આણંદ જિલ્લાનાનાં વિધાનગરમાં આવેલ કિશન પાપડ દુકાન પર આજનાં દિવસમાં મઠિયાં પાપડ અડધી કિંમતે આપવામાં આવે છે તેનો મુખ્ય હેતુ એ છે કે વધુ લોકો મતદાન કરે અને લોકોમાં જાગૃતતા ફેલાય.
Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગર અને જિલ્લા ભરમાં કિશન પાપડ વખણાય છે અને લોકો દિવાળી જેવા તહેવારમાં પણ અહીંયા થી જ ખરીદી કરે છે અને વિદેશ માં પણ મઠિયાં, ચોરાફરી,પાપડ, મોકલે છે ત્યારે આજે ખાસ સ્કીમ મૂકવામાં આવી છે.
વિદ્યાનગર નાનાં બજાર માં આવેલ કિશન પાપડનાં માલિકે મતદાન દીને લોકો વધુ મતદાન કરે અને તેમજ જાગૃત બને તે માટે વર્ષોથી આવી સ્કીમ મૂકવામાં આવે છે. જેનો લાભ મતદાતા લે છે આ કરવા પાછળનો મુખ્ય હેતુ છે કે લોકોમાં ઉત્સા વધે અને લોકો લોકશાહીનાં પર્વ નાં દિવસે મતદાન કરે.
આજે 5 ડિસેમ્બર એટલે કે બીજા તબક્કા નો મતદાન દિવસ મધ્ય ગુજરાત માં આજે લોકો મતદાન કરશે ત્યારે આ દિવસે લોકો મતદાન કરી કિશન પાપડની શોપ પર ખરીદી કરવા જતાં હોય છે. કિશન પાપડ દ્વાર આજના દિવસે મતદાતા માટે એક સ્કીમ મૂકવામાં આવી છે જે મઠિયાં પાપડના પેકેટ નો ભાવ રેગ્યુલર 120 રૂપિયા પ્રતિ 500 ગ્રામ નો હોય છે તે આજે કિશન પાપડની દુકાન પર માટે અડધી કિંમતે મળશે અને આજના દિવસે સવાર થી આ દુકાને લોકો ની ભીડ પણ લાગી છે
કિશન પાપડની શોપ પર આવેલા રાજપાલ રાઠોડ વિદ્યાનગર નાં રેહવાશી જણાવે છે કે કિશન પાપડ નાં માલિક કિશન પ્રજાપતિ દર ચૂંટણી ટાણે અવનવી સ્કીમ મૂકે છે જેના થી અમારા જેવા રેગ્યુલર ગ્રાહક અહીંયા આકર્ષાય છે અને આમ આજે અમે આ દુકાને મઠિયાં,લેવા આવ્યા છે જે મઠિયાં નો ભાવ આડા દિવસે વધારે હોય છે પણ આજના દિવસ પૂરતો ભાવ અડધો હોવાથી અમારા જેવા ગ્રાહક ને ફાયદો થાય છે.
કિશન ભાઈ નો પુત્ર સાથે વાત કરતા જાણવા મળ્યું કે છેલ્લા ઘણા સમય થી અમારા પરિવાર માં મતદાન નાં દિવસે લોકો નો ઉતસા વધારવા આવી સ્કીમ મૂકીએ છે જેનાથી લોકો મતદાન કરવા જાય અને અમારી ઇચ્છા છે કે લોકો આ પર્વ નાં દિવસે 100ટકા મતદાન કરે અને અમારી દુકાન થી અડધી કિંમતે ખરીદી કરે આજનાં દિવસે બપોર સુધીમાં અંદાજે 200 કિલો જેટલા મઠિયાં ચોરફરી પાપડ વેચાઈ ગયા એટલે અમારો મુખ્ય ઉપદેશ આજે સાકર થતો જણાય છે કે આજે આટલા બધા લોકો અમારી દુકાન પર મતદાન કરી ને વસ્તુ ખરીદવા ભીડ લાગી છે
આજનાં દિવસે અમે અમારી દુકાન પર જે લોકો મતદાન કરીને આવે છે તેમનું નિશાન ચેક કરી ને એક ટોકન આપીએ છે અને તે ગ્રાહક ટોકન કાઉન્ટર પર આપીને મઠિયાં, ચોરફારી, ખરીદે છે. આ દુકાન વિદ્યાનગર નાનાં બજાર માં આવેલી છે જો તમે મતદાન કર્યું છે તોહ આ દુકાને મળશે આજે છોરફરી, મઠિયાં, પાપડ,જેવી વસ્તુ અડધી કિંમતે આજના પર્વ માં લાભ લઈ શકાય છે આ લાભ આજના દિવસ પૂરતો જ છે