Home /News /anand /Anand: ગુજરાતનો એવો જિલ્લો જ્યાં થાય છે મોટા પ્રમાણમાં તમાકુનું વાવેતર

Anand: ગુજરાતનો એવો જિલ્લો જ્યાં થાય છે મોટા પ્રમાણમાં તમાકુનું વાવેતર

ખેડામાં તમાકુની ખેતી વધી

ખેડા જિલ્લામાં નવેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં જુદા જુદા પાકનું 7,479 થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. ચણા, રાઈ, શાકભાજી કરતા સૌથી વધુ તમાકુનું  2179 હેક્ટમાં વાવેતર થયું છે

Salim Chauhan, Anand: રાજ્યમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે.ખેડા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં શિયાળુ વાવેતર થઇ રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ તમાકુનું વાવેતર થયુ છે.ખેડા જિલ્લામાં શિયાળાના પ્રારંભે રવી સિઝનને લઈ વાવેતર શરૂ થઈ ગઈ છે. ખેડાતુઓ દ્વારા વિવિધ પાકની વાવણી શરૂ દેવામાં આવી છે. જેમાં ચણા, રાઈ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. નવેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં જુદા જુદા પાકોનું 7,479 થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. ચણા, રાઈ, શાકભાજી કરતા સૌથી વધુ તમાકુનું જિલ્લામાં વાવેતર થયું છે.

કેટલા હેક્ટરમાં ક્યાં પાકનું વાવેતર થયુ

ડાંગર, બાજરીની સિઝન પુરી થતાની સાથે જ રવિ સીઝનનું વાવેતર શરૂ થયુ છે. જોકે ઠંડીનું પ્રમાણ ઓછુ હોવાને કારણે અન્ય પાકનું વાવેતર ઓછું થયું છે. ખેતીવાડી વિભાગના દિપકભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હજુ ઠંડીની શરૂઆત છે. જેમ જેમ તાપમાનમાં ઘટાડો થશે, તેમ તેમ જિલ્લામાં રવિ વાવેતરમાં વધારો જોવા મળશે. હાલ ખેડા જિલ્લામાં શાકભાજી 2028 હેક્ટર, ઘાસચારો 1651 હેક્ટર, બટાટા 112 હેક્ટર, રાઈ 1185 હેક્ટર અને ચણાનું 247 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જ્યારે તમાકુનું 2179 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ઠંડી પડતા વાવેતરમાં વધારો થશે

શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે.પરંતુ ઠંડી હજુ પડી રહી નથી.વહેલી સવારમાં સામાન્ય ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે.પરંતુ વાવેતર માટે હજુ અનુકૂળ વાતાવરણ જોવા મળ્યું નથી.છતાં પણ ખેડૂતોએ શિયાળુ વાવેતર શરુ કરી દીધું છે.ખેડા જિલ્લામાં 7479 થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. ઠંડી પડ્યા બાદ વાવેતરમાં વધારો થશે.

જાન્યુઆરી 2021માં 28,135 હેક્ટરમાં વાવેતર હતું

ખેડા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં શિયાળુ વાવેતર થઇ રહ્યું છે. ખેડા જિલ્લામાં 7479 થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં જાન્યુઆરી 2021માં 28,135 હેક્ટરમાં વાવેતર હતું.
First published:

Tags: Anand, Local 18, ખેડૂત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો