Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા જ્ઞાનોત્સવ મેઘા ઇવેન્ટમાં એન.વી પટેલ કોલેજનાં ફૂડ ટેક્નલોજી ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થી અને પ્રોફેસરનાં માર્ગદર્શન હેઠળ ડ્રેગન ફ્રૂટ માંથી શિખંડ બનાવી પ્રદર્શનમાં મુકવામાં આવ્યો હતો. આ ડ્રેગન ફ્રૂટ લઈને તેમાંથી ગુલાબી કલરનો શિખંડ વિદ્યાર્થીએ બનાવ્યો છે.
આ પ્રોજેક્ટ વિદ્યાર્થી લોકોએ એટલા માટે પસંદ કર્યો કે હાલ ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે તો ડ્રેગન ફ્રૂટ ની માંગ બજાર માં વધે અને ખેડૂતો ને પણ આ ખેતીમાં ફાયદો થાય અને નેચરલ રીતે શિખંડ બજારમાં વેચાઈ તોહ એક સારો શિખંડ પણ મળી રહે અને તેમાં રહેલા પોષક તત્વો ખૂબ લાભ દાઈ હોય છે એટલે શરીર માટે પણ આ શિખંડ લાભ પોહચાડી શકે છે.
આ પ્રોજેક્ટ બનાવવામાં એન.વી. પટેલ કોલેજનાં વિદ્યાર્થી મુખ્ય ભૂમિકા ભજવી છે જેમાં શુચિ દવે,સૃષ્ટિ પટેલ, એનું મિશ્રા પ્રોફેસર, નાં માર્ગ દર્શન હેઠળ આ પ્રોજેક્ટ બનવાની શરૂઆત થઈ હતી
આ શિખંડ બનવાની રીત એક દમ સરળ છેઆ શિખંડ 6 થી સાત કલાક માં ઘરે તૈયાર કરી શકાય છે જેમાં દહી 2 કિલો લેવામાં આવે છે અને તેને પાણી થી નિતારી ને કોટન નાં કપડાંમાં 6 કલાક જેટલો સમય બાધી રાખવામાં આવે છે. પછી જે ચક્કા બને તેને બાઉલ માં કાઢી અને એમાં આઇસિંગ સુગર ઉમેરવામાં આવે છે ત્યાર બાદ ડ્રેગન ફ્રૂટ નો જ્યુસ કાઢવામાં આવે છે અને આમ દહી જ્યૂસ ને મિક્ષ કરવાનું હોય છે આ કર્યા પછી ડીપ ફ્રીઝર મુકવામાં આવે છે અને આ રીતે ઘરે ડ્રેગન ફ્રૂટ નો ગુલાબી રંગ નો શિખંડ તૈયાર કરવામાં આવે છે
આ શિખંડ ખાવાના ફાયદા છે આટલા જાણો શું છે.ડ્રેગન ફ્રૂટ માં ફાયબર નું પ્રમાણ વધારે હોવાથી શરીર માં રહેલ પાચન ક્રિયા માં મજબૂત બનાવે છે.આ સિવાય ડ્રેગન ફ્રૂટ માં ઘણા પોષક તત્વો રહેલા હોય છે જેમાં મેગ્નેશિયમ આયરન, કેલ્શિયમ,વિટામીન, જેનાથી શરીર માં અનેક ફાયદા થાય છે.આ ડ્રેગન ફ્રૂટ નાં બીજ ઓમેગા3 ઓમેગા6 ફેટી એસીડ નું પ્રમાણ પણ હોય છે જેનાથી લાંબા ગાળા ની બીમારી થી પણ બચી શકાય છે.અને સુગર નું પ્રમાણ ઓછું હોવાથી આ શીખંડ ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઈ શકે છે.
પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થી શુચી દવે સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેવો આગામી સમય માં ડ્રેગન ફ્રૂટ માંથી બીજી અનેક પ્રોડક્ટ બનવાનું વિચાર કરી રહ્યા છે જેનાથી ખેડૂત લોકો ને ડ્રેગન જેવી ખેતી માં પણ ફાયદો થશે અને આમ એક ફાયદા કારક ફળ માંથી સારી પ્રોડક્ટો પણ બનાવી શકાશે