Home /News /anand /Anand: ખેડૂતનું થયું હ્ર્દય પરિવર્તન, તમાકુની લાખો રૂપિયાની કમાણી છોડી દીઘી

Anand: ખેડૂતનું થયું હ્ર્દય પરિવર્તન, તમાકુની લાખો રૂપિયાની કમાણી છોડી દીઘી

X
આજે

આજે હળદર ની ખેતી માં મૂલ્યવર્ધન કરી સારી આવક મેળવે છે

આણંદ જિલ્લાનાં ધર્મજ ગામનાં ખેડૂતે રિતેશભાઇ પટેલે તમાકુની ખેતી પડતી મુકી ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી છે. તેમજ હળદરનો પાવડર બનાવી વેંચાણ કરે છે. ખેતી સાથે તેઓ નોકરી પણ કરી રહ્યાં છે.

Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં મુખ્યત્વે તમાકુ અને ડાંગરનો પાક લેવામાં આવે છે. જિલ્લાનાં ધર્મજ ગામમાં મોટા પ્રમાણમાં તમાકુની ખેતી કરવા માં આવે છે. ધર્મજ ગામનાં રિતેશભાઇ પટેલે બીઇ ઇલેકટ્રોનિક કોમ્યુ નિકેશન એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરી નોકરી કરી રહ્યાં છે. તેમજ સાથે ખેતી કરી રહ્યાં છે.

છ વર્ષ પહેલા હળદરની ખેતી કરવાનો વિચાર આવ્યો

રિતેશભાઇ પટેલને છ વર્ષ પહેલા વિચાર આવ્યો કે, તમાકુથી સમાજનાં લોકોને નુકસાન થઇ રહ્યું છે અને લોકો અનેક રોગમાં સપડાઇ રહ્યાં છે. અહીંથી તેમણે હળદરની ખેતી કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ યોગ્ય માહિતી ન હોવાનાં કારણે હળદરની ખેતી કરી શકયા નહી. તેમજ લોકો પણ હળદરની ખેતી ન કરવા કહી રહ્યાં હતાં અને તમાકુની જ ખેતી કરવા કહેતા હતાં. પરંતુ રિતેશભાઇ પોતાનાં વિચારને વળગી રહ્યાં હતાં.

એગ્રી કલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કર્યો

હળદરની ખેતી માટે રિતેશભાઇએ આણંદ એગ્રી કલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો. તેમને દેવેશભાઇ પટેલની સંપર્ક થયો. દેવેશભાઇ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરતા હતાં. તેમનાં માર્ગદર્શનમાં હળદરની ખેતી શરૂ કરી હતી.

હળદરનો પાવડર બનાવીને વેંચ છે.

રિતેશભાઇ હળદરીની ખેતી કરી રહ્યાં છે. એટલું જ નહી હળદરનો પાવડર બનાવી વેંચાણ કરે છે. એનઆરઆઇ હળદરનો પાવડર સાથે લઇ જાય છે. દેશ અને વિદેશમાં ઓર્ગેનિક પાવડર વેંચાઇ છે. સારી આવક મેળવી રહ્યાં છે.
First published:

Tags: Anand, Farmer in Gujarat, Local 18, Tobacco

विज्ञापन