રોજ સવારે ઘરે થી જમવાનુ બનાવે છે અને રખડતા રોડ પર બેસેલા શ્વાન ને જમવાનુ આપે છે
આણંદના વિદ્યાનગરમાં રહેતા રોમાબેન વર્મા છેલ્લા 15 વર્ષથી રખડતા શ્વાનની સેવા કરે છે. અંદાજે વિદ્યાનગરમાં 100થી વધુ શ્વાન માટે રોજ 30 કિલો જમવાનુ તૈયાર કરે છે. સેવા પાછળ 25 હાજર જેટલો ખર્ચ થાય છે.
Salim chauhan, Anand: આણંદના વિદ્યાનગરમાં રહેતા રોમાબેન વર્મા છેલ્લા 15 વર્ષથી અનોખી સેવા કરી રહ્યા છે. રોમાબેન સવારે રોજ 30 કિલો ભોજન તૈયાર કરીને નીકળી જાય છે અને રસ્તામાં શ્વાનને ખવડાવે છે. આ સેવા રોમાબેન 15 વર્ષથી કરી રહ્યા છે.આણંદના વિદ્યાનગર રોડ પર રોમાબેનનું ઘર આવેલું છે.રોમાબેન હાઉસ વાઇફ છે. રોમાબેનના પતિને કોસ્મેટિકની દુકાન છે અને બે પુત્રો વિદેશમાં અભ્યાસ કરે છે. રોમાબેન ઘરકામની સાથે પશુની સેવા કરે છે.
રોમાબેનને પહેલેથી જ પશુ પ્રત્યે લગાવ
રોમાબેન નાનાં હતાં ત્યારથી જ તેવો પશુ પ્રત્યે ખૂબ લગાવ ધરાવતા હતા. સવારમાં ચાલવા માટે જતાં હતાં ત્યાં તેવોને રખડતા શ્વાનને જોઈ વિચાર આવ્યો કે,શ્વાનને જમવાનુ સવારમાં કોઈ નાખ્યું નથી.તેમના આ વિચારને પતિએ પણ સહકાર આપ્યો અને આમ રોમાબેને સેવાનો પ્રારંભ કર્યો.
સવારે 30 કિલો ભોજન લઈને નીકળે પડે છે
રોમાબેન પોતાના ઘરે ભાત,છાસ, ચણા ને મિશ્ર કરી ભોજન કરે છે. રોમાબેન રોજ 30 કિલો જેટલું જમવાનું તૈયાર કરી સવારમાં 6 વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને વિદ્યાનગરનાં રસ્તા પર જે શ્વાન દેખાય તેને જમવાનું આપી સેવા પૂરી પાડે છે. સેવા ઘણા સમયથી તેવો કરે છે.હવે તો તેમની કાર રસ્તા પર ઊભી રહે ત્યાં જ શ્વાન સામેથી આવી જાય છે.
આગામી સમયમાં વાન લેવામાં આવશે
સેવા રોમાબેન વર્મા પોતાના ખર્ચે ચાલુ કરે છે.મુંગા પશુની સેવામાં લોકોએ જોડાવું જોઈએ અને શ્વાનની મદદ કરવી જોઈએ.સવારમાં સેવા કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે. આગામી સમયમાં એક વાન પણ લેવામાં આવશે.જેના અંદર જમવાનુ રાખીને 5 કિલોમીટર સુધીનાં વિસ્તારમાં કોઈ શ્વાન ભૂખ્યા ના રહે તેની કાળજી લેવામાં આવશે.