Home /News /anand /Anand: પતંગનું A TO Z; આ વખતે આકાશી યુદ્ધ મોંઘુ, જાણો કેટલા ભાવ

Anand: પતંગનું A TO Z; આ વખતે આકાશી યુદ્ધ મોંઘુ, જાણો કેટલા ભાવ

X
ખંભાતના

ખંભાતના પતંગ ખૂબ પ્રસિદ્ધ

ખંભાત પતંગનું હબ છે. અહીં બનતા પતંગ ભારતના દરેક ખૂણે પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે પતંગ મોંઘી થઇ છે. પતંગ ઉદ્યોગમાં 1500થી વધુ પરિવાર જોડાયેલા છે. 4 હજાર મહિલાઓ આ વ્યવસાયમાં જોડાયેલી છે. કરોડો રૂપિયાની ટર્નઓવર થાય છે. સુરતમાં 70 લાખની પતંગ વેચાય છે.

વધુ જુઓ ...
Salim chauhan, Anand:  દેશ વિદેશમાં ખંભાતની પતંગ રસીકોની હોટ ફેવરીટ છે. ખંભાતમાં 1500થી વધુ પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. 8 હજાર જેટલા પતંગ કારીગરો પતંગ બનાવવાનું કામ કરે છે. જે પૈકી 4 હજારથી વધુ મહિલાઓ પોતાના ઘરે પતંગો બનાવીને રોજગારી મેળવે છે. વર્ષનાં માર્ચથી જાન્યુઆરી સુધીનાં દસ માસ સુધી પતંગોનું સતત ઉત્પાદન થતું રહે છે.માત્ર ઉત્તરાયણ પછીનાં બે માસ પતંગોનું ઉત્પાદન બંધ રહે છે.

ખંભાતની પતંગમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, ખંભાતી ઠાલ,રોકેટ, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ બનાવે છે.

ખંભાતમાં બનતી પતંગના દરેક સવાલના જવાબ અહીં

પતંગનાં ભાવ: ખંભાતમાં પતંગની સાઈઝ પર ભાવ રાખવામાં આવતો હોય છે અને રોજ ભાવ પણ બદલાતા રહે છે. જેમાં હાલ 27 ઇંચની પતંગ, ચિલ પતંગનો ભાવ 460 રૂપિયા 100 નંગ છે અને 52 ઇંચની સાઈઝમાં 20 પતંગના ભાવ 520 રૂપિયા છે. 34 ઇંચની સાઈઝની 100 પતંગના ભાવ 860 રૂપિયા છે. જેમાં 460 થી લઇ ને 100 રૂપિયામાં પતંગ વેચાઈ છે. બાજ પતંગના અક નંગના ભાવ 150 રૂપિયા જેટલો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની પતંગ અમદાવાદથી બનીને આવે છે,તેનું વેચાણ પણ ખંભાતમાં જોવા મળે છે.

મોંઘી થઇ પતંગ : ખંભાતનો પતંગ ઉદ્યોગ હાલ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાંથી પતંગ રસિયાઓ અને સુરત તથા બીલીમોરો તરફથી વેપારીઓ ન આવતા હજુ જોઈએ તેવી ઘરાકી નીકળી નથી. ગત વર્ષે 100 પતંગનો ભાવ 400 રૂપિયા હતો જ્યારે ચાલુ વર્ષે ભાવ વધીને 450 થી 500 છે. જો કે કારીગરોની મજુરીમાં પણ 120 થી વઘીને 200 થઈ ગઈ છે.ખંભાતની પતંગો સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે.કરોડોનું ટર્ન ઓવર ધરાવતા વેપાર સાથે મોટી સંખ્યામાં પરિવારો જાેડાયેલા છે ગત વર્ષ કરતા પતંગ અને દોરીના ભાવમાં 10 થી 12 ટકાનો વધારો થયો છે.

સુરત મોટું માર્કેટ : એક અંદાજ મુજબ માત્ર સુરતમાં ખંભાતની 70 લાખથી વધુ પતંગનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે. ખંભાતી પતંગ મનમોહક, કલાત્મક હોય છે.

પતંગના પ્રકાર: પતંગ મેન્યુફેકચરીંગ વ્યવસાય ઉપર 1500 પરિવારો નિર્ભર છે. એક કાગળમાંથી 6, 4, 2,પતંગ તૈયાર થતી હોઇ જેને અડધીયુ, પાવલુ, પોણીયુ, આખુ કહેવામાં આવે છે. અહીંયા 2 ઇંચથી માંડીને 12 ફુટ સુધીના પતંગો પાંચ રૂપિયાથી માંડીને 2 હજાર રૂપિયા સુધીના તૈયાર થાય છે.

અહીંથી ખરીદી: ડિસેમ્બર માસના અંતમાં જ ભરૂચ, વલસાડ, વડોદરા, અમદાવાદ, આણંદ, મહુવા, રાજકોટ, ભાવનગર સહિત, મુંબઇ, નાસિક જેવા શહેરોમાંથી વેપારીઓ પતંગ ખરીદવા ખંભાતમા ઉમટી પડે છે.

કઈ વસ્તુ ક્યાંથી આવે: ખંભાતી પતંગ બનાવવા માટેની કમાન કલકત્તાથી મંગાવવામાં આવે છે. જે ચીડીયો પાડેલી હોય છે. જ્યારે ખંભાત પતંગમાં વપરાતો કાગળ દિલ્હી, મુંબઈથી આયાત કરાય છે. પતંગમાં વપરાતી કમાનનો ભાવ ગત વર્ષે 450 હતો જેમાં ચાલુ વર્ષે રૂપિયા 100નો વધારો નોંધાયો છે.જ્યારે કાગળનો ભાવ પણ વધીને 1000ને આંબી ગયો છે.



જેવું કામ તેવી મજૂરી: પતંગ બનાવતા કારીગરોને અલગ અલગ કામ દીઠ મજૂરી ચુકવવામાં આવે છે. જેમાં કમાન ચોંટાડવા માટે રૂપિયા 300, પતંગની ઢઢ્ઢા માટે 120, દોરી મારવા માટે 300, ફુમટા માટે 130, પટ્ટીઓ માટે 150, કિનારી માટે 160 અને ડિઝાઈન ચોંટાડવા માટે 180 રૂપિયા મજૂરી ચુકવવામાં આવે છે.

આ પતંગ બને: ગુજરાતના વિવિધ બજારો સહિત અન્ય રાજ્યોમાં ઠલવાય છે. જેની માંગ ખાસ કરીને વધુ જાેવા મળે છે. ખંભાતમાં ચાપટ, ચંદરવો, ફેન્ચી ચાપટ, ખાખી ઢગલ, મોટા મેટલ સહિતની પતંગોનું ઉત્પાદન મોટા પાયે થાય છે.



વેપારીઓને જમાવડો: ઉત્તરાયણ પર્વને લઈને ખંભાત શહેરમાં અન્ય જિલ્લોમાંથી હોલસેલમાં ધંધો કરતા વેપારીઓ સહિત પતંગ રસીયાઓ ખરીદી માટે ઉમટી પડ્યા છે. પતંગની સાથે સાથે ખંભાતમાંથી દોરીનું પણ ધુમ વેચાણ થાય છે.

દોરી ઘસનાર આવે: નાનકડા ખંભાત શહેરમાં વિવિધ જાતની દોરી ઘસનાર અને ચરખા પર દોરી પીવડાવનાર 200 થી વધુ લોકો ઉમટી આવે છે. ગત વર્ષ કરતા પતંગ દોરીના ભાવમાં 10 થી 12 ટકા વધારો નોંધાયો છે.



વિદેશમાં નિકાસ: ખંભાત શહેર સમગ્ર દેશમા મોખરે રહેવા પામ્યુ છે. લીલ, ચાપટ, ઘેંસિયો, સૂર્યપતંગો બ્રાન્ડની પતંગોની અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દુનિયાના અનેક દેશોમાં નિકાસ થાય છે.



પેઢીઓથી વ્યવસાય: ખંભાત હલવાસન, ડાયમંડ ઉદ્યોગ, અકીક વ્યવસાયની સાથોસાથ પતંગ ઉત્પાદન ક્ષેત્રે પણ નામના ધરાવે છે. શહેરના અનેક વિસ્તારોમાં મુસ્લિમ, ચુનારા તેમજ અન્ય પરિવારોમાં પરંપરાગત રીતે પેઢી દર પેઢી વ્યવસાય ઉતર્યો હોઇ પુરૂષ, સ્ત્રીઓ, યુવક-યુવતિઓ વહેલી સવારથી માંડીને મોડીસાંજ સુધી પતંગ તૈયાર કરવાના કાર્યમાં રોકાઇને રોજગારી મેળવે છે.



પતંગનું આકર્ષણ: માત્ર સુરતમાં જ ખંભાતની 70 લાખથી વધુ પતંગનું વેચાણ થતું હોય છે.છેલ્લા 20 વર્ષથી પરિવાર કે મિત્રો સાથે ખંભાત ખાતે પતંગની ખરીદી માટે આવતા પતંગ રસિકે જણાવ્યું હતું કે,ખંભાતી પતંગ ચગવામાં સરળ અને દેખાવમાં સુંદર હોય છે અને એ આકર્ષણ છે.



કોને શરૂઆત કરી: ખંભાતમાં પતંગ બનવાની શરૂઆત બી આર પઠાણ દ્વારા કરવામાં આવી હતી.તેમના હસ્તે નગીનભાઈ કાલિદાસે પ્રેરણા લઈ આજે ખંભાતમાં 1500 પરિવારમાં આ વ્યવસાય કરી રહ્યા છે અને આવક મેળવી રહ્યા છે.



અહીંથી વાસ આવે: પતંગની કમાન આસામમાંથી વાસનાં લાકડામાંથી બનીને અમદાવાદમાં આવે છે.પછી ગુજરાતભરમાં કમાન જાય છે અને તેનું ફિનિશિંગ આપ્યા બાદ પતંગમાં લગાવાય છે.
First published:

Tags: Anand, Khambhat, Kite Festival, Local 18