Home /News /anand /Anand: બટાકાની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી ખેડૂત ત્રણ ગણી આવક મેળવે, એક વીધામાં 450 મણ બટાકાનું ઉત્પાદન, જૂઓ Video

Anand: બટાકાની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી ખેડૂત ત્રણ ગણી આવક મેળવે, એક વીધામાં 450 મણ બટાકાનું ઉત્પાદન, જૂઓ Video

X
બટાકા

બટાકા નો પાક સારો થાય છે

આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં બોરીયા ગામના ખેડૂત કેતનભાલ પટેલે 50 વીઘામાં ઔર્ગેનિક રીતે બટાકાની ખેતી કરી છે. ખેતીમાં ઓછા ખર્ચે 1 વીઘામાંથી 450 મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.

Salim chauahn, Anand: આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં બારીયા ગામનાં કેતનભાઇ પટેલ છેલ્લા 20 વર્ષથી બટાકાની ખેતી કરે છે. કેતનભાઈ 50 વીઘામાં ઓર્ગેનિક બટાકાની ખેતી કરે છે. ઓર્ગેનિક ખેતીનાં કારણે તેમની આવકમાં ત્રણ ગણો વધારો થયો છે. જયારે રાસાયણિકમાં તેમને વધુ ખર્ચ થતો હતો. તેની સામે ઓર્ગેનિક ખેતીમાં ફાયદો થઇ રહ્યો છે.

આણંદ જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થાય છે. પરંતુ રાસાયણિક ખાતરથી બટાકાની ખેતી કરવામાં ખર્ચ વધુ થાય છે.તેમજ ઉત્પાદન ઓછુ મળે છે. પેટલાદ તાલુકાના બોરીયા ગામના ખેડૂત કેતન પટેલે છેલ્લા ઘણા વર્ષથી રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. તેઓ ગૌમુત્ર તથા છાણ અને કઠોડનો ઉપયોગ કરીને ખાતર તૈયાર કરીને તેનો ઉપયોગ ખેતી માટે કરી રહ્યાં છે. તે માટે તેઓ અલગ વ્યવસ્થા ઉભી કરી છે.ઓર્ગેનિક ખેતીના કારણે તેઓની આવકમાં ત્રણ ઘણો વધારો થયો છે.જીવાતો ઉપદ્રવ ટાળી શકાય છે.

7 વર્ષ પહેલા પ્રાયોગિક ધોરણે વીઘામાં ઓર્ગેનિક ખેતી કરી



પેટલાદ તાલુકાના બોરીયા ગામના કેતન પટેલે જણાવ્યું હતું કે, ઓર્ગેનીક ખેતીનો વિચારા આવ્યો હતો.તેથી આજ થી 7 વર્ષ અગાઉ પ્રાયોગિક ધોરણે ઓર્ગેનીક ખેતીનો પ્રારંભ કર્યો હતો.એક વીઘા જમીનમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરીને બટાકાની રોપણી શરૂ કરી હતી.

ગાયના છાણ અને મૂત્ર તથા કઠોળ તત્વોનું મિશ્રણ કરીને ખાતર બનાવ્યું હતું.તેમજ જંતુનાશક દવા બનાવવા માટે લીમડા પાન,લીબોંડી અને ગૌ મૂત્રનો ઉપયોગ કરીને દવા તરીકેને તેનો છંટકાવા કર્યો હતો. તેમજ પાકની માવજત વધે છે.તેથી સારૂ ઉતારો મળે છે.

બટાકાનાં વીઘે 450 મણનું ઉત્પાદન થયું



બટાકાની ઓર્ગેનિક ખેતી શરૂઆત કરી હતી. અગાઉ રાસાયણિક ખેતી કરતાં હતા.ત્યારે વીઘે બટાકા પાછળ 30 હજારથી વધુનો ખર્ચ થતો હતો.પરંતુ કુદરતી ખાતર અને ઓર્ગેનીક ખેતીની શરૂઆત કરતાં ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે.તેમજ નીંદામણ નીકળતું નથી.તેમજ પાકની ઉપજ વધી ગઇ છે. તેમજ બટાકાના ઉત્પાદન વીઘે 450 મણ જેટલું થાય છે.
First published:

Tags: Anand, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો