Home /News /anand /Anand: મુસ્લિમ યુવકમાં ધબકતું હૃદય છે હિન્દુ યુવકનું, બંને પરિવાર સાથે ઉજવે છે તહેવાર

Anand: મુસ્લિમ યુવકમાં ધબકતું હૃદય છે હિન્દુ યુવકનું, બંને પરિવાર સાથે ઉજવે છે તહેવાર

નવસારીમાં રહેતા અમિત બ્રેન ડેડ જાહેર થયા બાદ તેના અંગોનું પરિવારે દાન કર્યું હતું.

સુરત સિવિલથી 85 મિનિટ માં 277 કિમીનું અંતર કાપી અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં સોહેલ વ્હોરા નું હદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

  Salim Chauhan, Anand:  નવસારી નાં ગણદેવી તાલુકાના ખાપરિયા ગામની, અમીત રમણભાઈ હળપતિ નામના યુવાનનું બ્રેન ડેડ થતાં ડોનેશન થકી ચાર લોકો ને નવજીવન મળ્યું હતું. અમીતનું બ્રેન ડેડ થતાં અંગદાન કરવામાં આવ્યું હતું. જેમાં લીવર કીડની પેનક્રિયાસ અને હૃદયનું દાન આપવામાં આવ્યું હતું. અમીત હળપતિ 8 જુલાઈ 2017 ની સાલ માં બીલીમોરા જવાના રસ્તે કૂતરું વચ્ચે આવતા મિત્ર વિક્રમ અને અમીત બન્ને પટકાયા હતા જેમાં અમીતને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં સુરત સિવિલ માં ખસેડાયો હતો ત્યાં તેને ડો મેહુલ મોદી દ્વારા બ્રેન ડેડ બ્રેન જાહેર કરવામાં આવ્યો હતો.

  આ વાતની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો પણ દોડી આવ્યા હતા માતા ઉકીબેનને સર્જન વિભાગ નાં ડોક્ટરો દ્વારા સમજાવી શાંત કરાયા અને આમ સુરત નાં એનજીઓ ડોનેટ લાઈફ ને જાણ કરવામાં આવી. અમીતનાં માતા ઉકીબેન અને ભાઈ અજય અને બેન દક્ષાને અંગ દાનનું મહત્વડોનેટ લાઈફ દ્વારા સમજાવવામાં આવ્યું અને એના થકી તેવો પોતાના સ્વજનનું અંગદાન આપવા રજી થયા.  ડોનેટ લાઈફનાં પ્રમુખ નિલેશ માંડલેવાળાએ વધુમાં જણાવ્યું કે બ્રેન ડેડ અમીતનું જોઅંગદાન કરવામાં આવે તો હૃદય, કીડની, લીવર, અને પેંનક્રિયાસ, જેવા તકલીફથી પીડાતા લોકો ને મદદ રૂપ બની શકાય આ રીતે અમીતનાં અંગને જીવત રાખી શકાશે.  બ્રેન ડેડના પરિવારજનો હૃદય ડોનેટ કરવા માટે તૈયાર થાય તો તાત્કાલિક ધોરણે મુંબઈ ખાતે આ અંગે જાણ કરવામાં આવે છે અને જો જરૂર લાગે તો મુંબઈથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચે છે. મહત્વની વાત એ છે કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે સમય ખુબ જ ઓછો હોય છે. દર્દીનો બ્લડ સપ્લાય બંધ થવાથી લઈને સામે વાળા દર્દીનું બ્લડ ચાલુ થાય તે માટે ફકત 4 કલાક જેટલો ઓછો સમય જ હોય છે. આ સમયમાં દર્દીના ઓપરેશનથી લઈને અંગ લઈ જવા માટે ટ્રાવેલિંગનો સમાવેશ થઈ જતો હોય છે.ટ્રાવેલિંગ માં ખાસ કોરિડોર કરી સલામત સ્થળ પર સમયે અંગને પોહચડવામાંઆવે છે.  ડોનેટ લાઇફ સંસ્થાની સ્થાપનાની સ્થાપના નિલેશ માંડલેવાલાએ 2005માં કરી હતી. શરૂઆતમાં કીડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કામ કરતા હતા. શરૂઆતથી જ કીડની અને લીવર ડોનેટ કરનારાનો પ્રતિસાદ સંસ્થાને સારો મળી રહ્યો હતો. દરમિયાન વર્ષ 2015ના ડિસેમ્બર માસમાં તેઓએ કીડની, લીવર સાથે સાથે હદય ટ્રાન્સપ્લાન્ટ કરી અન્યને નવજીવન આપવાનું પણ ભગીરથ કાર્ય શરૂ કર્યુ છે.  સુરત સિવિલથી 85 મિનિટમાં 277 કિમી નું અંતર કાપી અમદાવાદ સિમ્સ હોસ્પિટલ માં સોહેલ વ્હોરાનું હદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું સોહેલની ઉંમર 36 વર્ષ અને બ્લડ પણ મેચ આવતા હતા. જ્યારે બીજા અંગ કીડની પેનક્રિયાસ રિતિકા અને યુપીના હિતેશ ગોહેલ બીજી કીડની અને લીવર ભૌતિક પટેલ આપી આ રીતે ચાર જીંદગી નો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.સુરતનાં ડોનેટ લાઈફ એનજીઓ દ્વાર આવા 700થી વધુ લોકોની મદદ કરવામાં આવી છે.

  ગુજરાતના આણંદ ખાતે રહેતા સોહેલ વ્હોરાની વાત કરીએ તો તેઓ ને 2002થી હાર્ટની સમસ્યા હતી અને તેઓ અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા અવાર નવાર જતાં હતા ડો, અજય નાયક અનેડો, ધીરેન શાહ સાથે સારી સલાહ મળતી એટલે ત્યાં ટ્રીટમેન્ટ લેતા હતા. 2014માં સિમ્સ હોસ્પિટલમાં હાર્ટ સ્પેસ મેકરનું ઑપરેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં તેમને થોડી રાહત મળી હતી પણ હાર્ટ બીટ 15 થી 20 થઈ જતી એટલે તેવોહાર્ટ સર્જરી માટે ડોક્ટરને ઑપરેશનની અવાર નવાર રજૂઆત કરતા હતા. 2016 થી હાર્ટ બદલવાની રાહ જોતાં હતાં.એક દિવસ ડોનેટ લાઈફનાં સંસ્થા દ્વારા અમદાવાદ સિમ્સમાં જાણ કરવામાં આવી બ્રેનડેડ અમીત હળપતિ નું ફેમિલી અંગ દાન કરવા રાજી છે અને બન્નેનાં રિપોર્ટ અને બ્લડ મેચ આવતા સિમ્સનાં ડોક્ટર અજય નાયકે સોહેલ વ્હોરાનાં ફેમિલી નો સંપર્ક કરી જાણ કરી કે હાર્ટ બદલી શકાય તેમ છે આ વાત સાંભળતા જ સોહેલ વ્હોરાનાં પરિવાર માં ખુશી છવાઈ ગઈસરકારી અપ્રુવલ આવતા.  આમ 2017 માં અમીત હળપતિનું માતા ઉકીબેન દ્વારા દાન કરવામાં આવ્યું અને અમીતનું હદય સોહેલ વ્હોરા ને આપી અમીતને જીવત રાખવાનો નિર્ણય લીધો અને સોહેલ વ્હોરાની જીંદગી ઉકીબેને બચાવી લીધી. વાત કરીએ અમીત હળપતિનાં માતાની તોહ તેવો હાલ બીજો પુત્ર અજય પણ ગુમાવી દીધો છે.ઘરના બધા મોભીમાં હવે કોઈ રહ્યું પણ નથી. ઉકીબેં અને અજયની પત્ની ખેત મજૂરી કરી અત્યારે પોતાનું ગુજરાન ચલાવે છે. બીજી બાજુ સોહેલ વ્હોરાએ પણ આ અંગદાન મેળવ્યા બાદ સબંધ ઘર જેવા જ કરી નાખ્યો છે.ઉકીબેનને પોતાના માતા સમજી દરેક કાર્યમાં સોહેલ સાથે ઊભા રહે છે. પેહલી વાર જ્યારે સોહેલ જ્યારે ખાપરિયા ગામે પોહચાયા ત્યારે ગામ આખું જાણે અમીત હળપતિને જોવા આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ જોઈને સોહેલ સમજી ગયા હતા એક માં એ પોતાનો પુત્ર ગુમાવ્યો છે પણ તેની દિલ મારા પાસે છે અને હું આ માતાનું દર્દ સમજી શકું છું અને માટે હું ધર્મનો ભેદ ભાવ રાખ્યા વગર આ પરિવારમાં માટે હંમેશ મદદરૂપ બનીશ.

  ઓર્ગન ડોનેશનનાં પાચ વર્ષ જેવો સમય વિતી ગયો છે છતાં આજે પણ સબંધ પોતાના પુત્ર જેવો જ છે. સોહેલ વ્હોરા આજે પણ અમીત હળપતિની બેનની ખબર પણ લેતા હોય છે અને ઉકીબેનને પણ મળવા જતાં હોય છે. અઠવાડિયામાં વાત નાં થાય તો સોહેલ સામેથી ટેલિફોન કરી વાત કરી લે અને ખબર પૂછે છે.

  સોહેલ વ્હોરાએ જણાવ્યું કે ઑપરેશન બાદ મે એક દીકરી સારાને જન્મ આપ્યો છે અને અત્યારે રેલ્વે ટિકિટની દુકાન પર બેસી અને સામન્ય માણસની જેમ બધા કર્યો જાતે જ કરું છું. આજે પણ બન્ને પરિવારમાં ધર્મ કરતા વધારે માનવતા જોવા મળે છે. એક બીજાને કાર્યમાં મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.જો આવા કાર્ય દરેક સમાજ કરે તો હજારો લોકોની જીંદગી બચાવી શકાય.

  આપણે કોઇ વ્યકિત કે, પરિવારજનોને મદદ તો કરી શકતા નથી, પરંતુ સમાજમાં લોકોને ઓર્ગન ડોનેટ અંગે જાગૃત કરીએ તો કદાચ કોઇને નવજીવન મળી શકે અને નવજીવન મળેલ વ્યકિતના પરિવારજનોના ચહેરા પર ખુશી લાવી શકીએ.
  તો આપ સૌ કોઇને અપીલ છે કે, ધર્મ, જ્ઞાતિના ભેદભાવ વગર તમારી આજુબાજુ રહેતા સગાસબંધી કે, પછી અન્ય કોઇનું બ્રેઇન ડેડ થાય તો અચુકથી શરીરના અંગો દાન કરજો અને જીવતા જીવ અમર થવાનું ભુલશો નહીં.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Anand, Heart, Hindu muslim, Organ donation

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन