Home /News /anand /Anand: G.C.M.M.F. અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઈ બીનહરિફ વરણી, જાણો ચેરમેને શું કહ્યું

Anand: G.C.M.M.F. અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઈ બીનહરિફ વરણી, જાણો ચેરમેને શું કહ્યું

અમૂલના ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજીભાઈ પુન વરણી

આણંદ GCMMF અમૂલના ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વાલમજીભાઈ હુંબલની પુનઃ વરણી કરવામાં આવી છે.

Salim chauhan, Anand: આણંદ ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન અને વાઈસ ચેરમેનપદની ચૂંટણી માટે 24મી જાન્યુઆરી 2023 બુધવારે આણંદ સ્થિત હેડક્વાર્ટર ખાતે કાર્યવાહી શરૂ થઈ હતી.જેમાં જીસીએમએમએફ સાથે સંકળાયેલાં 18 દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેન એવાં ડિરેક્ટર દ્વારા મતદાન અધિકાર ધરાવે છે.

મહત્વનું છે કે હાલ દૂધ ઉત્પાદક સંઘોમાં ભાજપ આગેવાનોની બહુમતી સત્તા ચાલી રહી છે.વળી ભાજપ સંગઠને સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટનો નિયમ લાગુ કર્યો હોઈ ગાંધીનગરથી જે નામ નક્કી થશે તે દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અમૂલ ફેડરેશન ચેરમેન માટે ઉમેદવારી કરશે અને તેને જ અમૂલ ફેડરેશન ચેરમેનનો બિનહરીફ સરતાજ મળશે, તે નક્કી હતું.ગત ટર્મમાં શામળભાઈ પટેલ ચેરમેન અને વાલમજીભાઈ હુંબલ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી.જેઓની આજે પણ બીજી ટર્મ માટે પુનઃવરણીની કરાઈ છે.

શું કહ્યું ચૂંટણી અધિકારી ?

આ અંગે ચૂંટણી અધિકારી વિમલકુમાર બારોટે જણાવ્યું હતું કે, નિયત સમયે શરૂ થયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન તરીકે શામળભાઈ પટેલ અને વાઈસચેરમેન તરીકે વાલમજીભાઈ હૂંબલના ઉમેદવારી ફોર્મ સામે કોઈ જ હરીફ ફોર્મ ન મળતા બન્ને ઉમેદવારોની બિનહરીફ વરણી જાહેર કરાઈ છે.

ભાજપની ગુડબુકમાં નામ ધરાવતા છે

શામળભાઈ પટેલ અને વલમજીભાઈ પટેલનો જીસીએમએમએફનો વહીવટી કાર્યકાળ બિન વિવાદાસ્પદ રહ્યો હતો.અમૂલ બ્રાન્ડના વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવતા પૂર્વ મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢીને તાત્કાલિક પદ ઉપર દૂર કરવાનો મજબૂત નિર્ણય લેવામાં તેઓની વહીવટી સાહસિકતા દાખવી હતી.જેથી ભાજપ કેન્દ્રીય નેતાગીરીની ગુડબુકમાં નામ ધરાવતા આ સહકારી આગેવાનોની પુનઃનિયુક્તિ કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Anand, Local 18

विज्ञापन