Home /News /anand /Republic Day 2023: દિવ્યાંગ બાળકોએ પોતાના મધુર અવાજથી શહેરના વાતાવરણમાં દેશભક્તિના સૂર રેલાવ્યા, જૂઓ Video

Republic Day 2023: દિવ્યાંગ બાળકોએ પોતાના મધુર અવાજથી શહેરના વાતાવરણમાં દેશભક્તિના સૂર રેલાવ્યા, જૂઓ Video

X
દિવ્યાંગ

દિવ્યાંગ બાળકો માં અદ્ભુત કાળા સમાયેલી હોય છે

આણંદનાં વિધાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલી રેડિયો સ્ટેશનમાં દિવ્યાંગ વિદ્યાર્થીએ ગાયેલા દેશ ભક્તિનાં ગીત પ્રજાસતાક પર્વ નિમિતે પ્રસારિત કરાયા હતાં. ચાર દિવસ પહેલા ગીત રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં.

Salim chauhan, Anand: આણંદ વિદ્યાગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ચાલવામાં આવે છે. આ રેડિયો સ્ટેશન પર સમાજમાં રહેલી કાળા ઉજાગર થાય તેવા પ્રોગ્રામ રેકોર્ડ કરી પ્રસારિત પણ કરવામાં આવતા હોય છે.

ચાર દિવસ પહેલા ગીર રેકોર્ડ કર્યાં હતાં

પ્રજાસતાક પર્વ નિમિતે સરદાર પટેલ યુનિવર્સિટીનાં કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા રેડિયો સ્ટેશનમાં રેકૉર્ડ કરાયેલ દેશ ભક્તિ ગીતને પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. ચાર દિવસ પેહલા રેડિયો સ્ટેશનમાં દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા 12 જેટલા દેશ ભક્તિનાં ગીત રેકોર્ડ કરાયા હતા.

જેમાં વિદ્યાનગર ખાતે આવેલા અંધજન મડળનાં વિદ્યાર્થી મિત્રોએ ભેગા મળીની કરણ રાણા નામના ગાયક કલાકારની આપેલી તાલીમ મેળવી હતી. બાર જેટલા દેશ ભક્તિનાં ગીતો પોતાના અંદાજમાં તબલાનાં તાલ સાથે રેકૉર્ડ કર્યાં હતાં. બાદ આજે રજુ કરવામાં આવ્યાં હતાં. રેડિયો સ્ટેશન અને અંધ જન મંડળનાં સાથ સહકારથી આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.



યુનિવર્સિટીનાં સહકારથી આ શકય બન્યું

સરદાર પટેલ યુનિવર્સિટીનાં સહકાર અને રેડિયો સ્ટેશનનાં સ્ટાફની વ્યવસ્થાથી અમારા અંધજન મંડળમાં વસતા વિદ્યાર્થીની કલાને આજે ઉજાગર કરી શકાય છે અને જો આ રીતે અંધ વિદ્યાર્થી ને આવી કલામાં જોડવામાં આવે તો તેવો પણ પોતાનાં પગભર થઈ આવક મેળવી શકે છે.
First published:

Tags: 26 january republic day, Anand, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો