Home /News /anand /Anand: આ સિસ્ટમ ઘરમાં લગાવવાથી પાણી રીસ્ટોર કરી વાપરી શકાશે; છાત્રોએ કરી નવી શોધ

Anand: આ સિસ્ટમ ઘરમાં લગાવવાથી પાણી રીસ્ટોર કરી વાપરી શકાશે; છાત્રોએ કરી નવી શોધ

X
આ

આ પ્રોજેક્ટ થકી પાણી રી સ્ટોર કરી ફરી થી વપરાશ માં લઇ શકાય છે.

વિદ્યાનગરનાં એમબીઆઇટી કોલેજના વિદ્યાર્થીઓએ નવી શોધ કરી છે. ઘર વપરાશના પાણીને ફિલ્ટર કરીને રીસ્ટોર કરી ગાર્ડન, કાર વોશિંગ જેવા કામ માં ઉપયોગમાં લઇ શકાશે.જેનાથી પાણીની બચત થશે.

Salim chauhan, Anand: વિદ્યાનગર ચારુતર વિદ્યામંડળ દ્વારા જ્ઞાનોત્સવ મેગા ઇવેન્ટ યોજાઈ છે. જેમાં ચારુતર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીનાં પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં એમબીઆઇટીનાં વિદ્યાર્થીએ એકવા હિલ નામનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ પ્રોજેક્ટમાં જો ઘર વપરાશનાં પાણીને એક ટેન્કમાં એકત્ર કરવામાં આવે છે જ્યાંથી બીજી ટેન્કમાં પાણીને ફિલ્ટર કરી સ્ટોર કરવામાં આવે છે.

ત્યારબાદ ટટેન્કમાં જમા થયેલા પાણીમાં ઇલેક્ટ્રોસીસની પ્રોસેસ કરી પાણીને શુદ્ધ કરવામાં આવે છે. આમ 12 થી 15 કલાકમાં આ ટાંકીનું પાણી શુદ્ધ થઈ વપરાશ યોગ્ય બની જાય છે અને શુદ્ધ થયેલા પાણીને રિઝર્વ ટેન્કમાં સંગ્રહ કરી ઘરમાં બગીચા લોનમાં ડ્રિપ ઇરીગેસન દ્વારા પાણી સિંચાઈ માટે, કપડાં, વાસણ ધોવા કે સ્નાન માટે ઉપયોગમાં લઇ શકાશે. અને આ રીતે પાણીની બચત કરી શકાશે.



મોબાઇલ એપ્લિકેશન બનાવી

આ સિસ્ટમમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવનાર છે. જેમાં મોબાઈલ પર પાણીના વપરાશ અંગે નોટિફિકેશન મળશે અને જેના કારણે પોતાના ઘરમાં આ પાણીનો ઉપયોગ કરી શકાશે.



પાણી શુદ્ધ થઈ રિઝર્વ ટેન્ક શુદ્ધ પાણીથી ભરાઈ જાય એટલે સેન્સર દ્વારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે રિઝર્વ ટેન્ક ભરાઈ ગઈ છે અને પાણીને મોબાઈલ પર કમાન્ડ આપીને બગીચામાં કે ગ્રીન લોનમાં ડ્રિપ ઇરીગેસનથી પાણી આપી શકાશે.



ખાળકુવા ઉભરાવાની સમસ્યાની મુક્તિ મળશે

સામાન્ય રીતે ખાળકૂવો ઉભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે આ સિસ્ટમથી ખાળ કૂવો ઉભરાવાની સમસ્યા બંધ થઈ જશે અને ખાળકુવો સાફ કરવા જેટલા ખર્ચ થાય છે, તેટલા ખર્ચમાં આ સિસ્ટમ તૈયાર થઈ જાય છે. જો બિલ્ડરો મકાન કે એપાર્ટમેન્ટ તૈયાર કરતી વખતે શૌચાલયનું દૂષિત પાણી ગટર કે ખાળકૂવામાં સીધી પાઇપ લાઈન દ્વારા આપે અને બાથરૂમમાં ન્હાવા કે કપડાં વાસણ ધોવાનું પાણી જુદી પાઇપ લાઈન દ્વારા એકત્ર કરવાની સિસ્ટમ બનાવે તો આ પાણીનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ લાખો લીટર પાણીની બચત થઈ શકે છે.



સામાન્ય રીતે કાર વોશ કરવા માટે જે પાણી વપરાય છે. તે પાણીને એકત્ર કરી શુદ્ધિકરણ દ્વારા રિયુઝ કરવામાં આવે તો પાણીની બચત પણ થશે અને કાર પણ ધોવાઈ જશે. વલ્લભવિદ્યાનગર ખાતે CVM આયોજિત જ્ઞાનોત્સવ ખાતે આ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ કોલેજના વિદ્યાર્થીઓ ઓમ નાયાણી, મિતરાજસિંહ રાઉલજી અને યુવરાજસિંહ ઝાલાએ પ્રો.સુનિત પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે.
First published:

Tags: Anand, Local 18, Reserch, Students

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો