Home /News /anand /Anand: ઉમાબેનને ખરા અર્થમાં કેવાય વિદ્યાની સરસ્વતી; ફૂટપાથ પર ગરીબ બાળકોને આપે છે શિક્ષણ

Anand: ઉમાબેનને ખરા અર્થમાં કેવાય વિદ્યાની સરસ્વતી; ફૂટપાથ પર ગરીબ બાળકોને આપે છે શિક્ષણ

ગુજરાતી,હિન્દી,અંગ્રેજી, ચિત્રકામ યોગા જેવા વિષય પર જ્ઞાન આપવામાં આવેછે.

આણંદ બાકરોલ રોડ પર આવેલ સંકેત ઇન્ડિયા સેલ્સનાં કોમ્પલેક્ષ બહાર જગ્યા મળતા તેઓ વિદ્યાર્થીઓને ખુલ્લામાંજ શિક્ષણ આપી રહ્યા છે.ઝુપડપટ્ટી વિસ્તારનાં 1થી 9 ધોરણ નાં 60 થી 70 જેટલા બાળકો રોજ શિક્ષણ આપે છે.

  Salim chauhan, Anand: આણંદમાં રહેતા ઉમાબેન શર્માં છેલ્લા 5 વર્ષથી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી સમાજ માટે એક મિશાલ બન્યા છે.તેઓ ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે.આણંદ બાકરોલ રોડ પર આવેલ સંકેત ઇન્ડિયા સેલ્સનાં કોમ્પલેક્ષ બહાર જગ્યા મળતા તેઓ વિદ્યાર્થીઓને ખુલ્લામાંજ શિક્ષણ આપી રહ્યા છે.  ઉમાબેન અમદાવાદ રાયપુર પાસે ભૂતની આંબલીના રેહવાશી છે.અમદાવાદની ગુજરાત યુનીવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસનાં ફિલોશોફી વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે.ઉમાબેન દસમા ધોરણમાં હતા ત્યારે અમદાવાદનાં રાયપુરમાં ભૂતની આંબલી કેહવાતા વિસ્તાર માં માંતા પિતાની આવેલી ફૂટપાત્ પર નાનકડી ગરેજમાં જ પોતાનો અભ્યાસ કરતા. હિંમત કરીને તેમના પિતાએ દયાશંકરે આગળ ભણાવ્યા અને અંતે પ્રોફેસર બની લગ્ન બાદ વિદ્યાનગર જોબ મેળવી.

  એક દિવસ વિદ્યાનગર તે સાંજ નાં સુમારે ચાલવા નીકળ્યા ત્યારે તેમની નજરે આવ્યું જૂપડપટીનાં બાળક રોડ પર ચોકથી કંઈ લખી રહ્યું છે. આ જોતાં જ બાળકને બોલવી ને તેઓ એ પૂછ્યું તારે ભણવું છે બાળકે હા પાડી.બસ અહીંયાથી તેમણે વિચારી લીધું હું મારા નોકરી પછીના અમુક કલાકો આ બાળકો સાથે વીતાવીશ અને તેમને શિક્ષિત કરીશ.પતિ મનીષ શર્માનાં સાથ સહકારથી વાત આગળ વધી.માતા પિતાના નામે સંકુત્લાનાં નામ પરથી સિચન દયા સકુંલ ફાઉન્ડેશન નામ આપવામાં આવ્યું.સિંચન શબ્દ એટલે જતન કરવું તેમ થાય છે.  આણંદ બાકરોલ રોડ પર આવેલ સંકેત ઇન્ડિયા સેલ્સનાં કોમ્પલેક્ષ બહારજગ્યા મળી એટલે રોડ પર જ બાળકો ને બોલવી સાંજના પાંચ થી સાત વાગ્યા સુધી પાયા નું શિક્ષણ આપવાનું ચાલુ કર્યું.ધીરે ધીરે જુપડપટી નાં બાળકો ની સંખ્યા વધતી ગઈ. ઉમાબેન નો ઉપદેશ એકજ હતો કે મારા પર વીતી છે તે આ બાળકો પર નાં વિતે કારણ એજ હતું પેહલા ઉમાબેન પણ ઝૂંપપટ્ટીમાં રહી અભ્યાસ કરતા.

  હાલ વિદ્યાનગરનાં નલિની આર્ટસ કોલેજ માં પ્રોફેસર ની ફરજ પણ બજાવે છે.આણંદ ના રાજ માર્ગ થી લઇ ને પ્રાપ્તિ સર્કલ સુધી નાં ઝુપડપટ્ટી વિસ્તારનાં 1થી 9 ધોરણ નાં 60 થી 70 જેટલા બાળકો રોજ ભણવા માટે આવે છે.એવા પણ બાળકો સામેલ છેજેવોનાં માતા પિતા 200 રૂપિયામાં મજૂરી કરીને જીવન જૂપડપતી માં વિતાવે પાસે રેહવા છત્ પણ નથી.અમુક બાળક નાં પિતા એવા પણ છેગધેડા પર માલ સામાન ની ની ફેરી કરી ઘર ચલાવે છે.સરકારી સ્કૂલ માં જતાં હોય તોહ પણ એકડા નાં આવડતા હોય તેવા છોકરાવ ને પાયાનું જ્ઞાન પૂરું પડે છે.  ઉમાં બેન નું કેહવુ છે સરકારી સ્કૂલ માં આવા છોકરા પર ધ્યાન નથી આપવામાં આવતું એવા બાળકો પણ છે જેને કક્કો પણ નાં આવડતો હોય પંચતંત્ર ની વાર્તા સંભળાવી ભૂલકાં ને ભણતર પ્રત્યે રશ જગાડવામાં આવે છે.હિમાંશુ સરગરા નામના બાળકને પૂછતા ખબર પડી કે તેના પિતા નથી તેની માતા લોકોના ઘર કામ કરી ગુજરાન ચલાવે છે.આ ભૂલકાંઓ ને નજીકનાં સિદ્ધિવિનાયક મંદિર નાં કાર્યકર રાકેશ ભાઈ દ્વારા અવાર નવાર જમવાનું પણ આપવામાં આવે છે.  ઉમાબેન નાં આ કામ ને લઈને ને આણંદ ના રેહવશીનું કેહવુ છે કે આ બેન ખરા અર્થમાં વિદ્યાની સરસ્વતી છે.કોરોના જેવા કપરા સમય માં પણ ઉમાબેન આ બાળકો ની સાથે રહ્યા તેમને જીવન જરૂરિયાત ની વસ્તુઓ પણ પૂરી પાડી ભૂલકાંઓ પ્રેમ જીત્યો.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Higher education, Poor, Poor people, Students

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन