્યક્તિગત પ્રશ્નોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ.



ટાઇમપાસ પ્રવૃત્તિ હવે કુલટાઇમ પ્રવૃત્તિ બની

ઈન્દિરાબેને કહ્યું કે, કણજરી ગામમાં જ ફાર્મ હાઉસમાં કુદરતના ખોળામાં સ્ટુડિયો છે. પ્રેમભર્યા કુદરતી વાતાવરણમાં કામ કરવાની મઝા જ અલગ છે. તેઓ બી.એ. (ફીલોસોફી) માં ગોલ્ડ મેડાલીસ્ટ છે. તથા સરકાર તરફથી માટી કામમાં પણ એવોર્ડ મળેલ છે. ટાઇમપાસ પ્રવૃત્તિ કુલટાઇમ પ્રવૃત્તિ બની ફેક્ટરીમાંથી ફેકાયેલા કચરામાંથી એક ફલાવરવાઝ બનાવ્યું અને ત્રીસ વર્ષ અગાઉ નાનકડો ફલાવરવાઝ તૈયાર કરેલો. એ બાદ બે-ત્રણ નાની-મોટી કૃતિ સિરામિકમાંથી બનાવી હતી. મિત્રોને ભેટ આપી. એ લોકોને પસંદ પણ પડી. તેઓએ એ સમયે એવો વિચાર પણ ન હોતો કર્યો કે આ ટાઇમપાસ પ્રવૃત્તિ ક્યારેક કુલટાઇમ પ્રવૃત્તિ બની જશે.
First published:

Tags: Anand, Buisness, Local 18