Home /News /anand /Anand: ચૂંટણી અને લગ્નસરાની બેવડી અસરથી ખુરશી-ટેબલનું ભાડું વધ્યું, આ છે નવા ભાવ
Anand: ચૂંટણી અને લગ્નસરાની બેવડી અસરથી ખુરશી-ટેબલનું ભાડું વધ્યું, આ છે નવા ભાવ
લગ્નો અને ચૂંટણી વચ્ચે ખુરશીની ખેંચતાણ
ચૂંટણી અને લગ્નસરાની બેવડી અસર ખુરશી-ટેબલનું ભાડું રૂ.5 થી 10 વધ્યું ડિસેમ્બર મહિના દરમિયાન નડિયાદ શહેરમાં 5 હજારથી વધુ પ્રંસંગો યોજાશે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
Salim Chauhan, Anand: વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઇ શહેરમાં વિવિધ પક્ષો દ્વારા મોટા પાયાની સભાઓ કરી જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તથા લગ્નની સિઝન પણ ચાલી થઇ ચુકી છે. જેને લઇ ચૂંટણી અને લગ્ન પ્રસંગોમાં ખુરશી, ટેબલ અને લાઇટોની માંગમાં વધારો થતા તેના ભાવમાં વધારો નોંધાયો છે.
ચૂંટણી અને લગ્નસરાની બેવડી અસર ખુરશી-ટેબલનું ભાડું રૂ.5 થી 10 વધ્યું ડિસેમ્બર મહિના દરમિયાન નડિયાદ શહેરમાં 5 હજારથી વધુ પ્રંસંગો યોજાશે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઇ શહેરમાં વિવિધ પક્ષો દ્વારા મોટા પાયાની સભાઓ કરી જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તથા લગ્નની સિઝન પણ ચાલી થઇ ચુકી છે. જેને લઇ ચૂંટણી અને લગ્ન પ્રસંગોમાં ખુરશી, ટેબલ અને લાઇટોની માંગમાં વધારો થતા તેના ભાવમાં વધારો નોંધાયો છે .
નડિયાદ શહેરમાં 5ની ડિસેમ્બરના થનાર ચૂંટણીને પગલે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કરવા માટે સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ખુરશી તથા ટેબલની મોટા પ્રમાણમાં માંગ રહે છે. બીજી તરફ લગ્ન પ્રસંગની સિઝન હોઇ ડિસેમ્બર મહિના દરમ્યાન શહેરમાં આશરે 5 હજારથી વધુ લગ્ન તથા અન્ય પ્રસંગો યોજાવાનું આયોજકોએ જણાવ્યું હતું.
ચૂંટણી અને લગ્નની સિઝનને લઇ એક ખુરશીનું ભાડું રૂ.5 થી 7 વધીને રૂ.10 થી 12, ટેબલના રૂ.15 થી વધીને રૂ.30 તથા સોફાના ભાવ રૂ.200 થી વધીને રૂ.300 સુધી પહોંચી ગયો છે. સભાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુરશી અને ટેબલની માંગ વધવાને કારણે સપ્લાયરને ડેકોરેશનના વેપારી પાસેથી ખુરશી, ટેબલ અને ફ્લડ મંગાવવાની ફરજ પડી હતી. સાથે ચૂંટણી અને વિવિધ પ્રસંગોમાં પાણીની સુવિધા આવશ્યક હોઈ નવા જગની માંગમાં વધારો જોવા મળ્યો હતો.
સપ્લાયર અમિત ઠાકરના જણાવ્યા પ્રમાણે રાજકીય સભાઓમાં ગવર્મેન્ટ અપ્રુવ મંડપના સપ્લાયર્સ દ્વારા જ ખુરશી ટેબલ મોકલાય છેવિવિધ પાર્ટીઓ દ્વારા કરવામાં આવતી જંગી સભામાં સપ્લાય કરવામાં આવતી ખુરશી - ટેબલથી માંડીને વિવિધ વસ્તુઓ સલામતીને કારણોને લઇ જેતે પાર્ટી દ્વારા નક્કી કરાયેલ અને ગવર્મેન્ટ અપ્રુવ મંડપના સપ્લાયર્સ પાસેથી જ વસ્તુઓ લેવામાં આવતી હોય છે. શહેરમાં 5 જેટલા સપ્લાયરો હોઇ ચૂંટણી અને લગ્ન પ્રસંગ સાથે આવવાને કારણે લોડ પણ વધુ રહે છે.