Home /News /anand /Anand: કેન્યાનો નાગરિક ગુજરાત ભણવા આવ્યો, પાસપોર્ટ ખોવાઇ જતા જિંદગી દોજખ બની

Anand: કેન્યાનો નાગરિક ગુજરાત ભણવા આવ્યો, પાસપોર્ટ ખોવાઇ જતા જિંદગી દોજખ બની

પાસપોર્ટ ખોવાઇ જતા હાલ તેની જિદંગી ભીખારી જેવી થઇ ગઇ છે

કેન્યાનો વિદ્યાર્થી આંણદ જિલ્લાનાં વિદ્યાનગરમાં ભણવા આવ્યો હતો પરંતુ તેનો પાસપોર્ટ ખોવાઇ જતા હાલ તેની જિદંગી ભીખારી જેવી થઇ ગઇ છે અને લાચારીમાં આણંદમાં જીવન પસાર કરે છે.પાસપોર્ટ વગર તે પોતાના વતન પાછો ફરી શકતો નથી.

    Salim Chauhan, Anand: કેન્યાનો વિદ્યાર્થી આંણદ જિલ્લાનાં વિદ્યાનગરમાં ભણવા આવ્યો હતો પરંતુ તેનો પાસપોર્ટ ખોવાઇ જતા હાલ તેની જિદંગી ભીખારી જેવી થઇ ગઇ છે અને લાચારીમાં આણંદમાં જીવન પસાર કરે છે. કારણ કે, પાસપોર્ટ વગર તે પોતાના વતન પાછો ફરી શકતો નથી. આ કહાની છે કેન્યાના નાગરિક જ્હોન મકાની. તેની ઉંમર 50 વર્ષની છે. થોડા સમયે પહેલા જ્હોન મકા ગુજરાતમાં અભ્યાસ અર્થે આવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. બે વર્ષ પહેલા તે મિત્રની સલાહથી સંશોધન માટે વિદ્યાનગર આવ્યોહતો પણ કોરોના કાળમાં તેની પાસે પૈસા ખૂટી પડ્યા હતા અને રહેવા-જમવાનાં પણ ફાંફા પડવા લાગ્યાહતા.

    આ સમયે તેને કોઇ વ્યક્તિ દ્વારા માહિતી મળી કે, આણંદમાં જલારામ સેવા ટ્રસ્ટમાં મફતમાં જમવાની સુવિધા છે અને બસ ત્યારથી તે ત્યાં જમવા જતો હતો. આ દરમિયાન તેની પાસે જે કાંઈ ડોક્યુમેન્ટ હતા તે ત્યાંથી ચોરાઈ ગયા. આ ડોક્યુમેન્ટમાં તેનોપાસપોર્ટ પણ હતો.પાસપોર્ટ ચોરાઇ જતા તેની સ્થિતિ દયાજનક બની ગઇ અને રોડ રસ્તા પર જીવન ગુજારવા મજબૂર બન્યો.



    મહત્વની વાત એ છે કે, રોડ-રસ્તા પર સુવાના કારણે તેના પગના ભાગે સ્કીન ઇન્ફેક્શન થઇ ગયું અને તેના પગમાં ખૂબ પીડા થાય છે. જો કે, વિદ્યાનગરમાં વડતાલ મંદિર ખાતે કોઈ માણસ દ્વારા જોહનને મફતમાં હોસ્પિટલ પહોંચાડી તેની સારવાર કરી માનવતા દાખવી.પણ પ્રશ્ન એટલો જ નતો. પૈસા ના હોવાથી જમવાનું અને દવાની કોઇ મદદ કરતુ પણ રહવા માટે એની પાસે રોડ રસ્તા જ હતાં. એટલે રસ્તા પર જ સુઇ જવુ પડતું.આ દરમિયાન પોપટભાઈ ફાઉન્ડેશનમાં કામ કરતા પ્રતિકભાઈનું ધ્યાન ગયું અને તેને આણંદ નગરપાલિકાના સેલ્ટર હોમ ખાતે લઇ ગયા.

    જોહન મકાના નો સહારો બન્યા પોપટભાઈ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ

    આ સંસ્થા દરેક જિલ્લામાં સેવાકિય પ્રવૃતિ કરે છે અત્યારે આણંદના શેલ્ટર હોમ ખાતે 100થી પણ વધુ લોકોને પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી રાખવામાં આવે છે. પોપટભાઈ નું કેહવુ છે કે અમે સરકારમાં પણ જરૂર જાણ કરીશું. આવા લોકો ની મદદ કરી તેને તેના વતન કેન્યાનાનેરોબી ખાતે પરત મોકલવા માટે સહાય રૂપ બનશુ.





    જોહન મકાના પાસે એક મોબાઈલ પણ છે જે બગડી જતાં તેના ફેમિલી સાથે કોન્ટેક્ટ પણ ના કરી શક્યો પણ શેલ્ટર હોમ ખાતે ધવલ ભાઈ કેર ટેકેર દ્વારા રિપેરીંગ માં પણ આપવા માં આવ્યો છે જેવો જ રિપેર થઈ જસે એટલે તેના ફેમિલી ને જાણ કરશે અને તેને ઘર પરત જવાના પ્રયાસો પોપટ ભાઈ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવશે. અત્યારે તેના પગ નાં ભાગે સ્કીન ઇન્ફેક્શન છે તેની સારવાર પણ કરવામાં આવી છે ડોક્ટર નાં મતે કેહવુ છે આ જલ્દી મટાડી શકાય છે.
    First published:

    Tags: Anand, Foreign students, International, Lost