Home /News /anand /આણંદ ટ્રિપલ અકસ્માત: અકસ્માત સર્જનાર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનો આક્ષેપ, અકસ્માત બાદનો વીડિયો આવ્યો સામે
આણંદ ટ્રિપલ અકસ્માત: અકસ્માત સર્જનાર નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનો આક્ષેપ, અકસ્માત બાદનો વીડિયો આવ્યો સામે
રોડ અકસ્માતમાં છ લોકોનાં મોત
Anand triple accident: બીજી તરફ અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કાર ચાલક નજરે પડી રહ્યો છે. આ કેસમાં સ્થાનિકોનું કહેવું છે કે અકસ્માત સર્જનાર કેતન પઢિયાર દારૂના નશામાં હતો. જોકે, આ મામલે કોઈ અધિકારી તરફથી નિવેદન આપવામાં આવ્યું નથી.
આણંદ: સોજિત્રા પાસે થયેલા ટ્રિપલ અકસ્માત (Anand trippe accident)માં છ લોકોનાં મોત થયા છે. જેમાં એવી વિગત સામે આવી છે કે અકસ્માતનો આરોપી કેતન રમણભાઈ પઢિયાર (Ketan Padhiyar) કૉંગ્રેસના ધાસાભ્યનો જમાઈ છે. આ અકસ્માતમાં કુલ છ લોકોનાં મોત થયા છે. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે કારનો ડ્રાઇવર પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત સ્થળેથી MLA Gujarat લખેલી પ્લેટ પણ મળી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં સોજિત્રાના ધારાસભ્યો પુનમભાઈ મધાભાઈ પરમારે (Punambhai Madhabhai Parmar) કાર ચાલક તેમના જમાઈની હોવાનો સ્વીકાર કર્યો છે.
આરોપી પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ
આ અકસ્માતમાં કાર ચાલકની બેદરકારી સામે આવી છે. આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો દાખલ થયો છે. ધારાસભ્ય પુનમભાઈએ જણાવ્યું હતું કે, "મારા જમાઈ મારી દીકરી અને ભાણેજોને તારાપુર મૂકીને પરત આણંદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા, એક્ટિવા અને કારની ટક્કર થઈ ગઈ હતી. આ અકલ્પનિય અકસ્માત છે. તેની સામે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ."
કાર ચાલકે દારૂ પીધો હોવાનો આક્ષેપ
બીજી તરફ અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કાર ચાલક નજરે પડી રહ્યો છે. આ કેસમાં સ્થાનિકોનું કહેવું છે કે અકસ્માત સર્જનાર કેતન પઢિયાર દારૂના નશામાં હતો. જોકે, આ મામલે કોઈ અધિકારી તરફથી નિવેદન આપવામાં આવ્યું નથી.
રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, સ્કૂટર અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ખંભાતના DySP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રિક્ષા ચાલક, રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોનાં મોત થયા છે.
મૃતકોના નામ
યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.