ડાલી પ્રાથમિક શાળાનાં બાળકો ન્યુટ્રિ મિલ્ક અલગ અલગ ફ્લેવર્સ પીવે છે
આણંદની આંગણવાડી અને શાળાઓના 1620 બાળકોને વિના મુલ્યે દૂધનું વિતરણ કરવામાં આવે છે.જેમાં કુપોષિત બાળકોને દૂધ આપવામાં આવે છે. શાળામાં દૂધ વિતરણ થતા બાળકો શાળાએ વહેલા આવે છે અને શાળામાં હાજરીની ટકાવારી વધી છે.
Salim chauhan, Anand: આણંદમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા અમૂલ અને ઓલ્ટેક કંપનીની મદદથી સીએસઆર એક્ટ હેઠળ ન્યુટ્રી મિલ્ક પ્રોજેક્ટ ચાલવામાં આવે છે. જેમાં પોષક તત્વોથી ભરપૂર દૂધ ગામડાની પસંદ કરેલી શાળાના બાળકોને વિતરણ કરવામાં આવે છે. ન્યુટ્રી મિલ્ક પ્રોજેક્ટમાં આણંદ તાલુકાનાં 10 ગામની સ્કૂલ અને બાલ આંગણવાડીની પસંદગી કરાઇ છે. જેમાં કુપોષિત બાળકોને દૂધ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષ ડાલી પ્રાથમિક શાળા પર રોજ રાબેતા મુજબ અમૂલ વેનમાં મોકલવમાં આવે છે અને સવારમાં પ્રાથમિક શાળાનાં આચાર્ય દ્વારા બાળકોને દૂધ આપવામાં આવે છે.
વર્ષ 2017માં પ્રોજેક્ટની શરૂ કરવામાં આવ્યો
પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2017 માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ ગામડાના બાળકોનો શારીરિક, માનસિક વિકાસમાં વધારો થાય તેવો છે. આ સિવાય ડાલી પ્રાથમિક શાળામાં જરૂરિયાત મુજબની કામગીરી પણ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા કરી આપવામાં આવી છે.જેમાં સ્માર્ટ ક્લાસ રૂમ અને પ્રોજેક્ટર આપવામાં આવ્યું છે. તેમજ સ્કૂલને કલર પણ સંસ્થાએ કરી આપ્યો છે.
1620 બાળકોને દૂધનું વિતરણ
ઓલ્ટેક બાયોટેકનોલોજી લીમીટેડ અને અમૂલ ડેરીના સહયોગથી તારાપુર અને આણંદની 10 આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાના કુલ 1620 બાળકોને વિના મૂલ્યે અમૂલ ડેરીનું શૂક્ષ્મપોષક તત્વોવાળા દૂધ વિતરણ કરવામાં આવે છે. આ પ્રોજકેટનો મુખ્ય હેતુ બાળકોનું આરોગ્ય સુધરે અને કુપોષિત ના રહે તે છે. આ દૂધ અમૂલ દ્વારા ખાસ પોષક તત્ત્વો ઉમેરી અલગ અલગ ફ્લેવર્સમાં બનાવમાં આવે છે.બાળકોને દૂધનો ટેસ્ટ મળી રહે તે માટે ઇલચી, કેસર ફ્લેવર્સ ઉમેરવામાં આવે છે.
કંપનીના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી
ઓલ્ટેક બાયોટેકનોલોજી લીમીટેડના પ્રતિનોધિઓ અમન સૈયદ, ડો. સંજય નીકમ, ડો. ભૂષણ દેશમુખ, ડો મનિષ ચૌરસિયા અને મહાનુભાવોએ ડાલી અને ઊંટવાડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દુધ વિતરણને પ્રવૃતિને નિહાળી હતી અને અમૂલ અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની ઉમદા પ્રવૃતિને વખાણી હતી. સ્કુલના પ્રિન્સીપાલો સાથે તેમજ શિક્ષકો અને નાના બાળકો સાથે શુભેચ્છા મુલાકત કરી હતી.દૂધ પ્રોજેક્ટ અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
હાજરીની ટકાવારીમાં વધારો થયો
સ્કુલના પ્રિન્સીપાલએ જણાવ્યું હતું કે,દુધના પ્રોજેક્ટના કારણે બાળકો સ્કુલમાં સમયસર આવતા થયા છે. તેમજ હાજરીની ટકાવારીમાં વધારો થયો છે. બાળકો બહુ જ ખુશી ખુશી દૂધ પીવે છે અને બાળકોના આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે. આ પ્રસંગે અમૂલ તરફથી ડો. પ્રીતિબેન શુક્લા, ત્રિભુવનદાસ ફાઉન્ડેશન તરફથી ડો. નિખિલ ખારોડ અને સૌરભભાઈ ઉપસ્થિત રહ્યા હતા.