Home /News /anand /Anand: 108નાં કર્મચારીઓ પર અભિનંદનની વર્ષા થઈ, જાણો શું કર્યું?

Anand: 108નાં કર્મચારીઓ પર અભિનંદનની વર્ષા થઈ, જાણો શું કર્યું?

108ની ટીમ ઘાયલોના કિંમતી મુદ્દામાલ પરત આપી પોતાની ઇમાનદારી દાખવી

બોરસદનાં ડાલી રોડ પર અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને ઇજાગ્રસ્તે સારવારમાં ખસેડયાં હતાં. તેમજ ટીમે ઘાયલનાં દોઢ લાખ રૂપિયાનાં દાગીનાં તેના પરિવારને પરત કર્યા હતાં.

Salim chauhan,Anand: 108નાં કર્મચારીઓ લોકોની આરોગ્ય સેવા સાથે ઇમાનદારીનું પણ ઉદાહરણ પુરુ પડી રહ્યાં છે. અનેક ઘટનામાં અકસ્માતમ બાદ લોકોને તેનો કિંમતી સામાન પરત કરતા હોય છે. ત્યારે આવી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોરસદનાં ડાલી રોડ પર રાત્રિનાં રીક્ષા, ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાદ અકસ્માતનાં ઘાયલનાં પરિવારજનોએ રોકડ રકમ, દાગી મળી રૂપિયા દોઢ લાખનો મુદામાલ પર કર્યો હતો.


બોરસદના ડાલી રોડ ઉપર રાત્રિના સમયે કસારી ગામ પાસે બાઈક અને મારૂતિ સિયાજ ગાડી વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાં સ્થળે ફરી એક વાર થ્રી વ્હીલ લોડીંગ રીક્ષા ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ એક રાહદારીએ 108 માં કરી હતી.


જેના પગલે ગણતરીના સમયમાં 108ની ટીમ ઘટનાં સ્થળ પહોચી ગઇ હતી અને ઘાયલ નરેન્દ્રભાઇ પટેલને નજીકની શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જોકે, હોસ્પિટલમાં લઇ જતા પહેલા નરેન્દ્રભાઇના ગળામાં સોનાની બે ચેઈન, હાથની બે વિંટી, જમણા હાથે કડું ઘડિયાળ તથા 2930 રૂપિયા રોકડા મોબાઇલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ 108ની ટીમે સાચવીને મૂકી દીધા હતાં.


બાદ નરેન્દ્રભાઈના પરિવારજનો સાથે ટેલીફોનીક જાણ કર્યા બાદ 108 નાં કર્મચારી ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારએ હોસ્પિટલમાં જમાં કરાવ્યા હતાં. આ આભૂષણોની કિંમત અંદાજીત દોઢ લાખથી વધુ હોય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થાનો લાભ લઇને કોઈપણ વ્યક્તિ ચોરી કરી શકે તેમ હતું.


 

ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારની કામગરીને 108 એમ્બ્યુલન્સના આણંદ જિલ્લા અઘિકારી રવિ પ્રજાપતિ અને ઉપરી અધિકારી બિપીન ભટેરિયા દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમજ નરેન્દ્રભાઇના પરીવારે પણ ઘરેણા પરત મળતાં અંતરપૂર્વકથી આભાર વ્યક્ત કર્યો હતો


First published:

Tags: 108 ambulance, Anand, Local 18, Patients