મધ્યમ વર્ગ નાં લોકો ને ઘ્યાન માં રાખી ને હૉસ્પિટલ બનાવમાં આવી.
આણંદ શહેમાં સૌપ્રથમવાર મુસ્લિમ અગ્રણી ઇમરાનભાઈ વ્હોરાએ આયાત હોસ્પિટલની શરૂઆત કરી અને નજીવા દરે દર્દીની સારવાર કરી રહ્યા છે.અહીં નજીવા દરે લોકોને તમામ સારવાર આપવામાં આવે છે.તેમજ નાના મોટા ઓપરેશન કરવામાં આવે છે.
Salim chauhan, Anand: આણંદ શહેમાં સૌપ્રથમવાર મુસ્લિમ અગ્રણી ઇમરાનભાઈ વ્હોરાએ આયાત હોસ્પિટલની શરૂઆત કરી અને નજીવા દરે દર્દીની સારવાર કરી રહ્યા છે. આ હોસ્પિટલ આણંદના સામરખા રોડ પર શરૂ કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે જિલ્લાભરનાં લોકો અહીંયા આવી રહ્યા છેઅને સારવાર મેળવી રહ્યા છે.
આયાત હોસ્પિટલની શરૂઆત એક બે વર્ષ પેહલા કરવામાં આવી હતી અને શરૂ કરવાનું મુખ્ય કારણ હતું કે.,ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને સારવાર મળી રહે. જ્યારે કોરોના મહામારીમાં મુસ્લિમ સમાજના લોકો પૈસાની તગીનાં કારણે સારવાર મેળવા વલખાં મારતા હતા.આણંદના અગ્રણી ઇમરાન વ્હોરાને વિચાર આવ્યો કે,સમાજ માટે નહી પરંતુ બધા સમાજના લોકોને ધ્યાનમાં રાખી મધ્યમ વર્ગનાં લોકોને પરવડે તેવી હૉસ્પિટલનું જો નિર્માણ કરવામાં આવે તો ગરીબ મધ્યમવર્ગનાં લોકોને નજીવા દરે સારવાર પુરી પાડી શકાય.
આયાત નામ રાખવાનો હેતુ જાણો
કોરોના બાદ આ હોસ્પિટલ બનાવા ઇમરાનભાઈએ સમાજના અગ્રણી સમક્ષ વિચાર મૂક્યો અને આ વિચારને બધા લોકોએ બિરદાવ્યો.બાદ એક ઈશરા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી અને હોસ્પિટલનું નામ આયાત આપવામાં આવ્યું.આયાત શબ્દનો અર્થ દુઆ અને દવા થાય છે. આમ આયાત નામથી આજે આ હોસ્પિટલ આણંદના સામરખા રોડ પાસે શરૂ કરી તમામ લોકો માટે સેવા પૂરું પાડી રહી છે.
હોસ્પિટલમાં વિવિધ સુવિધા
હોસ્પિટલમાં ખાસ ડોક્ટર ની ટીમ સેવા આપી રહી છે. જેમાં ઑર્થોપેડિક સર્જરી, લેપ્રોસ્કોફી, જનરલ ઓપીડી, ઈ એન ટી સર્જન, ફિજીશીયન, ડોક્ટરો સ્કીન ડોક્ટર સહિતની સારવાર આપવામાં આવે છે.સાથે સાથે હોસ્પિટલમાં લેબોરેટરી અને દવા માટે પણ નજીવા દરે સુવિધા આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં મુસ્લિમ સમાજના ઈશરા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સેવાકિય હોસ્પિટલ ચાલવામાં આવે છે.
નાના મોટા ઓપરેશન કરવામાં આવે
હોસ્પિટલ નાનાં મોટા ઓપરેશન પણ કરવામાં આવે છે.જેમ કે ભગંદર હોય કે ફિશર, આવા તમામ નાનાં મોટા ઓપરેશન નજીવા દરે કરવામાં આવે છે.હોસ્પિટલમાં સ્પેશ્યલ રૂમ,જનરલ રૂમ, મેડિકલ સ્ટોર,ટ્રોમા, બીપેપ, 25 ઓક્સિજન બેડ, આઇસીયુ જેવી સુવિધાથી સજજ છે.ઈમરાનભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે, હજુ પણ આણંદની જનતાનો સાથ સહકાર મળે તો આ હોસ્પિટલમાં બીજી અનેક સુવિધા પ્રાપ્ત થઈ અને છેવાડાના ગામડાના લોકો સારવારનો લાભ લઈ શકે.