મંદિર આણંદ તારાપુર રોડ પર આવેલું હોવાથી અહીંયા લોકો દર્શન કરવા અવશ્ય આવતા હોય છે.
આણંદ શહેરથી તારાપુર જવાના રસ્તે 8 કિલો મીટર જેટલા અંતરે વલાસણ ગામ આવેલું છે આ ગામ ખાતે વર્ષો જૂનું મેલડીમાતાનું મંદિર આવેલું છે આ મંદિર આણંદ તારાપુર રોડ પર આવેલું હોવાથી અહીંયા લોકો દર્શન કરવા અવશ્ય આવતા હોય છે.
આણંદ: શહેરથી તારાપુર જવાના રસ્તે 8 કિલોમીટર જેટલા અંતરે વલાસણ ગામ આવેલું છે. આ ગામ ખાતે વર્ષો જૂનું મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર આણંદ તારાપુર રોડ પર આવેલું હોવાથી અહીંયા લોકો દર્શન કરવા અવશ્ય આવતા હોય છે. તેમજ રવિવારના રોજ મંદિરના દર્શન કરવા દૂર દૂરથી પગપાળા સંઘ લઈને આવે છે. આ સિવાય આ મંદિરમાં દૂરથી આવતા લોકો માટે રાહત દરે રવિવારના રોજ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
આ મંદિરમાં પ્રવેશતાની સાથે મંદિરનો મોટો દ્વાર જોવા મળે છે, સાથે સાથે ત્યાં મોટું ચોગાન અને મંદિરના બાજુના ભાગમાં વર્ષો જૂનું સિંદુરિયા કેરડાનું ઝાડ જોવા મળે છે. તેના પર સિંદૂર જેવા ફૂલ આવે છે.
જાણો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે શું છે અહીંયાની લોક વાયકા
વલાસણ ગામે આવેલું મેલડી માતાનું મંદિરનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે. એક લોકવાયકા મુજબ વર્ષો પેહલા વણઝારા સમાજનો એક સમુદાય હરતા ફરતા વલાસણ ગામની સીમમાં કામકાજ અર્થે આવી પહોંચ્યો હતો. આ સમુદાયના લોકો તે સમયે માટી કામ અને કૂવા બનવાનું કામ કરતા હતા. આજે પણ તે સમયની એક વાવ આ વલાસણ ગામે હયાત છે અને તેની બીજી બાજુ એક ચોરો હતો જ્યાં સિંદુરિયા કેરડાનું મોટું ઝાડ હતું.આ ઝાડની નીચે વણઝારા સમાજનો સમુદાય મજૂરી કરીને રાતવાસો કરતો હતો.
એક લોકવાયકા મુજબ એક દિવસ વણઝારા સમાજના લોકો રાબેતા મુજબ નીકળી જાય છે. સ્થળ પર જઈ પાદુકા પૂજવા માટે શોધતા તેઓને પાદુકા ન મળી હતી. પરત લેવા ગયા હતા પરંતુ તે જ સમયે શ્રી સિંદુરીયા કેરડાની મેલડી પ્રગટ થયા હતા અને ભવિષ્યમાં તેઓ કેરડાની મેલડી તરીકે પુજાશે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરશે તેવું કહ્યું હતું. તે સમયથી આજ દિન સુધી માં મેલડી ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.ભક્તોની મનોકામના પૂર્ણ થતા ભક્તો બાધા પૂરી કરી માતાજીના આશીર્વાદ મેળવે છે.
દૂર દૂરથી લોકો દર્શને આવે
આ મંદિર કરમસદ તારાપુર રોડ પર આવેલું હોવાથી અહીંયાથી પ્રસાર થતાં લોકો આ મંદિરે અવશ્ય દર્શન કરે છે, તેમજ અહીંયા માનતા રાખવા લોકો બરોડા નડિયાદ આણંદ,દાહોદ,ગોધરા,મુંબઈ જેવા શહેરમાંથી આવે છે,આ મંદિર 6 કરોડના ખર્ચે નવનિર્મિત થયું છે અને હજારો ભક્તોની મનોકામના પૂર્ણ કરવા અહીંયા આવે છે.
જાણો કેવી કેવી માનતા આ મંદિર માનતા રાખે છે
અહીંયા લોકો સંતાન પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ, અને વિદેશના વિઝા,જમીનાં નિરાકરણ માટે માનતા રાખે છે.જે માનતા અવશ્ય પૂર્ણ થાય છે તેવું લોકોનું માનવું છે.