Home /News /anand /Anand: આરોગ્ય તંત્રે તૈયારી વધારી, હવે 332 આઈસોલેશન બેડ તૈયાર રખાશે

Anand: આરોગ્ય તંત્રે તૈયારી વધારી, હવે 332 આઈસોલેશન બેડ તૈયાર રખાશે

આણંદ માં સરકારી હોસપિટલોમાં આઇસોલેશન બેડ તૈયાર કરાશે 

આણંદ જિલ્લામાં કોરોનાના નવા વેરીએન્ટ બીએફ 7 ને લઇનેઆરોગ્ય તંત્ર સજ્જ થયું છે. જિલ્લામાં 48 એમ્બ્યુલન્સવાન, 04 ઓક્સિનજ પ્લાન્ટ અને 271 ઓક્સિજન કોનરસ્ટ્રેટર તૈયાર કરાશ.

Salim chauahan, Anand: આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે એનઆરઆઇને ધ્યાને લઇને અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આણંદ જિલ્લાની 2 સરકારી હોસ્પિટલ, કરસમદ હોસ્પિટલ અને પીએચસી કેન્દ્રમાં 332 આઇસોલેશન બેડ ઉભા કરવામાં આવ્યાં છે.જયારે 295 આઇસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના નવા વેરીએન્ટ બીએફ 7 ને લઇનેઆરોગ્ય તંત્ર એલર્ટ


આણંદની જનરલ હોસ્પિટલમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ થકી 30 બેડને એકી સાથે ઓક્સિનજન પુરો પાડી શકાય છે. આ પ્લાન્ટ દિવસ દરમિયાન 0.5 ક્યુબિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. હોસ્પિટલના દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ તેની ચકાસણી સાથે ઓક્સિજન લિકેજ ન થાય તેની પણ ખાતરીપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.


48 એમ્બયુલન્સ વાન તૈનાત રખાવામાં આવશે


બીજી લહેરમાં એમ્બયુલન્સની ઘટ વર્તાઇ હતી, જેને ધ્યાને લઇને હાલમાં 48 એમ્બયુલન્સ વાન તૈનાત રખાવામાં આવશે. તેમજ જિલ્લા કક્ષાએ આઇસોલેશન બેડની વ્યવસ્થા પીએચસી કેન્દ્રમાં કરવામાં આવી છે. તેમજ 4 ઓક્સિનજ પ્લાન્ટ સહિત પીએચસી કેન્દ્રમાં 271 ઓક્સિજન કોનસ્ન્ટ્રેટર તૈનાત રાખવામાં આવશે.


મંગળવારે 3550 દર્દીઓને તપાસ્યા હતા. જેમાંથી શંકાસ્પદ 269 ટેસ્ટ કરાયા હતા. આ વખતે તંત્ર દ્વાર અત્યારથી જ તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યા છે અને ઓકસીજન, બેડ વ્યવસ્થા,જેવી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી તંત્ર તૈયારી માં લાગી ગયું છે.

First published:

Tags: Anand, Ccoronavirus, Local 18