Home /News /anand /Anand: આ ગામનાં વડીલોને કારણે તેના બાળકો કરે છે જલસા, જાણો એવુ તે શું કર્યું

Anand: આ ગામનાં વડીલોને કારણે તેના બાળકો કરે છે જલસા, જાણો એવુ તે શું કર્યું

ખંભાત નાં ઘરો માં પાણી સંગ્રહ માટે ઉપયોગી બને છે 

પ્રાચીન કાળ નાં ખંભાતી ટાકાઆજે પણ ખંભાત નાં ઘરો માં પાણી સંગ્રહ માટે ઉપયોગી બને છે ખંભાત શહેરમાં આવેલી ધનજીશાની પોળમાં 200 વર્ષ ઉપરાંતના જુના ઘરોમાં વર્ષોજુના 250 ભૂગર્ભ ટાંકામાંથી હાલમાં 140 પરિવારો તેનો ઉપયોગ કરે છે.

  Salim chauhan,Anand: ખંભાત શહેરમાં આવેલી ધનજીશાની પોળમાં 200 વર્ષ ઉપરાંતના જુના ઘરોમાં વર્ષોજુના 250 ભૂગર્ભ ટાંકામાંથી હાલમાં 140 પરિવારો તેનો ઉપયોગ કરે છે.વડીલો દ્વારા મળેલા આર્શીવાદરૂપ ભૂગર્ભના ટાંકામાં ચોમાસા દરમિયાન મઘા નક્ષત્રનું વરસાદી પાણીને સંગ્રહ કરી આખું વર્ષ અહીં વસતા લોકો પીવા માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ખંંભાતના ભૂગર્ભ ટાંકાની રચનાની માહિતી આપતા જીગર પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓમાં વરસાદના પાણી સંગ્રહની અતિ મહત્ત્વની પદ્ધતિ છે.

  મકાનની અગાસી, મકાનનું છાપરૂ કે પતરાં ઉપર પડતું પાણી, માળિયા પર નાળ કે પાઈપથી એક્ત્ર કરીને એક ટાંકીમાં લાવવામાં આવે છે. આ માટે જમીનમાં 15 ફૂટ ઊંડો અને 12 ફૂટ પહોળો ખાડો કરીને તેને ચુના, સિમેન્ટ, ચીરોડીથી ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવે છે. પહેલા વરસાદનું પાણી થોડું બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખુ થાય પછી તેને ટાંકામાં ઉતારવામાં આવે છે અને તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.આ ભૂગર્ભ ટાંકા વરસાદી જળસંગ્રહ માટે નમૂનારૂપ છે.  મઘા નક્ષત્રનું વરસાદી પાણી ટાંકામાં ઉતારાય છે.100 વર્ષ ઉપરાંત જુના ભૂગર્ભ ટાંકા હાલ પણ ચાલુ સ્થિતિમાં છે.હાલ પણ અમો પ્રથમ અઠવાડિયામાં વરસતા વરસાદ જવા દઇએ છીએ.પછી સ્વાતિ નક્ષત્ર, મઘા નક્ષત્ર જોઈ ચોમાસા દરમિયાન વરસતા વરસાદી પાણીને મકાનની અગાસી પરથી પાઇપ મારફતે ભૂગર્ભ ટાંકામાં ઉતારવામાં આવે છે.અને સંગ્રહ કરવામાં આવે છે.અને તેમાંથી આખું વર્ષ પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઇએ છીએ.> વિપુલભાઈ વ્યાસ, રહીશ, ધનજીશાની પોળ  એ જમાનામાં જેમનાં ઘર મોટાં હોય, ચોકવાળાં હોય તેમના ઘરે મોટા ભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવતા અને એમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા. ગાંધીબાપુએ પણ પોરબંદરના તેમના ઘરમાં વરસાદના મીઠા પાણીના સંગ્રહ માટે પાણીનો ટાંકો બનાવ્યો હતો.’‘જળ છે તો જીવન છે’ એ કહેવત આપણે ઘણી વખત વાંચી છે કે જોઈ છે કે પછી કોઈને કહી હશે, પણ ક્યારેક કોઈ સંજોગોમાં આપણને પાણીની ખેંચ પડે ત્યારે પાણી આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું છે એ સમજાય છે. હાલમાં વરસાદની સીઝન પુરબહારમાં ખીલી છે ત્યારે શક્ય હોય તો વહી જતાં વરસાદી પાણીનો સંચય કરવા તરફ આપણે પણ પગલું ઉઠાવીએ.


  110 થી 120ટી.ડી.એસ માત્રાવાળું શુદ્ધ પાણી મળે છેવરસાદી પાણીને સંગ્રહ કર્યા બાદ લાંબા સમયગાળા સુધી ભૂગર્ભ ટાંકા બંધ હાલતમાં હોય છે સૂર્યપ્રકાશ ન મળવા છતાંય પાણીમાં લીલ જામતી નથી. પોરા તો નામના ય જોવા મળતા નથી. આ પાણીથી બીમારીનો ભય રહેતો નથી.પારુલબેન ગાંધી, આચાર્યા, નર્સિંગ સ્કૂલ-ખંભાત  ખંભાતમાં આજે પણ અનેક જુના મકાનોમાં ખંભાતી કુવા અને ટાંકા જોવા મળે છે.શહેરના ઝંડા ચોક,વાળા વાસુદેવ પોળ,કંસાર વાડ,ચીતરી,રાણા ચકલા સહિતના વિસ્તારોમાં અનેક ઘરોમાં વરસાદી પાણીનો સંઘર્હ કરી બારેમાસ આ જ પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ થાય છે.ખંભાતના કુવા અને ટાંકાનો અભ્યાસ કરી ગુજરાત વિદ્યાપીઠે 2005માં એક ખંભાતી કુવાનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ કેમ્‍પસમાં ભેગુ થતા પાણીને જમીનમાં ઉતારવાનો હતો.જેમાં ભવ્ય સફળતા બાદ આજે રાજ્યમાં આ ખંભાતી કુવા પદ્ધતિનો ભૂગર્ભ જળ સંગ્રહ માટે થાય છે.

  ખંભાતના પ્રા.હરેશ પટેલ જણાવે છે કે, ખંભાતમાં 2600 ટીડીએસ વાળું પાણી આવે છે જેથી અહી પેટ જન્ય બીમારીઓ વધુ થાય છે.આ બીમારીઓથી બચવા ઉપયોગી બને છે
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Anand, Drink water, Water tank

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन