આણંદનો LGBTQ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: આ રીતે મિત્રતા કેળવીને બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ
આણંદનો LGBTQ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: આ રીતે મિત્રતા કેળવીને બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ
આણંદ પોલીસે ચારને ઝડપી પાડ્યા
Fraud news: પ્લાન મુજબ ચાર શખ્સો રૂમમાં આવી ગયા હતા. જે બાદ આધેડને ધમકાવી અને તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને લૂંટી લીધો હતો. આધેડ પાસેથી રોકડ તથા સોનાની ચેઇન લૂંટી લીધી હતી.
આણંદ : રાજ્યમાં આવારનવાર સમલૈગિંક (LGBTQ ) યુવાનો, આધેડોને ફસાવવાના કિસ્સાઓ (fraud cases) સામે આવે છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો કરમસદની (Karamsad) હોટલમાં સામે આવ્યો છે. આણંદમાં એક સંબંધીના ઘરે આવેલા એક આધેડ વ્યક્તિને સમલૈંગિક યુવકે (gay fraud) કરમસદની હોટલમાં બોલાવીને સેક્સની લાલચ આપીને બોલાવ્યો હતો. જે બાદ તેનો નગ્ન વીડિયો ગુપ્ત રીતે ઉતારી લીધો હતો. જે બાદમાં વીડિયો થકી તેના મિત્રો સાથે આધેડને ધમકાવીને તેની પાસેથી સોનાની ચેઇન અને રોકડ રકમ સહિતની વસ્તુઓ લૂંટી લેવામાં આવ્યો હતો. આ મામલે આધેડે આણંદ શહેર પોલીસ (Anand Police station) મથકે પહોંચ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને સુરેન્દ્રનગરના ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
રૂમમાં આધેડને નગ્ન કરાયો
આ એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો છે. લોકોએ જાણવું જોઇએ કે સેક્સની લાલચ આપીને માણસ કઇ હદ સુધી પહોંચી શકે છે. આણંદ આવેલા આધેડને સોશિયલ મીડિયા પર યુવક સાથે પરિચય થયો હતો. જેને આગળ વધારીને વીડિયો કોલ કર્યો હતો અને સમલૈંગિક સંબંધની પણ લાલચ આપી હતી. જે બાદ આધેડને કરમસદની એક હોટલમાં બોલાવવામાં આવ્યો હતો. જે બાદ આધેડ ત્યાં પહોંચ્યો હતો. હોટલના રૂમમાં ગયા બાદ પહેલાના પ્લાનિંગ પ્રમાણે ત્યાં આ ગઠિયાઓએ કેમેરા મૂક્યા હતા. રૂમમાં તે આધેડને પહેલા નગ્ન કરવામાં આવ્યો અને વીડિયો ઉતારાયો.
થોડી જ વારમાં પ્લાન મુજબ ચાર શખ્સો રૂમમાં આવી ગયા હતા. જે બાદ આધેડને ધમકાવી અને તેના વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને લૂંટી લીધો હતો. આધેડ પાસેથી રોકડ તથા સોનાની ચેઇન લૂંટી લીધી હતી. આ અંગે આધેડે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સુરેન્દ્રનગરના શક્તિ મનોજ બાજીપુરા, તનવીર અહેમદ જુનેજા, નહેરૂ બહાદુર રબારી તેમજ બોટાદના આસિફ લિયાકત અંતાણીને પકડી પાડ્યાં હતાં. જ્યારે અન્ય એક સુરેન્દ્રનગરનો આરોપી કુલદીપ દીપક ઝારોલા ફરાર થઇ ગયો હતો.
પોલીસે આ આરોપીઓ પાસેથી કાર તથા છ મોબાઇલ ફોન જપ્ત કરી હતી. આ કારમાં ત્રણ ધારદાર છરાં મળી આવ્યાં હતાં. જે બાદ તેમની પોલીસે સઘન પુછપરછ માટે મંગળવારના રોજ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ન્યાયધિશે ચારેયના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર