Home /News /anand /Anand: શું તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો, અહી શો રૂમને પછાડે એવી ગાડી મળશે

Anand: શું તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો, અહી શો રૂમને પછાડે એવી ગાડી મળશે

X
આ

આ જૂની ગાડીઓ ખરીદવા લોકો ગુજરાત ભર નાં ગામોમાંથી આવે છે

આણંદ જિલ્લામાં સેકેન્ડ હેન્ડ કાર માર્કેટમાં વિવિધ કાર મળી રહે છે.અહી ઓલ્ટો કારથી લઈ બીએમ ડબલ્યું ઓડી અને મર્સીડીસ જેવી મોંધી કાર પણ તમારા અનુકુળતા પ્રમાણે પોતાના ઘરે વસાવી શકો છો.

    Salim,chauahn, Anand: આજના આધુનિક યુગમાં લોકો ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છે.ત્યારે શહેર હોય કે ગામડુ તમામ લોકો વાહનો વસાવી રહ્યા છે. જેથી કરી તેઓ સરળતાથી પોતાનું જીવન જીવી શકે.પરંતુ સાથે સાથે મોંધવારી પણ સતત વધી રહી છે.જેના કારણે લોકો નવી વસ્તુઓ લઈ શકતા નથી પણ તેની બીજી બાજૂ માર્કેટમાં સેકેન્ડ હેન્ડ વસ્તુઓનું વેચાણ પણ માર્કેટમાં વધી રહી છે. આ માર્કેટમાં તમને તમારા બજેટ પ્રમાણે વસ્તુઓ મળી રહે છે,અને તમારી જરૂરિયાત પણ પુરી થઈ જાય છે.તેવા જ એક અનોખા માર્કેટની આજે વાત કરીશું જ્યા તમને ગમે તવી કાર સેકેન્ડ હેન્ડમાં મળી રહે છે.

    આણંદ શહેર NRIઓનું શહેર છે.જ્યા મોધી કાર સહિત એવરેજ કોરોની ધુમ ખરીદી થાય છે.સાથે સાથે અહી સેકેન્ડ હેન્ડ કારનું પણ ખુબજ મોટો મોટા માર્કેટ છે.આણંદ શહેરના સામરખા ચોકડી વિસ્તાર સહિત ચિખોદરા ચોકડી પર સેકેન્ડ હેન્ડ કાર માર્કેટ આવેલું છે.જ્યા તમને સસ્તી અને મોંધી કાર મળી રહેશે. સામરખા ચોકડી વિસ્તામાં અનેક ડીલર દ્વાર નાની મોટી કારનું વેચાણ કરવામાં આવે છે જેમાં અલ્ટો ગાડીથી લઈને ઓડી કાર જેવી ગાડીઓ મળી જાય છે.

    સેકેન્ડ હેન્ડ કારના માર્કેટમાં સક્રિય અને વ્યવસાય કરતા સાજીદ ભાઈ વ્હોરા જાણેવે છે કે તેઓ પાસે રિયલ કાર બજારમાં હાલ તમામ પ્રકારની કાર ઉપલબ્ધ છે. તેમને વધુમા જણાવતા કહ્યું કે આણંદનું કાર બજાર એટલે માટે પણ વખણાય છે કારણે કે અહીંયા વસતા લોકોને ગાડીઓ નો ખુબ ક્રેજ હોય છે અને સમય જતાં આ ગાડીઓ બદલતા હોય છે.જેના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો કાર ખરીદવા અહી આવતા હોય છે.

    જૂનાગઢ,અમરેલી,ભાવનગર,લીમડી,ધોળકા, જેવાશહેરોમાંથી ગાડીઓ લેવા લોકો આવે છે અને તેમને જેવી કન્ડીશનમાં ગાડીઓ જોઈએ તેવી ગાડીઓ આણંદની બજારમાં મળી રહે છે.અત્યારે આણંદની બજારમાં હાલ ઇકો કારની પણ ખૂબ મગ છે. જેને સ્કૂલ વાનમાં ગામડાંમાં ઉપયોગ વધારે હોવાથી ખરીદી કરવા લોકો આવે છે. આણંદની ગાડીઓ ગુજરાત ભરમાં વેચાઈ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Cars, Local 18

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन