Home /News /anand /Anand: અહીંના પતરવેલીનાં ભજીયા લોકોની દાઢે વળગ્યા, રોજ 100 કિલો ઝાપટી જાય
Anand: અહીંના પતરવેલીનાં ભજીયા લોકોની દાઢે વળગ્યા, રોજ 100 કિલો ઝાપટી જાય
ખૂબ જ અનોખા છે આણંદના આ ભજીયા
આણંદના બોરીયાવીમાં પતરવેલીના ભજીયા ખાવા લોકો ઉમટી પડે છે.એક દિવસમાં 100 કિલો પતરવેલીના ભજીયા લોકો ઝાપટી જાય છે.દુકાનના મલિક પોતાના ખેતરમાં પતરવેલીની ખેતી કરે છે.બાદ દુકાને ભજીયા બનાવે છે.
Salim Chauhan, Anand: આણંદના બોરીયાવી રોડ પર આવેલી સમર્થ કોર્નરનાં પતરવેલીનાં ભજીયા ખાવા લોકોની ભીડ લાગે છે અને ભજીયાને બાફ્યા વગર ડાયરેક્ટ પતરવેલીનાં પાન પર મેદાનાં લોટ સાથે મિશ્ર મસાલો લગાવી તેલમાં ફ્રાય કરવામાં આવે છે અને તેનો સ્વાદ પણ તીખો અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી લાગે છે.
અહીંયાનો સ્વાદ માણવા લોકો વધારે આવે છે.આણંદના બોરીયાવી રોડ પર સમર્થ કોર્નરમાં એક દિવસમાં લોકો 100 કિલો પતરવેલી લોકો ઝાપટી જાય છે. દુકાન છેલ્લા 14 વર્ષથી અહીં ચાલે છે અને ચરોતરવાસીઓ ભજીયા ખાવા બોરીયાવી સુધી આવતા હોય છે.
પોતાના ખેતરમાં પતરવેલી વાવેતર કરી તેના જ ભજીયા બનાવે
સમર્થ કોર્નરનાં દુકાન માલિક દર્પણભાઈ પટેલ મૂળ બોરીયાવી ગામનાં અને તેવો પોતાના ખેતરમાં પતરવેલીનાં પાનની ખેતી પણ કરે છે અને પોતાની જ હોટેલ પર પતરવેલી ભજીયા વેચી વ્યવસાય કરે છે. તેવો છેલ્લા 14 વર્ષથી વ્યવસાયમાં જોડાયેલા છે.આજે તેવો 20 લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.
આજુબાજુના ખેતરોમાં પતરવેલીનાં પાનની ખેતી
આણંદના બોરીયાવી ગામનાં લોકો ખેતી પર નિર્ભર છે એટલે આજુમાં પતરવેલીનાં પાનની માંગ હોવાથી ખેડૂત પતરવેલી પાનની ખેતી કરે છે.આજુબાજુના ખેતરોમાં પતરવેલીનાં પાનની ખેતી કરે છે.બારે માસ હોટેલ અને લારી પર પતરવેલીના ભજીયા વેચાઈ છે.
કિલોના 300 રૂપિયા,800 ડીસનું વેચાણ
દુકાન સવારે 8 વાગ્યા થી લઇ રાતના 9 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવે છે અને દિવસે ભજીયા સિવાય પણ પૂરી, શાક જેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.એક કિલો પતરવેલીનાં ભજીયા 300 રૂપિયે ભાવ છે અને રોજ 800 થી વધારે ડીસ લોકો આરોગી જાય છે.