આણંદમાં રહેતા પારૂલબેન ડબલ ગ્રેજ્યુટ વુમન છે. તેઓએ નોકરી છોડી પશુપાલન વ્યવસાય અપનાવ્યો. પારૂલબેન રોજ 400 લીટર દૂધ અમૂલ ડેરીમાં ભરાવે છે. તેઓ વર્ષે 48 લાખ જેટલી આવક મેળવે છે. સાથે સાથે 5થી વધુ પરીવારની મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
Salim chauhan, Anand: શ્વેત ક્રાંતિની શરૂઆત બાદ પશુપાલન વ્યવસાય તરીકે ઉભરી આવ્યું છે. કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પણ પશુપાલન વ્યવસાય કરી રોજિંદી આવક મેળવતા થયા છે. આણંદના એક ડબ્બલ ગ્રેજ્યુએટ મહિલા છેલ્લા છ વર્ષથી આ વ્યવસાયના માધ્યમથી લાખોની કમાણી કરી રહ્યા છે.
આણંદ જિલ્લાની ડબલ ડિગ્રી ધરાવતા પારૂલબેન છેલ્લા 6 વર્ષથી વધારે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને લાખોની આવક મેળવી રહ્યા છે.
સતકેવલ મહારાજની પવિત્ર ભૂમિ એવી સારસા નગરીથી થોડેક દૂર ખેતરોની વચ્ચે એક ગાયોનો તબેલો કાર્યરત છે. જ્યાં પારૂલબેન 120 જેટલી ગાયોની દેખભાળ અને નિભાવણી કરી રહ્યા છે.
ખંભોળજના રહેવાસી પારૂલબેને બી.એમાં અભ્યાસ કરી ન્યાય શાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી અને બાદમાં આણંદની એક સંસ્થામાં શિક્ષકની નોકરી મેળવી હતી પણ પિતાની તબિયત સારી ન રહેતી હોવાથી રજા નાં પ્રશ્ન નાં લીધે નોકરી છોડી દીધી અને પિતાની સેવા કરી.
રોજનું 400 લીટર દૂધ ડેરીમાં ભરાવે
પારૂલબેન રોજનું 400 લિટર દૂધ અમૂલ ડેરીમાં જમાં કરાવે છે. પારુલ બેને 8વર્ષ પહેલા પશુપાલન ક્ષેત્રમાં કામ કરવાની શરૂઆત કરી હતી.
મેહનત અને પોતાની આવડતથી ખૂબ સફળતા મેળવી છે. જેમાં પારૂલ બેન 400 લિટર જેટલું દૂધ અમૂલમાં જમા કરાવી વાર્ષિક લાખોની આવક મેળવી રહ્યા છે.
પારૂલબેન માને છે કે, દરેક મહિલા જો આજના મોંઘવારીના જમાનામાં પોતાની શક્તિ પ્રમાણે આગળ વધે તો પરીવાર અને સમાજમાં સારું યોગદાન આપી શકે.
નોકરીની માયા મૂકી પારૂલબેન આજે મહિલાઓ માટે આ વ્યવસાય થકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પારૂલબેન પશુપાલન સાથે અન્ય પાંચ પરીવારને રોજગારી આપે છે. અને વાર્ષિક 48 લાખનું દૂધ અમૂલને આપી સારી આવક મેળવે છે.
જીવનમાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું
દેશમાં દૂધની જરૂરિયાતને પહોંચીવળવા અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. સાથે પશુના આરોગ્ય માટે દવા રસી વગેરે માટે યોજના અમલમાં મૂકી ગામડા વિસ્તાર સુધી લાભ લઈ શકે તેમ આયોજન કરવામાં આવતા હોય છે. પારૂલબેને જણાવ્યું હતું કે, દરેક મહિલાએ આજના જમાના પ્રમાણે આગળ વધવું જોઈએ અને પરીવારને મદદરૂપ બનવું જોઈએ. પહેલા મને તકલીફ પડતી હતી.
હું સુખ સુવિધાના વાતાવરણમાં ઉછરેલી હોવા છતાં આજે ગાયોનું ગોબર સાફ કરવું, માથે ટોપલા ઉપાડવા , ઘાસ નાખવું, પાણી આપવું બધુજ કામ હું જાતે જ કરું છું અને એને કારણે મારી તબિયત સારી રહે છે અને બીમારીથી દૂર રહું છું.સાથે મને આવક મળે છે અને હું સ્વતંત્ર રીતે મારો વ્યવસાય ચલાવી રહી છું. અને બીજાને રોજગારી આપી રહી છું એનો મને સૌથી વધારે આનંદ છે.