Home /News /anand /Anand: ટૂંક સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ, આ સમયે થશે ચૂંટણી

Anand: ટૂંક સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીને મળશે નવા કુલપતિ, આ સમયે થશે ચૂંટણી

નવ મહિનાથી કુલપતિના ભરોસે ચાલે છે વહીવટ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક હવે વિધાનસભાની ચૂંટણી બાદ જ થશે.ઉલ્લેખનિય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી સહિત રાજ્યની 12 યુનિવર્સિટી માં કુલપતિની જગ્યા છેલ્લા કેટલાય સમયથી ખાલી છે.

    Salim Chauhan, Anand: વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી માં કુલપતિની નિમણૂક હવે વિધાનસભાની ચૂંટણી બાદ જ થશે. હાલમાં ચૂંટણી આચારસંહિતા હોવાથી ભરતી પ્રક્રિયા પર પૂર્ણ વિરામ લાગ્યો છે. ગત ફેબ્રુઆરી માં યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીને કુલપતિ પદની લાયકાત ન હોવાનું કારણ જણાવી પદભ્રષ્ટ કરાયા હતા. ત્યારબાદ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદે ડૉ. નિરંજન પટેલની નિમણૂક કરાઇ હતી. જેને કારણે વાઇસ ચાન્સેલરની આ કાયમી જગ્યા હજુ ખાલી છે.

    ભરતી પ્રક્રિયા પર પૂર્ણ વિરામ:SP યુનિવર્સિટીનાVCની નિમણૂંક ચૂંટણી બાદ થશે

    આચારસંહિતા હોવાથી ભરતી પ્રક્રિયા પર હાલ પૂર્ણ વિરામ 9 મહિનાથી યુનિ.નો વહીવટ ઇન્ચાર્જ વીસીના ભરોશે. વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવ ર્સિટીમાં કુલપતિની નિમણૂક હવે વિધાનસભાની ચૂંટણી બાદ જ થશે. હાલમાં ચૂંટણી આચારસંહિતા હોવાથી ભરતી પ્રક્રિયા પર પૂર્ણ વિરામ લાગ્યો છે. ગત ફેબ્રુઆરીમાં યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીને કુલપતિ પદની લાયકાત ન હોવાનું કારણ જણાવી પદભ્રષ્ટ કરાયા હતા. ત્યારબાદ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદે ડૉ. નિરંજન પટેલની નિમણૂક કરાઇ હતી. જેને કારણે વાઇસ ચાન્સેલરની આ કાયમી જગ્યા હજુ ખાલી છે.

    અત્રે ઉલ્લેખનિય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી સહિત રાજ્યની 12 યુનિવર્સિટી માં કુલપતિની જગ્યા છેલ્લા કેટલાય સમયથી ખાલી છે. જેમાં પાટણ, જીટીયુ અને કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિની મુદ્દત પૂર્ણ થવાની તૈયારીમાં છે. પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટી સહિત ભાવનગર, સૌરાષ્ટ્ર, સ્પોર્ટસ, ચિલ્ડ્રન, બાબાસાહેબ આંબેડકર, જુનાગઢ સહિત યુનિવર્સિટીમાં કુલપતિની મુદ્દત પૂરી થઈ ગઈ છે. હાલમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરથી જ કામગીરી ચલાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ડો. શિરીષ કુલકર્ણીની નિમણૂંકને લઇ સુપ્રીમ કોર્ટે માર્ચ 2022માં ચુકાદો આપતાં રાજ્ય સરકારને નિમણૂંક રદ્દ કરવા આદેશ આપ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Local 18, University

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन