સૌરાષ્ટ્ર નાં ગામડામાથી અભ્યાસ અર્થે આવતા વિદ્યા્થીઓ આ સંસ્થા માં રહે છે
આણંદ શહેરનાં વિધાનગરમાં આવેલી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ છાત્રાલયની શરૂઆત 40 વર્ષ પૂર્વે થઈ હતી.જેમાં લેવા પટેલ સમાજના વિદ્યાર્થીઓને રેહવા અને અભ્યાસ કરવા માટે આ છાત્રાલય બનાવમાં આવી હતી.આજે અહીં 300થી વધુ વિદ્યાર્થીઓ રહીને અભ્યાય કરી શકે છે.
Salim chauhan, Anand: આણંદનું વલ્લભવિદ્યાનગર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે પહેલી પંસદ છે. વર્ષોથી અહીં વિદ્યાર્થીઓ પોતાના ઉજવળ ભવિષ્ય માટે વિવિધ શિક્ષણ સંકૃલોમાં પોતાનો દાખલો કરાવી અભ્યાસ કરે છે. તેવામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા છાત્રાલયો પણ બનાવવામાં આવ્યા છે. જેના થકી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે મદદરૂપ થાય છે.જેના ભાગરૂપે લેવા પટેલ સમાજ સમાજના વિદ્યાર્થીઓ માટે 1968માં વિદ્યાનગરમાં છાત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી.
વર્ષ 1968માં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા એક નાનું છાત્રાલય શરૂ કરાયો
વિદ્યાનગરમાં અભ્યાસ માટે આવતા સૌરાષ્ટ્ર લેવા પટેલા સમાજના વિદ્યાર્થીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વર્ષ 1968માં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા એક નાનું છાત્રાલય શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાનગરમાં આવતા વિદ્યાર્થી રહીને અભ્યાસ કરતા હતા.સમયની જરૂરિયાત પ્રમાણે લેવા પટેલ છાત્રાલયમાં ફેરફાર કરી ડેવલપ કરવામાં આવી હતી,1979માં આ છાત્રાલયમાં 10 જેટલા રૂમો તૈયાર કરવામાં આવ્યા હતા.જેના ટ્રસ્ટી પદે કેશુભાઈ પટેલ હતા. આજે આ છાત્રાલયમાં 380 જેટલા બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે.
નાનાં નાનાં દાન થકી આજે વિશાળ છાત્રાલય
સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વાર નાનાં નાનાં દાન થકી આજે વિશાળ છાત્રાલય બની છે જેમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થી પોતાના સમાજની હોસ્ટેલમાં રહી અભ્યાસ પૂર્ણ કરતા હોય છે. આ સંસ્થા ઊભી કરવા પાછળનો હેતુ એવો પણ છે કે સમાજના વિદ્યાર્થીને અગવડતાનાં પડે અને ઓછા ખર્ચે તેવો ભાણીગણીને આગળ વધી શકે અને સમાજમાં નામના મેળવી શકે.
હોસ્ટેલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ
આ સંસ્થામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થી સૌરાષ્ટ્રનાં ગામો માંથી અને શહેરોમાંથી વિદ્યાનગર આવતા હોય છે ત્યારે તેવો એસ.પી હોસ્ટેલમાં રહેવાનું પસંદ કરે છે.કારણ કે આ હોસ્ટેલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.અહીં વિદ્યાર્થીઓ માટે સારા રૂમ, ગાદલા, ફર્નિચર,ગરમ પાણી અને વાંચવા માટે અધતન લાયબ્રેરી છે.આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે એક ચોક્સ એડમિશન પ્રક્રિયા માથી પસાર થવું પડે છે. જો વિદ્યાર્થી કસોટીમાં સફળ થાય તો તેને અહીં એડમિશન મળે છે.
અહીં રહીને અભ્યાસ પૂરો કરીને સારી જગ્યાએ અભ્યા કરતા વિદ્યાર્થીઓ આજે પણ સંસ્થા માટે યોગ્યતા પ્રમાણે દાન આપતા હોય છે.સંસ્થા નાં પ્રમુખ હરેશભાઈ વસાણી એ જણાવ્યું હતું કે અહીં રહીને અભ્યા પૂર્ણ કરના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ 35 લાખ રૂપિયાનું દાન કર્યું છે.જેનાથી સંસ્થામાં સોલાર પેનલ લગાડવામાં આવશે .અને ભવિષ્યમાં સમાજના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય તેવા કાર્યો સતત થતા રહેશે.