Home /News /anand /બોચાસણ પાસે સ્કૂલ બસને અકસ્માત,5 છાત્રો ઘાયલ,વાલીઓના જીવ તાળવે ચોટ્યા

બોચાસણ પાસે સ્કૂલ બસને અકસ્માત,5 છાત્રો ઘાયલ,વાલીઓના જીવ તાળવે ચોટ્યા

આણંદઃ જિલ્લાના બોચાસણ પાસે આજે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી.ટ્રક ચાલકની સમય સૂચકતાને લઇ મોટી હોનારત થતા અટકી હતી.અકસ્માતની જાણ થતા વાલીઓ ના જીવ પડીકે બંધાયા હતા.

આણંદઃ જિલ્લાના બોચાસણ પાસે આજે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી.ટ્રક ચાલકની સમય સૂચકતાને લઇ મોટી હોનારત થતા અટકી હતી.અકસ્માતની જાણ થતા વાલીઓ ના જીવ પડીકે બંધાયા હતા.

  • Pradesh18
  • Last Updated :
    આણંદઃ જિલ્લાના બોચાસણ પાસે આજે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી.ટ્રક ચાલકની સમય સૂચકતાને લઇ મોટી હોનારત થતા અટકી હતી.અકસ્માતની જાણ થતા વાલીઓ ના જીવ પડીકે બંધાયા હતા .


    આણંદ જિલ્લાના બોરસદ નજીક આવેલ વહેરા પાટિયા પાસેની એક્સેલેન્ટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની બસને બોચાસણ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી. સ્કૂલ બસના ચાલકે એકા એક છકડા ચાલકની માફક બસને બ્રેક કરતા પાછળ આવતી ટ્રક સીધી સ્કૂલ બસમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

    જોકે ટ્રકના ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રકને કંટ્રોલ કરી લેતા બસમાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવ બચી જવા પામ્યા હતા. જો કે અકસ્માતમાં દોષનો ટોપલો ટ્રક ચાલક પર ઢોળી સ્કૂલ સંચાલકો પોતાની  બેદરકારી છુપાવવા કોસીસ કરી રહ્યા છે અને મોડે મોડે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
    First published:

    Tags: ઘાયલ, વિદ્યાર્થીઓ, હોસ્પિટલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો