અહીંયાની ચપ્પલ હાથ બનાવટની હોય છે જે કચ્છી પરિવારના લોકો પોતાના ઘરે બનાવે છે
આણંદના વિદ્યાનગરમાં છેલ્લા 40 વર્ષથી કચ્છી પરિવારના લોકો ચપ્પલ બનવાના વ્યવસાય કરે છે. હાથ બનાવટના ચપ્પલ તૈયાર કરી બજારમાં પોતાની દુકાને વેચાણ કરે છે.વર્ષો પહેલા વ્યવસાયની શોધમાં આવ્યા હતા.
Salim chauhan, Anand: આણંદ શહેરમાં વિદ્યાનગરનાં નાના બજાર વિસ્તાર માં કચ્છી પરીવારના લોકોની ચપ્પલની દુકાનો આવેલી છે. આ દુકાન પર હાથ બનાવટી ચપ્પલ પોતાના ઘરમાં બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. જેમાં કોલાપૂરી ચપ્પલથી લઈને મોજડી બનાવમાં આવે છે. આ ચપ્પલ હાથ બનાવટી હોવાના કારણે અહીંયાનાં લોકો ખરીદવાનું પસંદ કરે છે આ ચપ્પલ પેહરવામા સરળ અને હલકા વજનનમાં હોય છે. જેના કારણે લોકો ખરીદવા માટે દૂર દૂરથી આવે છે.
કચ્છી પરિવારના લોકો 40 વર્ષ પૂર્વે આવ્યા હતા
કચ્છી પરીવારના લોકો 40 વર્ષ પૂર્વે કચ્છનાં ગામડામાંથી રોજી રોટી માટે આણંદ શહેરમાં આવી પહોંચ્યા હતા અને વિદ્યાનગરનાં નાના બજાર વિસ્તારમાં ચપ્પલ રીપેરીગની કામગીરી શરૂ કરી હતી.શરૂઆતમાં નાનાં પાયે ચપ્પલ બનવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.
આજે આ વ્યવસાયમાં બીજી પેઢી કામ કરી રહી છે. જેમાં આજે પોતાના પરિવારનાં લોકો ઘરે ચપ્પલ બનવાની વ્યવસાય કરી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે.
વ્યવસાયની શોધમાં આણંદ શહેરમાં આવ્યા હતા
મનુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારા પિતા વર્ષો પેહલા વ્યવસાયની શોધમાં આણંદ શહેરમાં આવ્યા હતા અને અહીંયા આવીને ચપ્પલ રીપેર કરતા હતા ત્યારથી અમારા પરિવારના લોકો વિદ્યાનગરનાં નાના બજાર વિસ્તારમાં ચપ્પલનાં વ્યવસાયમાં જોડાયેલા છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ અમારા ચપ્પલની માગ પણ વધતી ગઈ,
આજે નાનાં બજારમાં અમારા પરીવારની આઠ જેટલી દુકાનો આવેલી છે. જેમાં ચપ્પલ હાથ બનાવટની વેચાઈ છે અને આનાથી અમારા પરિવારના લોકો ને રોજગારી મળે છે. કોલપુરી ચપ્પલથી લઈને મોજડી પણ મળે છે આ આઈટમ હાથ બનાવટની હોવાથી ભાવ પણ સસ્તો હોય છે.