પંદરવર્ષ થી ખેડા આણંદ માં ખેડૂત ને સારસ ક્રેન પક્ષી વિશે માહિતગાર કરવામાં આવે છે
ખેડા,આણંદ જિલ્લામાં યુપીએલ લિમિટેડ અને એસ આર શ્રોફ આજીવીકા ટ્રસ્ટ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત સારસ સંરક્ષણ પ્રોજેક્ટ 2015 થી શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે સારસની ગણતરી કરવામાં આવે છે. 2022માં 992 સારસ પક્ષી નોંધાયા હતા.
Salim chauhan, Anand: ખેડા,આણંદ જિલ્લામાં સીએસઆર પ્રોજેક્ટ હેઠળ સારસની વસ્તી ગણતરી દર વર્ષે કરવામાં આવે છે અને તેના નિવાસ્થાન વિશે માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. તેમજ સ્થાનિક ખેડૂતો,લોકોઅને શાળાના બાળકોમાં જાગૃતિ લાવવા પ્રોજેક્ટ વિશે માહીતિગાર કરવામાં આવે છે. જેના થકી સારસ ક્રેન પક્ષીને બચાવી શકાય અને તેનું સંરક્ષણ કરી શકાય. આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષ થી આજીવીકા ટ્રસ્ટ દ્વારા ચાલવામાં આવે છે.
30 કરતા વધુ ગામના લોકો જોડાયા
આ પ્રોજેક્ટ સાથે ખેડા, આણંદ જિલ્લાના 30 કરતા વધારે ગામના ખેડુત,સ્થાનિક લોકો અને 85 સ્વયં સેવક જોડાયેલા છે.જે રૂરલ સારસ પ્રોટેક્શન ગ્રુપનાં સભ્ય તરીકે કામ કરે છે.
જેમાં ખેડૂતો, શાળાના બાળકો, શિક્ષકો, સરપંચ, નાના ધંધાદારી જોડાયેલા છે.તેવો આસપાસમાં જોવા મળતા સારસ વિશેની માહિતી આપે છે. ઘાયલ અથવા મૃત્યુ પામેલા સારસ જોવા મળે કે સારસનો સમૂહ જોવા મળે ત્યારે સંસ્થાને જાણ કરે છે. તેમજ લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે.
વર્ષ 2022માં 992 સારસ પક્ષી હતા
આ પ્રોજેક્ટ હેઠળ શાળાઓમાં વિવિધ પ્રકારની અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવે છે અને પર્યાવરણ લક્ષી દિવસોની ઉજવણી કરવામાં આવે છે. ખેડા અને આણંદ જિલ્લામાં વન વિભાગ સાથે મળીને સારસ પક્ષી સંરક્ષણ માટે ઉમદા કામ હાથ ધરવામાં આવ્યું છે.સારસ યુપીએલ ટીમ સ્વયંસેવકો અને વન વિભાગ સાથે સંયુક્ત રીતે દર વર્ષે એક દિવસીય વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં છેલ્લી થયેલી જૂન 2022 ની વસ્તી ગણતરી મુજબ 992 જેટલા સારસ જોવા મળ્યા હતા.
માળામાં એક અથવા બે ઈંડા મૂકે
સારસ હંમેશા જોડીમાં જોવા મળતું પક્ષી છે, જેનું સમગ્ર જીવન પાણી સાથે સંકળાયેલું હોય છે. સારસ ડાંગરના ખેતરો, ઘઉંના ખેતરો, છીછરા પાણી વિસ્તારો તથા તળાવની આસપાસ જોવા મળે છે. જેની પ્રજનન સમય ચોમાસા દરમિયાન જુલાઈથી ઓક્ટોબર સુધી હોય છે. માળામાંથી બચ્ચાને જન્મ 26 થી 35 દિવસ સેવન પછી થાય છે.સારસ માળામાં મુખ્યત્વે એક અથવા બે ઈંડા મૂકે છે. સારસ ખેતરમાં મળતા અનાજના દાણા, જીવ જંતુ, નાના દેડકા અને અળસિયા ખાય છે.
સારસ માનવ વસ્તી આસપાસ રહે
સારસ મિત્ર હારી પક્ષી છે.ઉનાળામાં ખેતરોમાં કોઈ પણ પાક ન હોવાના લીધે મોટા તળાવમાં અને છીછરા પાણીમાં વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોઈ શકાય છે. સારસ માનવ વસ્તીની આસપાસ રહેવા માટે ટેવાઈ ગયું છે. જે વન્યજીવ અને માનવ વચ્ચેનું સહઅસ્તિત્વ દર્શાવે છે.
ગુજરાત સિવાય અહીં સારસ જોવા મળે
ભારતનું સારસ ક્રેન પક્ષી ગુજરાત સિવાયનાં ઉતરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વિસ્તારમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને આણંદ, ખેડા જિલ્લાનાં ગામમાં પાણીનો સ્ત્રોત વધારે જોવા મળે છે, ત્યારે સારસ વસવાટ કરતા હોય છે.ચરોતરનો મુખ્ય પાક ડાંગર, ઘઉં હોવાથી અહીં પિયત જમીનમાં સારસ ફરતા જોવા મળી છે. જેમાં ખેડાનાં માતર,વસો, ઠાસરા, કઠલાલ, અને આણંદ સોજીત્રા,તારાપુર, ઉમરેઠ,ખંભાત વિસ્તારમાં સારસ મળે છે.