Home /News /anand /આણંદના નીતિભાઈ બાળકોને ગુરુકુળ પરંપરા મુજબ આપે છે શિક્ષણ; આટલ વિદ્યાર્થીઓને કરી ચૂક્યા છે સાક્ષર

આણંદના નીતિભાઈ બાળકોને ગુરુકુળ પરંપરા મુજબ આપે છે શિક્ષણ; આટલ વિદ્યાર્થીઓને કરી ચૂક્યા છે સાક્ષર

ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ.થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો(ટોફેલ) કોર્ષ કર્યો છે.

ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ.થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો(ટોફેલ) કોર્ષ કર્યો છે.

  Salim chauhan, Anand: ગરીબ અને પછાત વર્ગના બાળકોની ચિંતા કરતા નિવૃત શિક્ષક પિતા આત્મારામ પ્રજાપતિએ શિક્ષિત પુત્ર પાસે આવું ચિંતન રજૂ કરતા શિક્ષત પુત્ર નીતિનભાઈ પ્રજાપતિએ આંજ્ઞાકિત ભાવે આણંદ અને તેની આસપાસના ગરીબ અને પછાત વર્ગના બાળકોને ગુરુકુળ પરંપરા મુજબ વિદ્યાદાન આપવાની શરૂઆત વર્ષ 2002 થી કરી હતી.

  જેને આજે 20 વર્ષ વીતી ચુક્યા છે. મૂળ ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ.થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો(ટોફેલ) કોર્ષ કર્યો છે. અને હાલ આણંદ ખાતે ગ્લોબલ લેંગ્વેજ સેન્ટર અંગ્રેજી ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.

  આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી પછાત ગ્રામ્ય વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી બાળકો માટે તેઓ વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે.અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવે છે. મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડે છે.શિક્ષકે પ્રજ્ઞાચક્ષુ છાત્રો માટે ફ્લેશ કાર્ડ પણ બનાવ્યા છે.  શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન ની અનોખી સર્જનાત્મકતા ધરાવતા નીતિનકુમારે શિક્ષણ પધ્ધતિમાં નવતર પ્રયોગો હાથ ધર્યા છે. બાળકો સહજ રીતે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાનું અક્ષરજ્ઞાન મેળવી શકે તે માટે 351 પેજમાં હાથથી 1008 આકૃતિઓ તૈયાર કરી છે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો વિવિધ ભાષાઓ શીખી શકે તે માટે બ્રેઈલ લીપીની મદદથી ફલેશ કાર્ડસ અને ડ્રોઈંગ બનાવ્યા છે અને તેના માધ્યમથી મંદબુધ્ધિના બાળકોને સરળતાથી અક્ષરજ્ઞાન મળી રહે છે.આવનાર સમયમાં અલગ-અલગ ભાષાઓ શીખી શકાય તેની ઉપર પણ તેઓ કામ કરશે તેમ નીતિનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.  નીતિનભાઈ પ્રજાપતિ સવારના બે કલાક પાતોડપુરા અને ચિખોદરા ખાતે, બપોર બાદ ગણેશ બ્રીજ પાસે અને ગામડી ખાતે સાંજના સમય દરમિયાન બાળકોને ભણાવી રહ્યા છે.જોકે તેમણે જણાવ્યું કે હાલ ચોમાસા દરમિયાન તેઓ દર શનિવારે ભણાવે છે, જ્યારે ઉનાળા દરમિયાન શનિ અને રવિવારે બે દિવસ ભણાવે છે. હાલમાં તેમની પાસે ધોરણ 1 થી 7 સુધીના 325 જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે. આ ભૂલકાઓ ખેત મજૂર અને છૂટક મજૂરી કરતા લોકોના બાળકો ભણવા માટે આવે છે.  મહત્વનું છે કે નીતિનભાઈ આ શિક્ષણયજ્ઞ દરમ્યાન સાથે બ્લેકબોર્ડ, અલ્પાહાર બધું જ પોતાની સાયકલ પર લઈને જાય છે. મહત્વનું છે હાલ સુધી તે સામાન્ય સાઇકલ ઉપર જતા હતા પણ હવે ઉંમર થતા તેઓએ મિત્રના સહયોગથી બેટરી પણ ફિટ કરી છે જેથી હવે સાઇકલ પેન્ડલથી પણ ચાલે છે અને બેટરીથી પણ ચાલે છે.તેઓએ જણાવ્યું હતું કે આ સાયકલને એક વખત ચાર્જ કર્યા પછી 25 કિલોમીટર સુધી ચાલે છે. ચાર્જિંગનો ખર્ચ માત્ર રૂપિયા ચાર થી પાંચ જ આવે છે.  નોંધનીય છે કે તેઓ શિક્ષણસેવી સાથે સમાજસેવી પણ છે.સાચા અર્થમાં સમાજ અને માનવતાનું ચિંતન કરતા નીતિનભાઈ પ્રજાપતિ જિલ્લાની અનેક નાની-મોટી સંસ્થાઓમાં તેમની અનુકૂળતા મુજબ સેવા આપતા રહ્યા છે અને આર્યુવેદિક કેમ્પનું પણ આયોજન કરે છે. તેમની ઉચ્ચ સેવાની કદર કરી ઘણી બધી સંસ્થાઓએ પ્રમાણપત્રો અને પુરસ્કારથી સમ્માનિત કર્યા છે.તેઓને પત્નિ પણ શિક્ષક છે અને એક દીકરી છે જે ડિપ્લોમાનો અભ્યાસ કરે છે.શિક્ષિત અને સભ્ય માનવસમાજના નિર્માણની સંકલ્પના માટે અવિરત ગરીબ અને પછાતવર્ગના બાળકોના શિક્ષણ યજ્ઞકાર્યમાં પ્રવૃત નીતિનભાઈ માતા,પિતા અને સમાજની સેવા એજ માનવતા અને ભગવાનની પૂજા ગણે છે.  ચિખોદરાના નીતિન પ્રજાપતિ ગામડી ખાતે બાળકોને ભણાવી રહ્યા છેઆણંદના ચિખોદરાના નીતિન પ્રજાપતિએ સરકારી શિક્ષક બનવાની જગ્યાએ શિક્ષણનો સેવા યજ્ઞ ચાલુ રાખવા માટે શેરી અને ઝાડ નીચે ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું 2002માં શરૂ કર્યુ હતું. 20 વર્ષ દરમિયાન ઝાડ હેઠળ અને ફૂટપાટ પર જ 70 હજારથી વધુ ગરીબ બાળકોને અંગ્રેજી, સંસ્કૃત સહિતની ભાષાનું જ્ઞાન પીરસ્યું છે. વગર શિક્ષકે શિક્ષકની જવાબદારી નિભાવી છે.  20 વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના સેવા કરે છેદરવર્ષે 4 હજારથી વધુ બાળકોને અંગ્રેજી સહિતની ભાષાનું જ્ઞાન આપે છે. જેમાં ગરીબ બાળકો, વિવિધ સંસ્થાઓના બાળકોને, તેમજ કોલેજોના યુવકોને અંગ્રેજી, ફ્રેચ, સંસ્કૃત ભાષા શીખવી રહ્યા છે. દિવ્યાંગ બાળકોને પણ શિક્ષિત કરવા સાથે દેવ લિપિ સંસ્કૃત ભાષા અંગે બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા 20 વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના કોઈ દાન કે ભેટ સ્વીકાર કરતા નથી. જો કોઈ દાતા મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ સીધી બાળકોના હાથમાં અપાવી દે છે.

  બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડ્યાઆણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નીતિનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. અંગ્રેજી વિષય સાથે બી.એ. થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડિપ્લોમા ટીઈએફએલનો કોર્ષ કર્યો છે . વર્ષોથી મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડે છે. હાલમાં તેમની પાસે ધોરણ 1થી 7 સુધીના 325 જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે.
  First published:

  Tags: Anand, Eduction, Indian Student, Poor, Poor people, Teacher

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन