Home /News /anand /Nadiad: લ્યો બોલો! આ વિસ્તારમાં હવે રોબોટ કરશે ચૂંટણીનો પ્રચાર
Nadiad: લ્યો બોલો! આ વિસ્તારમાં હવે રોબોટ કરશે ચૂંટણીનો પ્રચાર
રોબોટ કરી રહ્યો છે આ ઉમેદવાર માટે પ્રચાર
ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે નડિયાદના બીજેપી ઉમેદવારે રોબોટ દ્વારા પ્રચારની શરૂઆત કરી એક નવતર પહેલ કરી છે.ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડીજીટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર પ્રસાર કાર્યો આરંભી દીધા છે.
Salim Chauhan, Anand: વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. ત્યારે હવે ઉમેદવારો પોત પોતાના મતક્ષેત્રમાં પ્રચાર પ્રસારમા લાગી ગયા છે. અવનવા પ્રયોગો કરી પ્રજાને આકર્ષવા ભાવિ નેતાઓ કામે લાગ્યા છે. ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડીજીટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર પ્રસાર કાર્યો આરંભી દીધા છે.
ઉમેદવારોનો ડીજીટલ પ્રચાર:નડિયાદ બેઠકના ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ રોબોટ દ્વારા પ્રચાર કાર્યનો પ્રારંભ કર્યો. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. ત્યારે હવે ઉમેદવારો પોત પોતાના મતક્ષેત્રમાં પ્રચાર પ્રસારમા લાગી ગયા છે. અવનવા પ્રયોગો કરી પ્રજાને આકર્ષવા ભાવિ નેતાઓ કામે લાગ્યા છે. ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડીજીટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર પ્રસાર કાર્યો આરંભી દીધા છે.
લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે
આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીકનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
આ રોબોટમાં સાઉન્ડ સિસ્ટમથી વિકાસલક્ષી કામોની માહિતી પ્રજા સુધી પહોંચાડશે
ઉમેદવાર પંકજ દેસાઈએ જણાવ્યું કે, અમારા આઈટી સેલના પ્રમુખ મધ્યઝોનના હર્ષિલભાઈ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીં લાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે હાઇટેક પ્રચાર પ્રસારનું સ્વપ્ન છે તે માટે ખાસ આ ખાસ રોબોટ તૈયાર કરાવવામાં આવ્યો છે. આ રોબોટ લોકો વચ્ચે ફરી પેમ્પ્લેટ આપશે અને આ રોબોટમાં ખાસ સાઉન્ડ સિસ્ટમ હોવાથી નડિયાદ વિધાનસભામાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામોની પ્રજા સુધી માહિતી પહોંચાડશે.