Home /News /anand /Anand: આને કહેવાય અલ્હાની સાચી ઈબાદત; આ પરીવાર સ્વખર્ચે 4 દિકરીઓના નિકાહ કરાવશે

Anand: આને કહેવાય અલ્હાની સાચી ઈબાદત; આ પરીવાર સ્વખર્ચે 4 દિકરીઓના નિકાહ કરાવશે

ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે જાનેમન પરિવાર દ્વારા પ્રથમ વાર આ રીતે નિક્કાહ યોજાશે

બાકરોલ ખાતે રવિવાર નાં રોજ ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે જાનેમન પરિવાર દ્વારા પ્રથમ વાર આ રીતે નિકાહ યોજાશે.આ પ્રસંગ માં ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાઈ દુલ્હા-દુલ્હનને  શુભેચ્છા પાઠવશેઅને આ પ્રસંગે ખાસ મહેમાન હજરત અલ્લાનાં મૌલ્લાનાં ઉપસ્થિત રહેશે.

વધુ જુઓ ...
  Salim chauhan, Anand: નબીના જન્મ દિવસે જાનેમન પરિવાર ચાર દીકરીઓનાં નિકાહ કરાવશે. બાકરોલ ખાતે જામાં મસ્જિદમાં અસર મગરીબ સમયની વચ્ચે નિકાહ યોજાશે. મૈંને તુજે નવઝા તુને કીસ્કો નાવાઝા આવાકયને જાનેમન પરિવારે દ્વાર સ્વખર્ચે નીકાહયોજી ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.આ ખાસ દિવસ એટલે નક્કી કરાયો કે આ દિવસે હજૂર પાક નો જન્મ દિન પણ છે અને મારા હજુરપાક ને ગરીબ લોકો ની મદદ કરવા જેવા કાર્યો પસંદ પણ છે

  આણંદ ના બાકરોલ ખાતે રવિવાર નાં રોજ ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે જાનેમન પરિવાર દ્વારા પ્રથમ વાર આ રીતે નિકાહ યોજાશે.આ પ્રસંગ માં ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાઈ દુલ્હા-દુલ્હનને શુભેચ્છા પાઠવશેઅને આ પ્રસંગે ખાસ મહેમાન હજરત અલ્લાનાં મૌલ્લાનાં સૈયદ અકીલ બાપુ અશરફી પણ ઉપસ્થિતિ રહશેઆ સિવાય હાફિજ આરીફ અશરફી પેસ ઇમામ મદીના મસ્જિદ બાકરોલ,મૌલ્લાનાં નઈમ અમજદી અને મૌલ્લાનાં તાહિર અશરફી પણ હાજર રહેશેઆ ખાસ પ્રસંગ દાવતે આમ પણ રાખવામાં આવી છે .

  જેમાં ગ્રામજનો ને પણ આમંત્રણ આપવા આવ્યું છે.આ પ્રસંગે કુલ ચાર જોડા નું લગ્નનું આયોજન કરાયેલું છે જેમાં બાકરોલ કોલોની નાં 2 મહિલા અને ભાલેજ ગામ ની એક મહિલા અને પેટલાદની એક મહિલા સામેલ છે. આ પ્રસંગમાં આ ચાર જોડા માટે ઘર વખરીની કુલ 81 વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેમાં દુલ્હનનાં કપડાં થી લઇ પગના પાયલ સુધ્ધાંની વસ્તુ આપી જાનેમન પરિવાર દ્વારા નિકાહ  યોજવામાં આવશે.  હજૂર પાકની ની હદિશ વાચતા માલૂમ પડ્યું કેમૈંને તુજે નવજા,તુને કિસકો નવાઝા,આ વાક્ય ને લઇ મેહબૂબ ભાઈ પ્રેરીત થયા અને પોતાના નાનકડા એવા ધંધા માંથી બચત કરી રમજાન માસ નાં પવિત્ર તેહવાર માં અમુક ગરીબો ની મદદ કરતા હતા પણ અત્યારે તેવો જાનેમન હોટેલ ચલવે છે અને તેમાંથી રોજ 500 રૂપિયાની ધંધા માંથી બચત કરી સમાજનાં ગરીબ પરિવાર પાછળ વાપરવાનું તેમને નક્કી કર્યું.  આમ હજૂર નાં જન્મ દિવસ આવતા બ્બચત કરેલ પૈસા લઈ કોઈ ગરીબ પરિવાર પાછળ સાચી જગ્યા અને સાચા કાર્ય વાપરરમાં આવે અને સમાજની દીકરીઓને મદદરૂપ બની શકાય અને આ રીતે તેમને સમાજ જાગૃત કરવામાટે પણ આ કાર્ય થકી ઉત્તમ ઉદાહણ પૂરું પાડ્યું છે.  તેમને વધુમાં જણાવ્યું કે દરેક માણસ જો આ રીતે પૈસા બચાવી ભેગા કરી સાચી જગ્યા એ વાપરે તોહ ઘણા ગરીબ પરિવારને ને મદદ પણ મળી શકે. અને તેવો ની દુઆ પણ મેળવી શકાય. વાત કરીએ મેહબૂબ ભાઈ ની તો તેવો સમાજ માં દરેક જગ્યા પર આગળ ઊભા રહી લોકો ની મદદ હંમેશ કરતા હોય છે.રાજકોટ નાં સતભાવના વૃધ્ધા આશ્રમ માં પણ વૃદ્ધ લોકો નાં આશ્રમ માં દર વર્ષે કંઈ ને કઈ આપી મદદ કરે છે આવા દયાળુ સ્વભાવના છે.મેહબૂબ ભાઈ વ્યવસાય એ ખાની પીણી ની હોટેલ ચલવે છે તેમાંથી રોજ નાની બચત કરી આ પૈસાને વર્ષેનાં અંતે સાચી જગ્યાએ કંઈ રીતે વાપરવા તે સમજણ પણ સમાજ ને આપી છે.તેમને વધુમાં જણાવાયું કે જો આવનારા દિવસો માં પણ આવા કાર્યો કરશે.

  ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટું તહેવાર છે.પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં ઉજવાતું ઈસ્લામિક તહેવાર છેપેગંબર હઝરત મોહમ્મદ સાહેબ ને છેલ્લા મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે,ઈસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગંબર હઝરત મોહમંદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મ દિવસ ને જશ્ને ઈદ-એ-મિલાદુન્ન નબી પણ કેહવાય છે રવિવારે આણંદ શહેર સહિત પેટલાદ, ખંભાત, બોરસદ અને શાનદાર જિલ્લાભરના વિવિધ ગામોમાં ઉજવણી કરવામાં આવશે આ નિમિત્તે ૩૯ ગામોમાં ઈદ-એ- મિલાદના ૪૩ જુલૂસ નીકશે અને જુલૂસમાં જાડાયેલા મુસ્લિમ બિરાદરોએ ‘નારાએ રીસાલત’ અને ‘સરકાર કી આમદ મરહબા’ના નારાઓ લગાવશે જુલૂસના માર્ગ પર ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવશે.આ રીતે આણંદ જિલ્લા માં જુલૂસ શાંતિપૂર્ણ ઉજ્જવની કરશે.
  First published:

  Tags: Anand, Eid-ul-Adha, Marriage, Masjid, Muslims

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन