Home /News /anand /Anand: ભૂખ લાગી હોય ને તો અહીના સમોસા ખાઈ લેજો, માત્ર 30 રૂપિયાની મળે છે ડીશ

Anand: ભૂખ લાગી હોય ને તો અહીના સમોસા ખાઈ લેજો, માત્ર 30 રૂપિયાની મળે છે ડીશ

X
મહારાજ

મહારાજ ના સમોસા દુકાનની આજુ બાજુ હોસ્ટેલ વિસ્તાર હોવાથી ભીડ અહીંયા જોવા મળે છે

આણંદ ના વિદ્યાનગર ઇસ્કોન રોડ પર આવેલ મહારાજના સમોસાની દુકાન પર લોકો સમોસા ખાવા પડાપડી કરે છે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવેલી હોવાથી અહીંયા ભીડ કાયમ જોવા મળે છે.ટેસ્ટી અને તાજા સમોસાનો ટેસ્ટ માણવા લોકો દુર દુરથી આવે છે.

Salim chauhan,Anand: આણંદ જિલ્લો વિદ્યાનગરી તરીકે જાણીતો છે.જ્યા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ત્યારે અહી મોટી સંખ્યામાં આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને ખાવા માટેની પણ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.અહી PG અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શારૂ અને પોષ્ટિક આહાર પણ મળી રહે છે.તેવામાં વિદ્યાનગરમાં આવેલી મહારાજા નાસ્તા હાઉસમાં મળતા સમોસાની વાત કઈક અલગજ છે.મહારાજા નાસ્તા હાઉસ પર મળતા સમોસા ખાવા માટે લોકો કલાકો પહેલા લાઈનમાં આવી ને ઉભા રહી જાય છે.

વિદ્યાનગર વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાટે પહેલી પસંદ છે.જેના કારણે અહી રાજ્યના વિવિધ જિલ્લાઓ માથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.અને હોસ્ટેલ અને પીજીમાં રહી ને અભ્યાસ કરતા હોય છે.જેને ધ્યાનમાં રાખી વર્ષો પહેલા રાજસ્થાનથી આવેલા બે સગા ભાઈઓએ નાસ્તાનો સ્ટોલ શરૂ કર્યો હતો. જેથી તેઓને સારી રોજગારી મળે અને અહી વસવાટ કરી શકે.રાજસ્થાની પરિવારનાં બે ભાઈઓ ભિમસિંહ  અને અમરસિંહ દેવસિંહ રાજપૂત આ બંને ભાઈઓ દ્વાર વિદ્યાનગર ખાતે એક નાની દુકાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમોસા, કચોરી અને ચા નાસ્તો વિદ્યાર્થી માટે શરૂ કરવામાં આવ્યો હતો.

વિદ્યાનગર માં આમતો ઘણા બધા નાસ્તા ની દુકાન આવેલી છે અને અહીંયા વિદ્યાનગર માં વિદ્યાર્થી ની નગરી કેહવાય છે એટલે હોસ્ટેલ માં રહતા લોકો અહીંયા નાસ્તો કરવા બજારમાં આવતા હોય છે ત્યારે આણંદ ના પૂર્વ સમય માં આવી વસેલા રાજેસ્થાની પરિવાર નાં બે ભાઈઓ ભિમસિંહ અને દેવશિંહ રાજપૂત અને અમરસિંહ દેવસિંહ રાજપૂત આ બંને ભાઈઓ દ્વાર વિદ્યાનગર ખાતે એક નાની દુકાન ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમોસા કચોરી અને ચા નાસ્તો વિદ્યાર્થી માટે શરૂ કરવામાં આવ્યો હતો.

આજે મહારાજ ની દુકાન સવારના 5 વાગ્યા થી શરૂ થઈ જાય છે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલે છે. અહી મળતા સમોસા અને કચોરીનો ટેસ્ટ 40 વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે.જેમાં ખાસ મસાલાઓનો ઉપયોગ કરી સમોસા અને કચોરીને ટેસ્ટી બનાવવામાં આવે છે.જેને ખાવા લોકો રોજ મહરાજાની દુકાન પર આવી પહોંચે છે. અહી સમોસા અને કચોરીનો એક ડીશનો ભાવ માત્ર 30 રૂપિયા છે.દિવસમાં અહી 1200થી વધુ ડીશો વેચાઈ જાય છે.જો કોઈ આ વિસ્તારમાંથી પસાર થાય છે તો અહીના સમોસા અને કચોરી ટેસ્ટ કરવાનું ચૂકતા નથી.
First published:

Tags: Anand, Fast food, Local 18