Home /News /anand /Anand: આ મહિલાએ એવો વ્યવસાય શરૂ કર્યો કે છેવાડાની મહિલાઓ મેળવે છે રોજગારી, કમાય છે આટલું

Anand: આ મહિલાએ એવો વ્યવસાય શરૂ કર્યો કે છેવાડાની મહિલાઓ મેળવે છે રોજગારી, કમાય છે આટલું

X
આણંદ

આણંદ માં બનાવેલ માટીના કોડિયાં આજે ગુજરાત બહાર વેચાણ કરવામાં આવે છે

અમુલ ડેરી વિસ્તારના આર્ય નગરમાં રેહતા કુંજલ બહેન ગજર દ્વાર ફાઈન આર્ટસમાં આભ્યસ કરી કંઈ નવું કરવાની ચાહના હતી એટલે તેઓ દ્વાર દીવાનાં કોડિયાં બનાવવાની શરૂઆત કરી હતી,અને આજે તેઓ છેવાડાની મહિલાઓને પણ રોજગાર આપી રહ્યા છે.

    salim chauhan, Anand: આણંદ શહેરનાં અમુલ ડેરી વિસ્તારના આર્ય નગરમાં રેહતા કુંજલ બહેન ગજર દ્વાર ફાઈન આર્ટસમાં આભ્યસ કરી કંઈ નવું કરવાની ચાહના હતી એટલે તેઓ દ્વાર દીવાનાં કોડિયાં બનાવવાની શરૂઆત વર્ષ 2006 માં કરવામાં આવી હતી. તેઓ દ્વારા બનાવવામા આવતા કોડિયાઓમાં અલગ અલગ ડિઝાઈન આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેમાં તુલસી કેરા જેવા દીવા અને અન્ય દીવા બનાવી વેચાણ કરવામાં આવે છે.સાથે સાથે આ વ્યવસાય સાથે છેવાડાના ગામડાઓની મહિલાઓને પણ જોડી તેઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે.

    આ દીવા માટી માંથી બનાવી અલગ અલગ પ્રકારનીની ડીઝાઈન માં બનાવમાં આવે છે અને તેને નવા રંગ રૂપ માં કલર કરી આખરી ઓપ આપવામાં આવે છે આમ આ દીવા તૈયાર કરવામાં આવે છે. આ વ્યવસાય માં આણંદ નાં ગામડા ની મહિલા ને પણ જોડવામાં આવી છે જેમાં માટેનાં દિવાને ખાસ પ્રકારના કલર કરી સજાવટ કરવામાં આવે છે. અને આ ગામડાંની મહિલાને આ રીતે ઘરે બેસી ને રોજગારી પણ મળે છે અને એક દિવસમાં પોતાની આવડત મુજબ દીવાને કલર લગાવી મહિલા રોજના 200 રૂપિયા જેટલું વળતર મેળવી લે છે.

    આ વ્યવસાયમાં જોડાયેલા મહિલા ડિમ્પલ ગજરે જણાવ્યું કે અમારી પાસે આ દીવાની વેરાયટીમાં  100 પ્રકારના અલગ અલગ દીવા છે , જેમ કે તુલસી ક્યારામાં દીવા, અખંડ દીવા, મુખવાસ ટ્રે માં દીવા વગેરે ઉપલબ્ધ છે.આ દીવાઓ જે મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે તેમાં તેના પ્રકાર અને ભાવ પ્રમાણે રોજગારી આપવામાં આવે છે. અને તેનું વેચાણ ગુજરાત બહાર કરવામાં આવે છે.

    આ દીવાઓનું વેચાણ ગુજરાત બહાર મુંબઈ પુના, સહિતનાં શહેરમાં નાની મોટી કંપનઓમાંમાં આપવામાં આવે છે જેનું વેચાણ ખુબ હોવાના કારણે 12 મહિને આ દીવાઓનું કામ કરવામાં આવે છે. જેથી કરી ગામડાઓની મહિલાઓ ને સતત રોજગારી મળતી રહે છે.

    અહીંયા દીવા લેવા ગામડાની મહિલા તો આવે છે સાથે સાથે આણંદ સિટીનાં આજુ બાજુનાં વિસ્તાર માં રેહતા મધ્યમ વર્ગ નાં લોકો પણ જોડાયેલા છે જે આર્ય અમૂલ રોડ પર આવેલા મકાનમાં સવારે 10થી 6 વાગ્યા સુધી નાનું મોટું કામ કરી પૈસા કમાઈ પોતાના ઘરમાં આર્થિક મદદ કરે છે
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Local 18, Women Empowerment

    विज्ञापन
    विज्ञापन