Home /News /anand /Anand: માતા અને દાદાની છત્રછાયામાં કનુભાઇ પટેલ બન્યા ચિત્રકાર; દેશ વિદેશમાં ચિત્રો ખ્યાતી પમ્યાં

Anand: માતા અને દાદાની છત્રછાયામાં કનુભાઇ પટેલ બન્યા ચિત્રકાર; દેશ વિદેશમાં ચિત્રો ખ્યાતી પમ્યાં

X
વિદ્યાનગર

વિદ્યાનગર માં આવી ને વિદ્યાનગર ને કર્મ ભૂમિ બનાવી ખૂબ નામના મેળવી

વિસનગરનાં કનુભાઇ પટેલમાં પણ ચિત્રની કલા જન્મથી જ હતી. બાળપણમાં માટીનાં ચિત્રો બનાવતા અને બાદ અભ્યાસથી કેળવણી મળી. અભ્યાસમાં જતી વખતે રસ્તામાં લોકોનાં ચિત્રો બનાવતા હતાં.

Salim chauhan, Anand: જાણીતા ચિત્રકાર કનુભાઇ પટેલ બાળપણથી ચિત્રો બનાવી રહ્યાં છે. માતા અને દાદાની છત્રછાયામાં ચિત્રો બનાવવાની શરૂઆત થઇ હતી. બાદ અભ્યાસથી આ કલાને નિખાર મળ્યો હતો. આજે કનુભાઇનાં ચિત્રો દેશ, વિદેશમાં પ્રસિધ્ધ બન્યાં છે.

ચિત્રકાર કનુભાઈ પટેલનો જન્મ વિસનગરમાં 30 નવેમ્બર 1966 માં થયો હતો. કનુભાઈ પટેલ નાનાં હતા, ત્યારથી જ માતા સાથે ખેતરમાં જતાં અને ત્યાં જઈનેને નજીકનાં તળાવની માટી લાવી મૂર્તિ અને રમકડાં બનાવતા હતાં. આમ માતા સાથે રાહીને કલા શીખવા મળી અને આ કલા જોઈને દાદા દાદી પણ ખૂબ ખુશ થતા હતાં. દાદાની વિસનગર ખાતે હાર્ડવેરની દુકાન હતી. જેમાં અલગ અલગ રંગ વેચતા અહીંયાથી તેવોને રંગો વિશે જાણવા મળ્યું હતું. આમ ચિત્ર શરૂઆતમાં સ્લેટમાં બનાવતા ગયા અને ધોરણ એકથી આઠ સુધી તેવોનું આખું જીવન ચિત્રો બનાવમાં પસાર થયું.

રસ્તામાં આવતા લોકોનાં ચિત્રો બનાવ્યાં

ધોરણ આઠમાં અમૃતભાઈ પટેલ ચિત્રકલા શિક્ષકે તેમને ચિત્ર વિશે જ્ઞાન પણ આપ્યું અને વિસનગરનાનાં જાણીતા જશુભાઈ પટેલ ચિત્રકાર સાથે રહીને સાઈન બોર્ડ પેઇન્ટિંગ શીખ્યાં. આમ કલાની પ્રાથમિક સમજ આવતા તેવોએ ધોરણ 10 પછીનો અભ્યાસ મેહસાણા ખાતે ધ ન્યુ આર્ટ પ્રોગ્રેસીવ કોલેજ ડીપ્લોમાં શરૂ કર્યો. તેવો મેહસાણાથી વિસનગર સુધીનાં રસ્તામાં આવતા અનેક લોકોનાં ચિત્રો બનાવતા ગયા અને આ ચિત્રો આર્ટ કોલેજમાં પણ અધ્યાપકોને ખુબ પસંદ પડતા. તેવો એ ડીપ્લોમાં અભ્યાસ પૂર્ણ કરી, એક અધ્યાપકની સલાહ મુજબ તેવો વિદ્યાનગર કેન્દ્ર કલા ઓફ આર્ટસ કોલેજમાં ડીપ્લોમાં અભ્યાસ શરૂ કર્યો. ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ તેવોએ સુંદર ચિત્રો બનવાનું શરૂઆત કરી અને પ્રદર્શન કરતા ગયા અને નામના મેળવતા ગયા.

વિવિધ સંદેશ આપતા ચિત્રો બનાવે છે

હાલ કનુભાઈ પટેલ વાસ્તવિક ચિત્રોથી લઈને કંટેમ્પરી ચિત્ર બનાવી રહ્યા છે. જેમાં જુદા જુદા સંદેશ આપીને ચિત્રો બનાવી રહ્યા છે. જેમાં દરિયાના રંગ શ્રેણીનાં ચિત્રો થકી પ્રકૃતિનું મહત્વ સમજાવે છે અને અતીત તારા ભૂલતા જતાં ચિત્રો શ્રેણીમાં બળદ ગાડું અને ગ્રામ્ય ચિત્રો બનાવી સંદેશો આપે છે. આ સિવાય તેમને માસ્ક સીરીઝનાં ચિત્ર બનાવ્યા, જે આધ્યાત્મિકતા દર્શાવે તેવા હતા.



નેશનલ એવોર્ડ મળવ્યો છે, વિદેશમાં ચિત્રો વેંચાઇ

આ ચિત્રો થકી નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે અને આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં લલિત આર્ટ એકાદમીમાં અને મુંબઈ જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શનમાં ચિત્રો મૂકવામાં આવે છે. આજે તેમના ચિત્રો દેશ વિદેશમાં પણ વેચાઈ છે, જેમાં યુકે,દુબઈ, આફ્રિકા, અને મુંબઈ ,દિલ્હી, જયપુર બેંગલોર જેવી જગ્યા પર ચિત્રો બનાવીને પ્રદર્શનમાં વેચાઈ છે.
First published:

Tags: Anand, Famous, Local 18, Painting

विज्ञापन