વિદ્યાર્થી લોકો થી લઈને એન આર આઇ પણ અહીંયા પફ ખાવા આવે છે
આણંદમાં મઝદા ફાસ્ટ ફૂડમાં 5 પ્રકારના પફ મળે છે અને 40 વર્ષથી એક જ ટેસ્ટ છે.એક પફની કિંમત 25 રૂપિયાથી લઈને 50 રૂપિયા છે. લોકો એક દિવસમાં 2 હજારથી વધુ પફ આરોગી જાય છે.
Salim chauhan, Anand: આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા મઝદા બેકરીનાં દુકાને પાંચ પ્રકારના પફ વેચાઈ છે, જેમાં સદા પફ,ચાઇનીઝ પફ, ચીઝ પફ, માંયોનિઝ પફ, પંજાબી પફ ખૂબ વેચાઈ છે. પફને અંદર અલગ અલગ પ્રકારના મસાલા મિક્ષ કરીને મશીન વડે બનાવમાં આવે છે અને મસાલાનાં કારણે પફ ટેસ્ટી લાગે છે.આણંદના વિધાનગર રોડ પર આવેલી મઝદા બેકરીમાં વર્ષ 1983માં અલ્પેશભાઈ પટેલે નાનાં પાયે પફ બનવાની શરૂઆત કરી હતી.
બેકરીનાં પફ કેમ વખણાય ? કારણ છે આવું
સામાન્ય રીતે બધી જગ્યા પર પફ લોકો ખાતા હોય છે અને બધી જગ્યા પર પફમાં હાર્ડનેસ જોવા મળતી હોય છે, ત્યારે મઝદા બેકરીનાં માલિકે જણાવ્યું હતું કે, અમારા પફ એટલે વધારે લોકો પસંદ કરે છે, કારણ કે અમારા પફ માં સોફ્ટનેસ અને ક્રિસ્પીનેસ રહેલી હોય છે.
અહીંયા એનઆરઆઇથી લઈને સ્થાનિક લોકો પફ ખાવા આવે છે. ટેસ્ટ વર્ષોથી એક સરખો છે.આજે મઝદા બેકરીનાં 40 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને સૌથી જૂનીને જાણીતી બેકરી છે.
એક દિવસમાં વેચાઈ છે બે હાજરથી વધારે પફ
પફમાં અલગ અલગ વેરાયટી પણ રાખવામાં આવી છે.તેમજ એક દિવસમાં 2 હજાર પફનું વેચાણ થાય છે.સારી આવક થાય છે.પફની કિંમત 25 રૂપિયાથી લઈને 50 રૂપિયા છે.આ સિવાય બેકરીમાં કેક, ખારી,બિસ્કીટ, ક્રીમ રોલ જેવી વસ્તુ પણ બનાવમાં આવે છે. જેમાં ક્રીમ રોલ અને કોકોની ચેરી કેક પણ લોકો ખૂબ ખાય છે.