શિયાળ માં શાકભાજીના વધારે ઉત્પાદન નાં કારણે ભાવ ઘટે છે.
શિયાળીનો પ્રારંભ થયો છે, સાથે જ બજારમાં લીલા શાકભાજીની આવક મોટા પ્રમાણમાં થઇ રહી છે. લીલા શાકભાજી આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે.મોંઘવારીમાં લોકોને રાહત થઇ છે.
Salim chauhan, Anand : શિયાળાનો પ્રારંભ થતા જ બજારમાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.શાક માર્કેટમાં લીલા શાકભાજીની આવકમાં અનેક ગણો વધારો થાય છે. લીલા શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે. મોંધવારીના માર વચ્ચે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાતા ગૃહિણીઓને રાહત થી છે.શિયાળા દરમ્યાન ખેડૂતો દ્વારા વિવિધ શિયાળુ શાકભાજીનું ભારે માત્રામાં વાવેતર કરવામાં આવે છે. આણંદ શહેમાં લીલા શાકભાજીની આવક બજારોમાં શરૂ થતા ભાવમાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો હતો. ઠંડી દરમ્યાન ખાવામાં આવતા લીલા શાકભાજીની સારી આવક થતા 50 ટકાનો ઘટાડો થયો હતો.
લોકો જુદાજુદા પ્રકારની ભાજી આરોગવાનું પસંદ કરે
લીલા શાકભાજીના અનેક ફાયદા છે.લીલા શાકભાજીની આવક થતા ગૃહિણીઓ ખરીદી કરવા ઉમટી પડી છે..ખાસ કરીને લોકો શિયાળામાં વિવિધ પ્રકારની ભાજી આરોગવાનું પસંદ કરતા હોય છે, ત્યારે શિયાળામાં મેથીની અને પાલકની ભાજીમાં રૂપિયા 20નો ઘટાડો નોંધાયો હતો. ઠંડી ઋતુમાં રસોઇમાં ગૃહીણીઓનું પહેલું પસંદ લીલા લસણમાં રૂપિયા 120નો ઘટાડો થયો હતો. લીલા શાકભાજીની આવક વધતા ભાવમાં હજી પણ ધટાડો થવાનું વેપારીઓએ જણાવ્યું હતું.