આજે શૈલેષભાઈ પ્રિન્સ પાર્થ ફિલ્મ પ્રોડક્શન માં અનેક ગુજરાતી કોમેડી પિકચર બનાવેછે
મુળ નડિયાદનાં અને હાલ આણંદ રહેતા શૈલેષ શાહ ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યાં છે. તેમણે 24 જેટલી ગુજરાતી ફિલ્મ બનાવી છે. તેમજ 250 જેટલા આલ્બમ બનાવ્યાં છે. તેમનાં આલ્બમનું ગુજરાતમાં ખાસ વેંચાણ ન થતા અમેરિકામાં વેંચાણ કર્યું હતું.
Salim chauhan, Anand: મૂળ નડિયાદનાં વતની શૈલેષ શાહ ગુજરાતી ફિલ્મ બનવા માટે જાણીતા છે. શૈલેષભાઈ શાહે બેંગલોર ખાતે પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરી માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2011માં મિત્ર કેતન ઠકકર સાથે સોંગ આલ્બમ બનવાની શરૂઆત કરી હતી. જેમાં સાઈ શરણમ મમ આલ્બમ બનાવ્યો હતો. ત્યાર બાદ શિવજીનું હાલરડું, કૃષ્ણ સુદામાની મિત્રતા, અન્નનો મહિમાં જેવા 250 આલ્બમ બનાવ્યા હતા. ગાંધીનગરમાં આવેલા જય અંબે કેસેટનાં શોપ પર આલ્બમ કેસેટનું વેચાણ કરતા હતા.
1900 ડોલરમાં કમાણી થઇ
આલ્બમની કેસેટ 5 હજાર કોપી બનાવી હતી. પરંતુ ખાસ વેચાણ થયું ન હતું. બાદ તેમનાં મિત્ર અમેરિકાથી આવ્યા હતા અને તેની સાથે વાત કરી હતી. તેઓ અમેરિકા કેસેટ વેચવા માટે લઇ ગયા હતાં. ડોલરમાં આવક શરૂ થઇ હતી.જેમાં 1900 ડોલર ની કમાણી થઈ હતી.
2013 માં ફિલ્મ બનવાની શરૂઆત થઈ.
વર્ષ 2013માં પ્રથમ ફિલ્મ આણંદથી અમેરિકા બનાવી હતી. 24 ફિલ્મ બનાવી ચૂક્યા છે અને 25 ની ફિલ્મ બનાવી રહ્યા છે. આણંદ ખાતે પ્રિન્સ પાર્થ ફિલ્મનાં નામથી જાણીતા શૈલેષ શાહે આજે 24 ફિલ્મ ગુજરાતીમાં બનાવી છે, જેમાં 8 રૂરલ અને 14 જેટલી અર્બન ફિલ્મ બનાવી છે.
આ રૂલર ફિલ્મ બનાવી
આણંદથી અમેરિકા,ઓઢણી ,પ્રતિશોધ, વાલનો વારસદાર, રૂપિયો નાચ નચાવે ,લેખ સુહાગણના, સાજણ તારી પ્રીત, ચક્રવ્યુ, અજાણ તારી પ્રીત ફિલ્મ બનાવી છે.