મહીનદી થી 24 કીમીની લાંબી પાઈપ લાઈન નાંખીને પાણી આણંદ શહેરમાં લવાશે.
આણંદવાસીઓને આગામી સમયમાં મહીનું શુધ્ધ પાણી પીવા મળશે. રૂ.140 કરોડના પ્રોજેકટને સરકારે મંજૂરી આપી છે. આણંદ શહેરની 2.45 લાખની વસ્તીને હાલમાં 11 થી વધુ બોર દ્વારા પીવાનું પાણી પુરૂ પડાય છે. હવે મહીનું નદી નું પાણી લાવવા 140 કરોડના પ્રોજેકટને લીલી ઝંડી મળી છે.
Salim Chauhan, Anand: આણંદ વાસીઓને આગામી સમયમાં મહીનું શુધ્ધ પાણી પીવા મળશે. રૂ. 140 કરોડના પ્રોજેકટને સરકારે મંજૂરી આપી છે. આણંદ શહેરની 2.45 લાખની વસ્તીને હાલમાં 11 થી વધુ બોર દ્વારા પીવાનું પાણી પુરૂ પડાય છે. હવે મહી નદીનું પાણી લાવવા 140 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. મહી નદીથી 24 કિમીની લાંબી પાઈપલાઈન નાખીને પાણી આણંદ શહેરમાં લવાશે. તેમજ વર્ષો જૂની લાઇન બદલી નખાશે.
રૂ. 140 કરોડના પ્રોજેકટને સરકારે મંજૂરી આપી છે
આણંદ શહેરની 2.45 લાખની વસ્તીને હાલમાં 11 થી વધુ બોર દ્વારા પીવાનું પાણી પુરૂ પડાય છે. પરંતુ આ પાણી હાલમાં પીવા લાયક નથી. તેમજ બોરના પાણી દર વર્ષે નીચે ઉતરી રહ્યાં છે. તેમજ 900 ટીડીએસ ધરાવતું અને ક્ષારયુક્ત પાણી શહેરને મળે છે.
પાલિકાના સત્તાધીશો દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત 140 કરોડના ખર્ચે મહી નદી માંથી પાણી લાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરીને સરકારમાં મંજૂરી માટે મોકલ્યો હતો.પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને તેમની ટીમે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરતાં પ્રોજેકટને લીલી ઝંડી અપાઈ છે. મહી નદીમાં 24 કિમીની લાંબી પાઈપલાઈન નાખીને પાણી આણંદ શહેરમાં લવાશે. તેમજ વર્ષો જૂની લાઇન બદલી નખાશે.
2 કરોડ લિટરથી વધુની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાશે આણંદ શહેરમાં હાલ બોર થકી 70 લાખ લિટરથી વધુ પાણી અપાય છે. પરંતુ આગામી ત્રણ દાયકામાં આણંદની વસ્તી 5 લાખ પાર કરે તેવી સંભાવના છે. ત્યારે નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સ્વજલધારા યોજના હેઠળ નગરજનો ફિલ્ટર યુક્ત પાણી પુરૂ પાડવા માટે 2 કરોડ લિટરથી વધુ ક્ષમતા ધરાવતો પ્લાન્ટ તૈયાર કરાશે.
બોરના ક્ષારયુક્ત પાણીથી બિમારીનું પ્રમાણ વધ્યું
પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, બોરના પાણી ક્ષારયુકત હોવાથી ઢીંચણ અને સાંધાના દુ:ખાવા તેમજ પથરીના દર્દીઓ વધી રહ્યા છે. જેને ધ્યાને લઇને પાલિકા દ્વારા નગરજનોને શુદ્ધ ફિલ્ટર યુક્ત પાણી પુરૂ પાડવા માટે આયોજન કર્યું હતું.જેને રાજ્ય સરકારે મંજૂરી આપતાં ટુંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે.