આ આઈલેન્ડ વિશે બહુ ઓછાં લોકો જાણે છે કે પક્ષી આવા તળાવ માં આવે છે.
શિયાળાની શરૂઆત થતાં ખેડાનાં ભેરાઇ ગામના તળાવમાં વિવિધ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. છેલ્લા 10 વર્ષથી અહીં વિદેશી પક્ષી આવે છે. પક્ષીપ્રેમીઓ અહીં આવી ફોટા અને વીડિયો લઇ માહિતી એકત્ર કરે છે.
Salim chauhan, Anand: ભેરાઇ ગામ ખેડા હાઈવે થી 12 કિલોમીટરનાં અંતરે આવેલુ છે.અહીં છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી વિદેશી પક્ષીનું આગમન થાય છે. આ જગ્યા વિશે લોકો બહુ ઓછું જાણતા હોવાથી અહીંયા બહુ ઓછાં લોકો આવે છે. અહીંયા સવારના 8 વાગ્યા સમયે પક્ષીનો જમાવડો જોવા મળે છે.તેમજ પક્ષી પ્રેમી લોકો સુંદર ફોટો, વિડિયો લઈ પક્ષી વિશેની માહિતી એકઠી કરે છે.
ભેરાઇ ગામની આજુબાજુમાં ત્રણ તળાવ આવેલા છે. જેમાં દેશ વિદેશનાં પક્ષી જોવા મળે છે અને ખૂબ સુંદર નજારા પક્ષી પ્રેમી કેમેરામાં કેદ કરી લેતા હોય છે.આ ગામની આજુબાજુ નવાગામ, નાઇકા, વડલા, ભેરાઇ ગામમાં તળાવો આવેલા છે, જેમાં વિદેશી પક્ષી જોવા મળે છે.
વિદેશી પક્ષી સિવાય અન્ય 60 પ્રકારના પક્ષી
યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં આવી પહોંચે છે અને ખાસ ખેડા અને આણંદ જિલ્લામાં આવેલા તળાવ પર પક્ષી આવી પહોંચે છે. આમ છેલ્લા દશ વર્ષથી ભેરાઇ ગામે આવલે તળાવ પર વિદેશી પક્ષી મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા હોય છે.
આ પંથકમાં ફ્લેમિંગો, યાયાવર, સિગપર,ચેતવા, પેંણ, ગિરિજા, મોટા ગડેરા, દયણો, અને સ્થાનિક મોટા હંસ પક્ષીઓ જોવા મળી રહ્યા છે.અન્ય 60 પ્રકારના પક્ષી પણ જોવા મળે છે. ત્યારે વિવિધ પ્રજાતિના પક્ષીઓને નિહાળવા પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
વિદેશી પક્ષી પર સંશોધન કરવા પણ અનેક પક્ષી પ્રેમી લોકો જોડાય છે.અને ફોટો, વિડિઓ દૂરબીન જેવા સાધન વડે માહિતી મેળવે છે. ખેડાનાં ભેરાઇ ગામે મધ્યમાં આવેલા તળાવમાં તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતા નથી. તેના યોગ્ય જતન માટે ગામના લોકો નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છે.સ્થળને વધુ વિકસિત કરવું જોઈએ તેવું પણ ગામનાં તજજ્ઞ કહી રહ્યા છે.
પક્ષી શિયાળા પૂરતો સમય પ્રસાર કરી પરત ફરતા હોય છે
પક્ષીવિદોનુ માનવું છે કે,સાબીરીયા, મંગોલીયા, યુરોપ, રશિયા જેવા દેશોમાં શિયાળો આવે એટલે બરફ પડવાને કારણે પક્ષીઓના ખાવાનો ખોરાક બરફમાં ઢંકાઈ જતો હોય છે. જેના કારણે પક્ષીઓ જ્યાં ઠંડી ઓછી પડતી હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર કરી પોતાનું રહેઠાણ બનાવતા હોય છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માફકસર વાતાવરણ હોવાથી નવેમ્બર માસથી જ મોટા ગ્રુપ સાથે વિદેશી પક્ષીઓને આગમન થાય છે.
ફ્લેમિંગો પક્ષી વિશે જાણો
ફ્લેમિંગો શબ્દ સ્પીનીશ અને લેટિન શબ્દ ફ્લેમકો પરથી આવે છે. જેનો અર્થ આગ થાય છે. જે પક્ષીઓના પીંછાઓના તેજસ્વી રંગને સંદર્ભિત કરે છે. ફ્લેમિંગોની એક ટુકડી ઉડ્ડયન કરતી વખતે ટોચની ગતિ કલાક દીઠ 35 માઈલ જેટલી ઊંચી હોય છે. જ્યારે આ પક્ષી દર વર્ષે ફક્ત એક જ ઈંડા મુકતા હોય છે.
યાયાવર એટલે શું ?
વિદેશથી આવેલા પક્ષીઓ વિસ્તારમાં પોતાના સમય પસાર કરતા હોય છે અને ઠંડી બાદ પરત પોતાના દેશ તરફ જતા રહેતા હોય છે. આ તમામ પક્ષીઓ અહીં માળો બનાવતા નથી અને માત્ર બે કે ત્રણ માસ રોકાણ કરી પરત પોતાના દેશ જતા રહેતા હોવાને કારણે આ પ્રવાસી પક્ષીઓને યાયાવર તરીકે ઓળખવામાં આવે છે.