એપના ઉપયોગ દ્વારા સુધી આસાનીથી માહિતી પોહચાડી શકાશે.
SP યુનિ.માં આવેલા રેડિયો સ્ટેશન પોતાની એપ લોન્ચ કરશે.જેનાથી 15 કિમીના અંતરમાં નહીં,પરંતુ વિદ્યાર્થી કોઈ પણ સ્થળેથી એપનો લાભ લઈ શકશે. યુનિવર્સિટીએ દૂરની કોલેજના વિદ્યાર્થીઓ અને લોકોના હિત માટે સ્તુત્ય પગલું ભર્યું છે.
Salim chauhan, Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોનિક્સ વિભાગ કર્યરત છે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી પોતાનું કેમ્પસ રેડિયો સ્ટેશન ધરાવે છે. જેનું નામ કેમ્પસ રેડિયો 90.4 FM છે. જે વર્ષ 2004થી કાર્યરત છે અને ગુજરાતમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે.
15 કિમીના અંતરમાં નહીં પરંતુ હવે વિદ્યાર્થી કોઈ પણ સ્થળે લાભ
90.4 MHz ફ્રિક્વન્સી અને 50 વૉલ્ટના પાવર સાથે 15 કિમીના એરિયાનું કવરેજ કરે છે અને હવે તે પોતાની એપ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ કમ્યુનિટિ રેડિયો સ્ટેશન (સામુદાયિક રેડિયો સ્ટેશન) વિદ્યાર્થીઓ અને લોકો માટે ઉપયોગી કાર્યક્રમો કરે છે.તેની ટેગ લાઇન પણ “માય વ્યું- માય વોઇસ -માય કેમ્પસ” છે. ઇન્ટરનેટના જમાનામાં અત્યારે કોઈ રેડિયો સેટ વાપરતા નથી. પરંતુ સ્માર્ટફોન બધા વાપરે જ છે. જેથી વિદ્યાર્થીઓ અને લોકો સુધી સરળતાથી પહોંચાય માટે એપ લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને લોકો સુધી આસાનીથી માહિતી પહોંચશે
કમ્યુનિટિ રેડિયો સ્ટેશનનો ટ્રાન્સમિટ કરવાનો વિસ્તાર નક્કી કરેલો હોય છે. એપ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ એ છે કે; છેલ્લા 4-5 વર્ષમાં ખંભાત,ખેડાની કોલેજો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન થઈ છે, જેથી દૂરની કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સુધી રેડિયોનું ટ્રાન્સમિટિંગ પહોંચતુ ન હતું. એપના ઉપયોગથી આસાનીથી માહિતી પહોંચાડી શકાશે. પ્રો. પરેશ પટેલ (ટેકનિકલ કમિટી મેમ્બર, કેમ્પસ રેડિયો સ્ટેશન)
કેમ્પસ રેડિયો 90.4ના ફાયદા
દૂરના વિસ્તારોની કોલેજના વિદ્યાથીઓ એપનો ઉપયોગ કરી માહિતી મેળવશે.
ઇન્ટરનેટ અને સ્માર્ટફોન દ્વારા વિદ્યાર્થી, પ્રાધ્યાપકો અને લોકો લાભ લેશે.
એપમાં ટ્રાન્સમીટ કરવાની ફેસીલીટી કરાશે.
કોવિડ જેવી પરિસ્થિતમાં વિદ્યાર્થીઓ ઘરે હોય તો પણ માહિતગાર થશે.
બોડકાસ્ટના રૂપમાં જૂના પ્રોગ્રામ મૂકાશે, જેથી અનુકૂળતાના સમયે સાંભળી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર